ETV Bharat / state

બારડોલીમાં નગરપાલિકાની કાર્યવાહી: વેરો નહીં ભરનાર મિલકદારોની 40 દુકાનો સીલ

બારડોલી નગરપાલિકામાં વહીવટદારનું શાસન આવતા જ વેરો નહીં ભરનાર મિલકત ધારકો સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પાલિકાની ટીમ દ્વારા અત્યારસુધીમાં વેરો નહીં ભરનારા 40 જેટલી મિલકતો સીલ કરી કાર્યવાહી શરૂ કરતાં મિલકધારકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

municipality
municipality
author img

By

Published : Dec 22, 2020, 11:56 AM IST

  • બારડોલી નગરપાલિકા છેલ્લા વર્ષ દરમ્યાન 65 ટકા કોમર્શિયલ વેરાની વસૂલાત થઈ છે
  • વેરો નહીં ભરનાર 40 મિલકતો સીલ કરવામાં આવી
  • દસ દિવસમાં દંડ સહિત વેરો ભરી જવા તાકીદ કરવામાં આવી
    બારડોલીમાં નગરપાલિકાની કાર્યવાહી

બારડોલી: બારડોલી નગરપાલિકા દ્વારા ગત વર્ષ 2019-20 માટે 65 ટકા જેટલી કોમર્શિયલ વેરાની વસૂલાત થઈ ગઈ છે. પરંતુ હજુ પણ 35 ટકા જેટલો વેરો વસૂલવાનો બાકી છે. ગાંધીનગરથી મંજૂર થતી ગ્રાન્ટ હવે નગરપાલિકાના વેરા વસૂલાતની કામગીરીના આધારે મંજૂર થતી હોય છે. પાલિકાએ મિલકત વેરો વસૂલવા માટે બાકીદારો સામે લાલ આંખ કરી છે. લાંબા સમયથી વેરો ભરવામાં આનાકાની કરી રહેલા મિલકતધારકોની સામે કડક કાર્યવાહી કરવાની વહીવટદાર તેમજ ચીફ ઓફિસર દ્વારા સૂચના આપવામાં આવી છે.

વહીવટદાર આવતા જ કરવામાં આવી કડક વસૂલાત

ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની ટર્મ પૂર્ણ થતાં જ વહીવટદાર તરીકે નિમાયેલા ચીફ ઓફિસર કોમલ ઘીનૈયા દ્વારા વેરાની કડક વસૂલાત કરવાની શરૂઆત કરવામાં આવી છે. તેમણે બાકી મિલકદારોને નોટિસ પાઠવી તેમની મિલકતને સીલ કરવાની સૂચના વેરા વિભાગના કર્મચારીઓને આપી છે. જેના આધારે વેરા વિભાગની ટીમ દ્વારા બારડોલી નગરપાલિકાના અલગ-અલગ વિસ્તારમાં વેરો નહીં ભરેલી 40 જેટલી દુકાનોને સીલ કરવામાં આવી હતી. દુકાનો સીલ કરી દુકાન પર નોટિસ ચોંટાડી હતી અને આગામી દસ દિવસમાં દંડ સહિત વેરો ભરી જવા તાકીદ કરવામાં આવી હતી. જો દંડ સહિત વેરાની રકમ નહીં ભરે તો આગામી દિવસોમાં મિલકત જપ્તી સુધીની કાર્યવાહી કરવાની પાલિકા દ્વારા ચેતવણી આપવામાં આવી છે.

જો સીલ કરવા છતા વેરો નહીં ભરે તો મિલકત જપ્તી સુધીની કાર્યવાહી કરવામાં આવશે : ચીફ ઓફિસર

બારડોલી ચીફ ઓફિસર કોમલબેન ઘીનૈયાએ જણાવ્યુ હતું કે, બારડોલી નગરપાલિકામાં બાકી વેરા સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે લોકો વેરો નથી ભરતા તેમની સામે મિલકત સીલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્યારસુધીમાં નગરપાલિકાની વેરા વિભાગની ટીમ દ્વારા વેરો નહીં ભરનાર 40 જેટલી મિલકતોને સીલ કરવમાં આવી છે. આગામી દિવસોમાં હજીપણ આ કામગીરી ચાલુ રહેશે. જો દુકાનો સીલ કરવા છતાં પણ વેરો નહીં ભરે તો મિલકત જપ્તીથી લઈ વધુ આકરા પગલાં ભરવાની ચેતવણી આપી હતી. તેમણે નગરજનોને વહેલી તકે વેરો ભરી જવા જણાવ્યુ હતું.

90 ટકા વસૂલાત હોય તો જ પાલિકાને 100 ટકા ગ્રાન્ટ મળી શકે

ગુજરાત સરકાર દ્વારા નગરપાલિકાઓને વેરા વસૂલાતના આધારે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે. નવા નિયમ મુજબ 90 ટકાથી વધુ વસૂલાત ધરાવતી નગરપાલિકાને જ 100 ટકા ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવનાર હોવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરાયું છે. જેના આધારે હાલમાં બારડોલી નગરપાલિકાના મિલકત વેરાની 35 ટકા જેટલી પાછલી બાકી છે. જે વસૂલવા માટે હવે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જો 90 ટકા વેરો નહીં વસૂલાય તો ગ્રાન્ટ ઓછી મળવાની સંભાવનાને લઈ હાલમાં પાલિકા અધિકારીઓ દ્વારા બાકીદારો સામે લાલ આંખ કરી છે.

હવે વેરામાં કોઈ રાહત નહીં

કોરોના મહામારી દરમ્યાન જુલાઈથી પાલિકા દ્વારા 10 ટકા જ્યારે આત્મનિર્ભર ભારત હેઠળ 20 ટકા મળી કુલ 30 ટકા જેટલી કોમર્શિયલ વેરામાં રાહત આપવામાં આવી હતી. પરંતુ હવે એ સમયમર્યાદા પૂર્ણ થઈ હોય આવી કોઈ રાહત આપવામાં આવશે નહીં એમ ચીફ ઓફિસર કોમલ ઘીનૈયાએ જણાવ્યુ હતું.

જૂના પાવર હાઉસ નજીકના દુકાનદારોએ વિરોધ નોંધાવ્યો

બારડોલીના કડોદ રોડ પર જૂના પાવર હાઉસ નજીક આવેલ વિદ્યુત મંડળીની માલિકીના શોપિંગ કોમ્પ્લેક્સમાં વેરો ન ભરનાર દુકાનદારો સામે કાર્યવાહી કરવા ગયેલી ટીમ સામે વિરોધ નોંધાવ્યો હતો. પાલિકાની ટીમે માત્ર ત્રણ મિલકત સીલ કરી પરત ફરવું પડ્યું હતું. મિલકત ધારક રાજેશ વાઘે જણાવ્યુ હતું કે, અમને આવી કોઈ જાણ જ નથી. મંડળીને નોટિસ આપવામાં આવી હશે દુકાનદારોને કોઈ નોટિસ આપવામાં આવી નથી. બીજી તરફ હાલ કોરોનાની મહામારી ચાલી રહી હોય પાલિકાની પઠાણી વેરા વસૂલી સામે પણ રોષ વ્યક્ત કર્યો હતો.

કયા વિસ્તારમાં કેટલી મિલકતો સીલ

સ્ટેશન રોડ -પાટીદાર જીન કોમ્પ્લેક્સમાં - 15
શાકભાજી માર્કેટ - લક્ષ્મીબા કોમ્પ્લેક્સમાં - 16
ગાંધી રોડ – સિલ્વર પ્લાજા – 6
કડોદ રોડ – જૂના પાવર હાઉસ – 3
કુલ 40

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.