ETV Bharat / state

ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપીનો નીચાણવાળો વિસ્તાર પાણીમાં ગરકાવ

સુરત: હાલ ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં 5.72 લાખ ક્યુસેક પાણીની આવકથી તંત્ર એલર્ટ જોવા મળી રહ્યું છે. સવારે 11 વાગ્યા સુધીમાં ઉકાઈ ડેમની સપાટી 334 ફૂટ પહોચી ગઈ હતી. જેના કારણે સુરત જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ડીઝાસ્ટર મેનેજમેન્ટની મિટિંગ મળી હતી. હાલ ઉકાઈ ડેમમાં રૂલ લેવલ મેન્ટેન કરવા માટે ડેમમાંથી 1.86 લાખ ક્યુસેક પાણી છોડાતા સુરતના તાપી તટના નીચાણવાળા વિસ્તારમાં પાણીનો ભરાવ જોવા મળી રહ્યો છે. જેથી તંત્ર દ્વારા તમામને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.

સુરત
author img

By

Published : Aug 10, 2019, 3:35 PM IST

ઉકાઈ ડેમ માંથી 1.86 લાખ ક્યુસેક પાણી છોડતા સુરત ખાતે તાપી નદી બન્ને કાંઠે જોવા મળી રહી છે. તાપી તટના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા તંત્ર પણ એલર્ટ જોવા મળી રહ્યું છે.ત્યારે લીંબાયત ,કાદર શાહની નાલ અને વેડરોડ ખાતે ફ્લડ ગેટ બંધ કરાતા પાણી ભરાયું હતુ .હાલ ઉકાઈ કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદ થી 5.72 લાખ કક્યુસેકની આવક થતા 1.86 લાખ ક્યુસેક પાણી ડેમ માંથી છોડવામાં આવી રહ્યું છે.નીચાણવાળા વિસ્તારોમાં પાણીની અસર હોવાથી લોકોને સુરક્ષિત સ્થળે જવા પાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

ઉકાઈ ડેમ માંથી પાણી છોડાતા સુરતના તાપી તટના નીચાણવાળા વિસ્તારમાં પાણીનો ભરાવ

આ સાથે જ સુરત જિલ્લા કલેકટર ધવલ પટેલે ડીઝાસ્ટર મેનેજમેન્ટની કચેરી ખાતે અધિકારીઓ સાથે અગત્યની મિટિંગ યોજી હતી. આ મિટિંગમાં પાલિકા કમિશ્નર એમ.થેંનારસન સહિત શહેર પોલીસ કમિશ્નર સતીશ શર્મા હાજર રહ્યા હતા.તાપી નદીમાં પાણી છોડાતા કાંઠે આવેલ રિવરફ્રન્ટમાં પાણી ઘુસ્યા હતા.

બીજી તરફ અડાજણ સ્થિત રિવરફ્રન્ટમાં પાણી ભરાયા હતા. સવારના અગિયાર વાગ્યા સુધીમાં ઉકાઈની સપાટી 334.49 ફૂટ પહોંચી હતી. જેમા 5,72,549 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.

જીલ્લા કલેકટર ધવલ પટેલે જણાવ્યું હતું કે તંત્રની નજર ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ અને ડેમમાં પાણીની આવક ઉપર છે. ડેમમાં પાણીની આવક મેન્ટેન કરવા માટે ઉકાઈમાંથી પાણી છોડવામાં આવ્યું છે. લોકોને ભયભીત થવાની જરૂર નથી.

Intro:Approved by dhaval sir...

સુરત :હાલ ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં 5.72 લાખ ક્યુસેક પાણીની આવક થી તંત્ર એલર્ટ જોવા મળી રહ્યું છે. સવારે 11 વાગ્યા સુધીમાં ઉકાઈ ડેમની સપાટી 334 ફૂટ પોહચી ગઈ છે. જેના કારણે સુરત જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ડીઝાસ્ટર મેનેજમેન્ટની મિટિંગ મળી હતી..હાલ ઉકાઈ ડેમ માં રૂલ લેવલ મેન્ટેન કરવા માટે ડેમ માંથી 1.86 લાખ ક્યુસેક પાણી છોડાતા સુરતના તાપી તટના નીચાણવાળા વિસ્તારમાં પાણીનો ભરાવ જોવા મળી રહ્યો છે...જેથી તંત્ર દ્વારા તમામ ને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે..

Body:ઉકાઈ ડેમ માંથી 1.86 લાખ ક્યુસેક પાણી છોડતા સુરત ખાતે તાપી નદી બન્ને કાંઠે જોવા મળી રહી છે..તાપી તટના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા તંત્ર પણ એલર્ટ જોવા મળી રહ્યું છે..લીંબાયત , કાદર શાહની નાલ અને વેડરોડ ખાતે ફ્લડ ગેટ બંધ કરાતા પાણી ભરાયું છે.હાલ ઉકાઈ કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદ થી 5.72 લાખ કક્યુસેકની આવક થતા 1.86 લાખ ક્યુસેક પાણી ડેમ માંથી છોડવામાં આવી રહ્યું છે.નીચાણવાળા વિસ્તારોમાં પાણી ની અસર હોવાથી લોકોને સુરક્ષિત સ્થળે જવા પાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. જ્યારે કેટલાક ને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે.આ સાથે સુરત જિલ્લા કલેકટર ડો ધવલ પટેલે ડીઝાસ્ટર મેનેજમેન્ટની કચેરી ખાતે અધિકારીઓ સાથે અગત્યની મિટિંગ યોજી હતી..મિટિંગમાં પાલિકા કમિશ્નર એમ.થેંનારસન સહિત શહેર પોલીસ કમિશ્નર સતીશ શર્મા હાજર રહ્યા હતા.તાપી નદીમાં પાણી છોડાતા કાંઠે આવેલ રિવરફ્રન્ટ માં પાણી ઘુસ્યા હતા.અડાજણ સ્થિત રિવરફફન્ટમાં માં કેડસમાં પાણી ભરાયા હતા..સવાર ના અગિયાર વાગ્યે સુધીમાં ઉકાઈ ની સપાટી 334.49 ફૂટ પોહચી ગઈ છે...જ્યાં 5,72,549 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.જ્યારે 1,86,887 ક્યુસેક પાણીનો આઉટફ્લો રહ્યો છે..કાંકરાપાર ની સપાટી 169.40 ફૂટ પોહચી છે.જેમાંથી 1,95,800 ક્યુસેક પાણી ડિશચાર્જ આપવામાં આવ્યું છે..ત્યાં બીજી તરફ સુરત વિયર કમ કોઝવે ની સપાટી 9.42 મીટર સુધી પોહચી ગઈ છે.

Conclusion:તાપી નદીનું જળસ્તર વધતા ફ્લડ ગેટ બંધ કરવામાં આવ્યા છે.ફ્લડ ગેટ બંધ કરાતા ગટરીયા પાણી બેક માર્યા.ગટરીયા પાણી બેક મારતા કતારગામ સ્થિત પંદોલ વિસ્તારમાં પણ પાણીભરાયા છે..ડૉ ધવલ પટેલે જણાવ્યું હતું કે તંત્ર ની નજર ઉકાઈ ડેમ ના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ અને ડેમમાં પાણી ની આવક ઉપર છે.. ડેમમાં પાણીની આવક મેન્ટેન કરવા માટે ઉકાઈ માંથી પાણી છોડવામાં આવ્યું છે. લોકોને ભયભીત થવાની જરૂરત નથી ...શહેરમાં કોઈ પુરની સ્થિતિ નથી..

બાઈટ :ધવલ પટેલ( સુરત જિલ્લા કલેકટર )
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.