ETV Bharat / state

કાપડ ઉપરનો GST દર 5 ટકાથી વધારીને 12 ટકા થતા રોજગારીની ચિંતા વધી - textile gujarat

ભારત સરકારના નાણાં મંત્રાલય(Finance Ministry Government of India) દ્વારા નોટિફિકેશન બહાર પાડી કાપડ ઉપરનો GST(Goods and Services Tax) દર 5 ટકાથી વધારી 12 ટકા કરવામાં આવ્યો છે. વણાટ ઉદ્યોગને(Weaving industry Surat) બચાવવા માટે GST દર યથાવત રાખવા વેપારીઓ સરકાર ને અપીલ કરી રહ્યા છે.

કાપડ ઉપરનો GST દર 5 ટકાથી વધારીને 12 ટકા થતા રોજગારીની ચિંતા વધી

author img

By

Published : Nov 22, 2021, 12:07 PM IST

  • ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીની વેલ્યુ ચેઇનના જીએસટી ટેકસ સ્લેબમાં ફેરફાર
  • ભારતના કુલ વણાટ એકમોમાંથી 33 ટકા એકમો એકમાત્ર સુરત
  • 5 ટકા GST દર હતો તે વધીને 12 ટકા કરી દેવામાં આવ્યો છે

સુરત : ભારત સરકારના નાણાં મંત્રાલય(Finance Ministry Government of India) દ્વારા 18મી નવેમ્બર, 2021ના રોજ નોટિફિકેશન નં. 14/2021 સેન્ટ્રલ ટેકસ (Tax rate) બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીનીTextile industry વેલ્યુ ચેઇનના GST ટેકસ સ્લેબમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીમાં અગાઉ GST(Goods and Services Tax) ટેકસ સ્લેબ અનુક્રમે 18, 12, 5 અને 5 ટકા એમ હતો. જેમાં ફેરફાર કરીને GST ટેકસ સ્લેબ અનુક્રમે 18, અને 12 ટકા કરવામાં આવ્યો છે. એટલે કે કાપડ અને ગારમેન્ટ ઉપર અગાઉ જે 5 ટકા GST દર હતો તેને કેન્દ્ર સરકાર દ્વારા વધારીને 12 ટકા કરી દેવામાં આવ્યો છે. જેને પાછો ખેંચી ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીમાં GST ટેકસ દર યથાવત રાખવા માટે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને કાપડના વેપારીઓ(Textile trader Gujarat) દ્વારા રજૂઆત પાઠવવામાં આવી છે.

ઉદ્યોગ સાથે 16 લાખ લોકો જોડાયા છે

ફોસટા ડિરેકટર રંગનાથ શારદાએ જણાવ્યું હતું કે કૃષિ પછી સૌથી વધુ રોજગાર ટેક્સટાઇલ ઉદ્યોગ આપે છે. સુરતમાં આ ઉદ્યોગ સાથે 16 લાખ લોકો જોડાયા છે. ભારતના કુલ વણાટ એકમોમાંથી 33 ટકા એકમો એકમાત્ર સુરતમાં(Textile industry Surat) સ્થપાયેલા છે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર– સુરતના આંકડા મુજબ, સુરતમાં 21 હજાર જેટલા વણાટ એકમોમાં 7 લાખથી વધુ પાવરલૂમ મશીનરી છે. જ્યારે MMFટેકસટાઇલનું(MMF textile) 60 ટકા ઉત્પાદન પણ એકમાત્ર સુરતમાં થાય છે, ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા કાપડ ઉપર વધારવામાં આવેલા GST દરના નિર્ણયની વિપરીત અને માઠી અસર સમગ્ર વણાટ ઉદ્યોગ ઉપર વર્તાશે. GST 5 થી 12 કરી દેવામાં આવી છે જેના કારણે રોજગાર પર અસર થશે.જો GST લગાવી હોય તો યાર્ન પર લગાડવામાં આવે.

GSTમાં વધારો થતાં સુરત ટેક્સટાઇલ પર શુ અસર થઈ શકે

ગરીબ અને મધ્યમ વર્ગ માટેની 80 ટકા સાડી સુરતમાં બને છે અને દેશના ગામડાઓમાં ગ્રાહકો સુધી નાના ટ્રેડર્સ દ્વારા પહોંચાડવામાં આવે છે. સરકારના આ નિર્ણયને કારણે નાના ટ્રેડર્સો પણ રોજગારી ગુમાવશે અને સાડીઓ મોંઘી થવાને કારણે ગરીબ વર્ગ દ્વારા તેની ખરીદી પણ અટકશે. વણાટ ઉદ્યોગ સુરતમાં(Weaving Industry Surat) સીધી અને આડકતરી રીતે 16 લાખ લોકોને રોજગારી આપે છે અને વાર્ષિક 1440 કરોડ મીટર કપડું બનાવે છે. આ ઉદ્યોગને કારણે અન્ય રાજ્યોમાંથી સુરતમાં સ્થાયી થયેલા લાખો પરિવારોનું ગુજરાન ચાલે છે. આથી કેન્દ્ર સરકારના આ નિર્ણયને કારણે સુરતમાં બેરોજગારીનો ખૂબ જ ગંભીર અને જટીલ પ્રશ્ન ઉપસ્થિત થશે. સાથે જ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પણ બગડવાની શકયતા રહે છે.

વિપરીત અસર

  1. વણાટ ઉદ્યોગમાં છ મહિનાની પેમેન્ટ સાયકલ કાર્યરત છે. તેની સામે વણાટ ઉદ્યોગકારોને દર મહિનાની 20 તારીખે GST ભરવો પડશે. આથી ઉદ્યોગકારો માટે આર્થિક સંકડામણની સ્થિતિ નિર્માણ થશે.
  2. વણાટ ઉદ્યોગમાં મોડર્ન મશીનરીમાં આશરે રૂ. 4 હજાર કરોડનું નવું રોકાણ સુરતમાં આવ્યું છે. મોડર્ન વિવિંગમાં સુરત એમએમએફમાં ચાઇના સાથે સીધું સ્પર્ધામાં છે, ત્યારે કેન્દ્ર સરકારના આ નિર્ણયને પગલે નવું રોકાણ તો ધોવાઇ જ જશે પણ તેની સાથે સાથે 50 ટકાથી પણ વધારે વણાટ ઉદ્યોગકારોનો વેપાર-ધંધો સંપૂર્ણપણે ઠપ્પ થઇ જશે. જેનો સીધો લાભ ચાઇના, વિયેતનામ અને બાંગ્લાદેશને થશે.
  3. મોડર્ન મશીનરીમાં આવેલું નવું રોકાણ ધોવાઇ જવાને કારણે બેંક એનપીએમાં વધારો થશે.
  4. કોવિડ– 19(Covid - 19 Textile industry) અને મંદીનો માર સહન કરીને માંડ માંડ બેઠો થયેલો વણાટ ઉદ્યોગ ફરીથી મરી પરવારી જશે, જેની ગંભીર અસર ગુજરાત રાજ્યની અર્થ વ્યવસ્થા ઉપર પણ પડશે.
  5. વણાટના 50 ટકા એકમો બંધ થવાની ભીતિ સર્જાવાને કારણે ઉદ્યોગકારો તેમજ તેમના પરિવારજનોના ભરણપોષણનો ઉપરાંત લાખો કારીગરો પાયમાલની ભીંતી ઉપસ્થિત થશે.
  6. બેરોજગાર કારીગરો રસ્તા ઉપર ઉતરી આવશે તો શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડશે.
  7. આયાત વધશે તો કાચો માલ બનાવનારા કાપડના ઉદ્યોગકારોનો વેપાર પણ બંધ થવાની ભીતી સર્જાશે.
  8. ફુગાવો વધશે અને માંગમાં ઘટાડો થશે.
  9. સરકારની આવકમાં ઘટાડો થશે અને ગુજરાતનો આર્થિક વિકાસ(Economic development of Gujarat) રૂંધાઇ જશે.

આ પણ વાંચોઃ ઠંડુ વાતાવરણ અને પ્રદૂષણ COPDના દર્દીઓના જોખમમાં કરે છે વધારો

આ પણ વાંચોઃ કેન્દ્રિય નાણા પ્રધાન નિર્મલા સીતારમણનું આહ્વાન- ઉદ્યોગ જગત જોખમ ઉઠાવે, ક્ષમતા નિર્માણમાં કરો રોકાણ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.