- 81ની ટીમે સમયસર પહોંચી યુવતીને બચાવી
- મહિલાઓની રક્ષા માટે અભયમ 181 મહિલા હેલ્પલાઈન સદૈવ ખડેપગે
- અભયમ ટીમ દ્વારા યુવતીને પરિવારને સોંપવામાં આવી
બારડોલી: મહિલાઓની રક્ષા માટે અભયમ 181 મહિલા હેલ્પલાઈન સદૈવ ખડેપગે રહી છે. સાથો સાથ સ્વજનો, પરિવાર અને જીવનનું મહત્વ સમજાવીને અનેક પરિવારોને વિખેરતા બચાવી લીધા છે. વ્યારાના સોનગઢ પાસેના ગામમાં રહેતા મિનાબેનને આત્મહત્યા કરે તે પહેલાં સમયસર અભયમ ટીમે બચાવ્યા હતા.
આ પણ વાંચોઃ અરવલ્લી જિલ્લાની 181 અભયમ ટીમે મહિલાને મોતના મુખમાંથી બચાવી
અભયમ ટીમ દ્વારા બારડોલીની યુવતીને બચાવવામાં આવી
બારડોલીમાં રેલવેના પાટા પર મિનાબેન ગુમસુમ બેસેલા હતા. તેમને પ્રશ્નો પૂછતા કઈ જવાબ ન મળતા એક ત્રાહિત વ્યક્તિએ 181 હેલ્પલાઈનને જાણ કરી હતી. અભયમ ટીમ તરત જ દર્શાવેલા સ્થળે પહોંચી હતી અને મહિલા સાથેની વાતચીતમાં જાણવા મળ્યું કે, યુવતી બારડોલીના એક યુવકને પ્રેમ કરતી હતી. જેને મળવા પરિવારના સભ્યોને જાણ કર્યા વિના બારડોલી આવી હતી. યુવકે પ્રેમનો અસ્વીકાર કરી ધુત્કારી કાઢતાં નાસીપાસ થયેલી મિનાએ આખરે આત્મહત્યા કરવાના વિચાર કર્યો હતો, ત્યારે 181ની ટીમે સમજણ આપી ઘર સુધી પહોંચાડી હતી. આત્મહત્યા જેવા પગલાંથી પરિવાર પર શું વિતશે એનો વિચાર કરવો જોઈએ. આમ, સમજાવ્યા બાદ યુવતી પરિવાર પાસે જવા તૈયાર થઇ હતી. અભયમ ટીમ દ્વારા યુવતીને પરિવારને સોંપવામાં આવી હતી. પોતાની દીકરીને સુરક્ષિત જોઈ પરિવારે અભયમ ટીમની સેવાનો આભાર માન્યો હતો.