ETV Bharat / state

સુરત: ગાંગપુર રેલવે ટ્રેક નજીકની ઝાડીઓમાંથી બેભાન હાલતમાં યુવતી મળી આવી - New Civil Hospital

પલસાણા તાલુકાના ગાંગપુર ગામની નજીક ઝાડીમાંથી એક યુવતી બેભાન હાલતમાં મળી આવી હતી. તેના શરીર પર અનેક ઇજાના નિશાનો હોવાથી તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં યુવતીની હાલત ગંભીર હોવાનું તબીબે જણાવ્યું હતું. હજી સુધી યુવતીની ઓળખ થઈ શકી નથી.

girl was found unconscious
ગાંગપુર ગામ નજીક રેલવે ટ્રેકની ઝાડીઓમાંથી બેભાન હાલતમાં મળી આવી યુવતી
author img

By

Published : Oct 13, 2020, 3:50 PM IST

સુરતઃ હાથરસની ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા બાદ સોમવારે બારડોલી નજીક પલસાણા તાલુકાના ગાંગપુર ગામે રેલવે ટ્રેકની બાજુની ઝાડીઓમાંથી એક અજાણી યુવતી મળી આવી હતી. તેમના શરીરે ગંભીર ઇજા સાથે બેભાન હાલતમાં મળી આવતા ચકચાર મચી હતી.

પોલીસે આ યુવતીને સ્થાનિક ગ્રામજનોની મદદથી 108 એમ્બ્યુલન્સ મારફતે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી. જ્યાં ઇજાગ્રસ્ત યુવતીની સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

girl was found unconscious
ગાંગપુર ગામ નજીક રેલવે ટ્રેકની ઝાડીઓમાંથી બેભાન હાલતમાં મળી આવી યુવતી

સોમવારે મોડી સાંજે ગાંગપુર ગામની સીમમાં એક યુવતી બેભાન હાલતમાં પડી હોવાની જાણ ગંગાધરા રેલવે સ્ટેશન માસ્ટરને થતા તેમણે RPF તેમજ પોલીસને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી યુવતીને નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. યુવતીને ડાબા પગે અને જમણા હાથમાં ફ્રેક્ચર ઉપરાંત દાંત પણ તૂટી ગયા હતા. તેણીને ગુપ્ત ભાગે પણ ઇજા હોવાથી તેની સાથે અજુગતું બન્યું હોવાની પણ સંભાવના સેવાઇ રહી છે. બીજી તરફ યુવતી ટ્રેનની અડફેટે આવી હોવાની પણ શક્યતા નકારી શકાય તેમ ન હોવાનું પોલીસ સૂત્રો જણાવી રહ્યાં છે.

પોલીસે જણાવ્યું હતું કે, યુવતીની ગાયનેકોલોજીસ્ટ દ્વારા મેડિકલ તપાસ કરવામાં આવી છે. જેમાં તેણી સાથે કોઈ અઘટિત ઘટના બની હોય તેવું પ્રાથમિક તબક્કે જણાતું નથી તેમ છતાં દરેક પાસાની તપાસ કરવામાં આવશે. આ સમગ્ર ઘટના અંગે પલસાણા પોલીસે જાણવા જોગ ફરિયાદ લઈ આગળની તપાસ હાથ ધરી છે. યુવતીની ઓળખ થઈ શકી ન હોય પોલીસની ટીમ દ્વારા આજુબાજુના ગામમાં વાલી વારસની શોધખોળ માટેની તાજવીજ હાથ ધરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.