ETV Bharat / state

કડોદરા નગરપાલિકાના બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેને નશાયુક્ત હાલતમાં દુકાનદાર સાથે દાદાગીરી કરી - Former Chairman of Kadodora Municipality Sanjay Sharma

કડોદરા નગર પાલિકાના બાંધકામ અને ગટર સમિતિના પૂર્વ ચેરમેન સંજય શર્માનો નશાની હાલતમાં દુકાનદાર સાથે જાહેરમાં અપશબ્દો બોલી રહ્યા હોય તેવો એક વીડિયો વાઇરલ થયો છે. જેમાં અહીં સંજય શર્માનું રાજ ચાલતું હોવાનું જણાવી અપશબ્દો બોલી રહ્યાનું નજરે પડે છે.

કડોદરા નગર પાલિકા
કડોદરા નગર પાલિકા
author img

By

Published : Jan 14, 2021, 5:42 PM IST

  • કડોદરા નગરપાલિકાના બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેને દુકાનદાર સાથે કરી દાદાગીરી
  • બે દિવસ પહેલા મિનરલ વોટરના વેપારી સાથે થયો હતો ઝગડો
  • ભાજપના જ એક કાર્યકર્તાએ સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ કર્યો

સુરતઃ જિલ્લાની કડોદરા નગર પાલિકાના બાંધકામ સમિતિ અને ગટર સમિતિના માજી ચેરમેન સંજય શર્મા નશાની હાલતમાં દુકાનદાર સાથે દાદાગીરી કરતા હોવાનો વીડિયો ભાજપના જ એક કાર્યકર્તાએ વાઇરલ કરી દેતા ભાજપમાં ચાલતો જૂથવાદ પણ સામે આવી ગયો હતો.

કડોદરા નગર પાલિકા
કડોદરા નગર પાલિકા
અપશબ્દો બોલી દુકાનનું શટર પણ બંધ કરી દીધુંકડોદરા નગરમાં આવેલા ક્રિષ્ના નગરમાં બે દિવસ અગાઉ સંજય શર્માએ મિનરલ પાણીનો વેપાર કરતા છેલા બાબુ સાથે કચરો કેમ બહાર નાખો છો એમ કહી ઝગડો કર્યો હતો. સંજય શર્મા તે સમયે નશામાં હોવાથી સમગ્ર વિસ્તારમાં જોરશોરથી અપશબ્દો બોલ્યા હતા અને પાણીનો વેપાર કરતા દુકાનદારની દુકાનનું શટર પણ જાતે બંધ કરી દીધુ હતું.અહીં સંજય શર્માનું રાજ ચાલે છે એમ કહી દુકાન બંધ કરી દીધી તેણે "અહીં સંજય શર્માનું રાજ ચાલે છે અને સંજય શર્મા કે રાજ મેં સબ પી રહા હે " તેમ કહી દુકાનદાર સાથે અપશબ્દો બોલ્યા હતા. દુકાનદારે માફી માંગી છતાં દુકાનદારને અપશબ્દ ઉચ્ચારી બબાલ ચાલુ કરી હતી. દુકાનદાર સાથે નશાની હાલતમાં બાબલ કરતો નગર સેવક સંજય શર્માનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ જતા લોકોએ સંજય શર્માની વર્તણુક સામે ભારે ફિટકાર વરસાવ્યો હતો. ભાજપ સંગઠને વીડિયો ડીલીટ કરાવ્યો બીજી તરફ આ વીડિયો ભાજપના જ એક કાર્યકર્તા દ્વારા વાઇરલ કરવામાં આવ્યો હોવાનું સામે આવતા જિલ્લા ભાજપ સંગઠન આગળ આવી આ વીડિયો ડીલીટ કરાવ્યો હતો. આ વીડિયો વાઇરલ થતા જ કડોદરા નગર ભાજપમાં ચાલતા જૂથવાદ સપાટી પર આવી ગયો હતો. જિલ્લા સંગઠને સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જૂથવાદનું ડેમેજ કંટ્રોલ કરવા કવાયત હાથ ધરી છે.

મેં પ્રજાની સમસ્યા માટે ઝઘડો કર્યો હતોઃ સંજય શર્મા

જોકે, આ મામલે સંજય શર્માએ ઝઘડા સમયે પોતે કોઈ ડ્રિન્ક કર્યું ન હોવાનું જણાવ્યું હતું. જે વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો તે વ્યક્તિ ગેરકાયદેસર નશીલા પદાર્થનું વેચાણ કરતો હતો અને કોઈ પણ લાયસન્સ વગર મિનરલ પાણીનો વેપાર કરે છે. તેણે વધુમાં કહ્યું કે, મેં પ્રજા માટે તેની સાથે ઝઘડો કર્યો હતો. વીડિયો વાયરલ કરનારને ભાજપમાંથી ટીકીટ જોઈતી હોય મને બદનામ કરવા આવું કૃત્ય કર્યું હોવાનું તેણે ઉમેર્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.