ETV Bharat / state

મેરેજ એનિવર્સરીના દિવસે મહિલા PSI એ 'જીવન જીવવું અઘરૂં બની ગયું છે, મારા મોત પાછળ કોઇ જવાબદાર નથી' લખી જીવન ટૂંકાવ્યું

મેરિજ એનિવર્સરીના દિવસે જીવન જીવું ઉઘરૂં બની ગયું છે, મારા મોત પાછળ કોઈ જવાબદાર નથી- એમ લખી સુરતની મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર દ્વારા આપઘાત કરવામાં આવ્યો છે. ઉધના પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઈએ દિલ્હી ગેટ ખાતે આવેલા ફાલસાવાડી ક્વાટર્સમાં રૂમ બંધ કરી પેટમાં સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી આપઘાત કરી લીધો હતો.

Etv Bharat, GUjarati News, Surat News
સુરતમાં મહિલા PSI નો આપઘાત
author img

By

Published : Dec 6, 2020, 7:56 AM IST

સુરત: મેરિજ એનિવર્સરીના દિવસે જીવન જીવું ઉઘરૂં બની ગયું છે, મારા મોત પાછળ કોઈ જવાબદાર નથી- એમ લખી સુરતની મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર દ્વારા આપઘાત કરવામાં આવ્યો છે. ઉધના પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઈએ દિલ્હી ગેટ ખાતે આવેલા ફાલસાવાડી ક્વાટર્સમાં રૂમ બંધ કરી પેટમાં સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી આપઘાત કરી લીધો હતો. તેમના આપઘાતના પગલે પોલીસ બેડામાં ચકચાર મચી છે, તો બીજી તરફ બનાવની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને સમગ્ર મામલે તપાસ શરુ કરી હતી.

પેટમાં સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી કર્યો આપઘાત

સુરતના ઉધના પોલીસ મથકમાં ફરજ બજાવતા 32 વર્ષીય અનીતાબેન જોશીએ દિલ્હી ગેટ ખાતે આવેલા ફાલસાવાડી ક્વાટર્સમાં રૂમ બંધ કરી પેટમાં સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી આપઘાત કરી લીધો હતો. મહિલા પીએસઆઈએ આપઘાત કરતા પહેલા રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો અને ત્યારબાદ પેટમાં ગોળી મારી આપઘાત કર્યો હતો. આ અંગે પોલીસને જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને દરવાજો તોડી રૂમમાં પ્રવેશ કર્યો હતો. જ્યાં મહિલા પીએસઆઈ મૃત હાલતમાં મળી આવ્યા હતા. બીજી તરફ તપાસ માટે એફ.એસ.એલ.ની ટીમ પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી અને મહિલા પીએસાઈના આપઘાતના પગલે તપાસ શરુ કરવામાં આવી છે.

સુરતમાં મહિલા PSI નો આપઘાત

જીવન જીવું ઉઘરૂં બની ગયું છે, મારા મોત માટે કોઈ જવાબદાર નથી

વધુમાં મહિલા પીએસઆઈએ આપઘાત કરતા પહેલા એક ડાયરીમાં બે થી ચાર વાક્યો લખ્યા હતા. જેમાં એક વાક્યમાં લખ્યું હતું કે જીવન જીવું ઉઘરૂં બની ગયું છે, મારા મોત માટે કોઈ જવાબદાર નથી, પરંતુ હાલ આ મામલે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

પતિ સચિન પોલીસ મથકમાં એમટી ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે

મહિલા પીએસઆઈ 2013થી ફરજ બજાવતા હતા. ઉધના પોલીસ મથકમાં છેલ્લા ચાર વર્ષથી ફરજ બજાવતા હતાં. ઉધના પોલીસ મથકમાં પટેલ નગર પોલીસ ચોકીનો ચાર્જ તેમની પાસે હતો. આજે પણ તેઓ નાઈટ ડ્યુટીમાં ઈન્વેસ્ટીગેશન ટીમમાં હતા અને સવારે ફરજ પરથી ઘરે ફાલસાવાડી ખાતે તેમના 103 નંબરના ફ્લેટમાં આવ્યાં હતાં. આ દિવસે તેમની મેરેજ એનિવર્સરી હતી. તેમના પતિ સચિન પોલીસ મથકમાં એમટી ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે. તેમને સંતાનમાં પાંચ વર્ષનો એક દીકરો પણ છે. હાલ મૃતકના ઘરને પોલીસ કાફલાએ કોર્ડન કરી લઈને વધુ તપાસ હાથ ધરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.