સુરતઃ સમગ્ર ગુજરાત સાથે પુરા દેશમાં લોકડાઉનની સ્થિતી છે, ત્યારે ડાયમંડસિટી સુરતના સુરતી લાલાઓ ઘરમાં ટકી નથી રહ્યા. સુરતીઓના ખાના જાણવા માટે સુરત શહેર પોલીસના ટ્રાફિક વિભાગના ડીસીપી પ્રશાંત સુમ્બેનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો. સુમ્બેએ પોતાની ટીમ પાસેથી બહાનાની યાદી જ્યારે માંગી તો ચોંકાવનારા બહાના સામે આવ્યા હતાં. કેટલાક તો કોમન બહાના હતાં, તો કેટલાક પોલીસને મૂંઝવણમાં મુકનારા હતાં, તો કેટલાક પર હસવુ આવે તેવા પણ છે.
આ ઉપરાંત પેટ્રોલ ભરાવા જવુ છે, અસ્થમા હોવાથી ફરજિયાત ચાલવું જ પડે છે એટલે વૉકિંગ કરવા નીકળ્યા છીએ, ઘણા આવશ્યક સેવા પાસ ધારકો પોતાના 2/4 વ્હીલ વાહનો ઉપર પાસ વગરના વધારાના માણસોને લઈ ને સેવા કરવાના કામે નીકળે છે અને તેઓને રોકીએ તો પોલિટિકલ કે અન્ય ભલામણ કરાવે છે.
બહાના પણ એવા હોય છે કે, એક તબક્કે પોલીસ પણ વિચારમાં પડી જાય છે. એકથી એક ચડિયાતા બહાના સુરતીઓ કહી રહ્યા છે એટલે કહી શકાય કે બહાનાખોર સુરતીઓ.