સુરત: દુનિયાભરમાં હીરા ઉદ્યોગના ભીષ્મપિતામહ તરીકે જાણીતા અરૂણકુમાર મહેતાનું મુંબઇમાં 80 વર્ષની વયે અવસાન થયું છે. તેમની ચિર વિદાયથી સમગ્ર હીરાઉદ્યોગમાં શોકની લાગણી છવાઇ ગઇ છે, ત્યારે સદ્દગતના માનમાં આજે હીરાનગરીના તમામ હીરા બજાર મહિધરપુરા હીરાબજાર, મીનીબજાર, સેફ ડીપોઝીટ વોલ્ટ તથા ડાયમંડ ફેકટરીઓ બંધ રહ્યા હતા.
હીરા ઉદ્યોગમાં ભીષ્મપિતામહ ગણાતા અરૂણકુમારનું નિધન, હીરા બજાર રખાયું બંધ ડાયમન્ડ કિંગ અરૂણકુમાર મહેતાનું અવસાન થતાં સુરત ડાયમંડ એસોસિયેશન અને GJEPCએ શ્રધ્ધાંજલી આપી છે. ગુજરાતના પાટણના નાનકડા ગામમાં જન્મેલા અરૂણ કુમાર મહેતા 20 વર્ષની વયે મુંબઇ આવી ગયા હતા. ત્યાં તેમણે નાના પાયે ડાયમંડ કટીંગએન્ડ પોલીશીંગનું યુનિટ શરૂ કર્યુ હતું. હીરા ઉદ્યોગના ભીષ્મપિતામહના નિધન બાદ આજે સુરતના તમામ હીરા યુનિટ, કારખાના બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
અરૂણ મહેતા થોડા દિવસ પહેલા તેમના ઘરના બાથરૂમમાં પડી ગયા હતા અને તેમને મુંબઇની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયાં તેમણે સોમવારે અંતિમ શ્વાસ લીધા હતા.
હીરા ઉદ્યોગમાં ભીષ્મપિતામહ ગણાતા અરૂણકુમારનું નિધન, હીરા બજાર રખાયું બંધ