- નિયોલ ગામના હત્યા પ્રકરણમાં આરોપીના જામીન નામંજૂર
- સામાન્ય બોલાચાલીમાં થઇ હતી હત્યા
- વર્ષ 2013માં થઈ હતી હત્યા
સુરત : જિલ્લાના પલસાણા તાલુકાનાં નિયોલ ગામે પાણીની ટાંકીની સામે શેરડી કાપવાના મજૂરોના પડાવમાં રહેતા અને મૂળ ડાંગના સોનિયા ભોયે તેમજ તેમના જ ગામના શુકરિયા પવાર વચ્ચે ગત 24 જાન્યુઆરી, 2013ના રોજ સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી. જે ઝગડામાં સોનિયાએ શુકરિયાને માથાના ભાગે લાકડીનો ફટકો મારી દીધો હતો. જેમાં તેમનું મોત થયું હતું.
આ પણ વાંચો - બારડોલીના નજીવી બાબતે યુવકની હત્યા
પોલીસે જ જમીનમાંથી મૃતદેહ બહાર કાઢી કરી હતી કાર્યવાહી
આ હત્યા કર્યા બાદ પુરાવાનો નાશ કરવા ફરિયાદ નોંધાવ્યા વગર, તેનો મૃતદેહ વતનમાં લઈ જઈને દફનાવી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ આ અંગે વિવાદ ઊભો થતા મૃતદેહ જમીનની બહાર કાઢી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં આરોપી સાનિયાની ધરપકડ કરવામાં આવી હતી.
બન્ને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ આ જામીન અરજી કોર્ટે નામંજૂર કરી
7 વર્ષ બાદ સાનિયાએ બારડોલી એડિશનલ સેશનકોર્ટમાં જામીન અરજી કરી હતી. જે અંગે એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ બી. એલ. ચૌધરીની કોર્ટમાં આ અરજીની સુનાવણી કરવામાં આવી હતી. આ કેસમાં ફરિયાદી પક્ષે સરકારી વકીલ જીતેન્દ્ર પારડીવાલાએ રજૂઆત કરી હતી. બન્ને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ આ જામીન અરજી કોર્ટે નામંજૂર કરી હતી.
આ પણ વાંચો - સુરતના બાબેન ગામમાં નજીવી બાબતે યુવકની હત્યા