- સુરતમાં પાંચ માધ્યમોમાં શિક્ષણ આપવામાં અપાય
- ગુજરાતી, હિંદી, મરાઠી, ઉર્દૂ અને ઉડિયા ભાષાઓમાં વિદ્યાર્થીઓને શિક્ષણ
- કોઈ કારણસર ઉર્દુ, ઉડિયા તથા અન્ય માધ્યમમાં કેટલાક વિષયના પાઠ્યપુસ્તકો અપાયા નથી
સુરત : શહેર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પાંચ માધ્યમોમાં શિક્ષણ આપવામાં આવે છે. ગુજરાતી, હિંદી, મરાઠી, ઉર્દૂ અને ઉડિયા ભાષાઓમાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવે છે. આ વખતે કોઈ કારણસર હજી સુધી વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો આપવામાં આવ્યા નથી. તેમાં ઉર્દુ, ઉડિયા તેમજ અન્ય માધ્યમોમાં કેટલાક વિષયના પાઠ્યપુસ્તકો કોઈ કારણસર આપવામાં આવ્યા નથી.
બે શિક્ષકો ઓડિશા પાઠ્યપુસ્તકો લેવા ગયા
શહેરમાં આવેલી ઉડિયા માધ્યમની કુલ 8 સ્કૂલો આવેલી છે. તેમાં કુલ 4,500 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. તેમાં ધોરણ-1થી 8ના વિદ્યાર્થીઓને હજી સુધી પાઠ્યપુસ્તકો આપવામાં આવ્યા નથી. આ માહિતી અનુસાર, દર વખતે ઓડિશાથી ત્યાં રાજ્ય સરકાર દ્વારા જે પુસ્તકો આપવામાં આવે છે. તે દર વખતની જેમ આ વખતે પણ હજી સુધી આપવામાં આવ્યા નથી. જેને કારણે ઉડિયા માધ્યમના બે શિક્ષકો દ્વારા ઓડિશા પાઠ્યપુસ્તકો લેવા માટે ગયા છે.
ઉડિયા માધ્યમની સ્કૂલોમાં ધોરણ-1થી 8ના વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો અપાયા નથી
સુરત શહેરમાં આવેલી ઉડિયા માધ્યમની સ્કૂલોમાં ધોરણ-1થી 8ના વિદ્યાર્થીઓને હજી સુધી પાઠ્યપુસ્તકો આપવામાં આવ્યા નથી. તેને લઈને વાલીઓ દ્વારા સ્કૂલોમાં જઈને પાઠ્યપુસ્તકો લેવા માટે આજીજી કરી રહ્યા છે તેમ જ નામ લખાવી રહ્યા છે. ઉડિયા માધ્યમમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીની માતા દ્વારા એમ જણાવવામાં આવ્યું હતું કે, હજી સુધી સ્કૂલ દ્વારા અમારા બાળકોને પાઠ્યપુસ્તક આપવામાં આવ્યા નથી. સ્કૂલ દ્વારા એમ જણાવવામાંં આવ્યું છે કે, અમે પાઠ્યપુસ્તકની સંખ્યા મૂકી આપી છે. આવતા દસ દિવસમાં આ પાઠ્યપુસ્તકો આવી જશે. પરંતુ હાલ અમારા બાળકોએ પણ પાઠ્યપુસ્તક વગર પરીક્ષાઓ આપી છે. અમારી ઓડિશા રાજ્ય સરકારને જણાવવામાંં આવ્યું કે, જલ્દીથી પાઠ્યપુસ્તકો અહીં મોકલવામાં આવે તેવી અમારી વિનંતી છે.
આ પણ વાંચો : રાજ્યમાં 70 ટકા પાઠ્યપુસ્તકોનું વિતરણ પૂર્ણ, 30 ટકા પુસ્તકો ટૂંક સમયમાં વિતરણ કરાશે
ઉર્દૂ માધ્યમમાં ત્રણ વિષયના પુસ્તકો આપવામાં આવ્યા
ઉર્દૂ માધ્યમની વાત કરવામાં આવે તો શહેરમાં ઉર્દૂ માધ્યમની કુલ 28 સ્કૂલો છે. તેમાં કુલ 19,000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. તે વિદ્યાર્થીઓને હજી સુધી વિજ્ઞાન, સમાજશાસ્ત્ર તથા ગણિતના પાઠ્યપુસ્તકો આપવામાં આવ્યા નથી. સૂત્રોએ આપેલી માહિતી અનુસાર, આ વખતે કોવિડ-19ના કારણે પાઠ્યપુસ્તકો વિદ્યાર્થીઓને આપવામાં કોઇ કારણસર લેટ થઈ ગયું હોય એમ માનવામાં આવી રહ્યું છે.
અભ્યાસક્રમ ચેન્જ થવાને કારણે પાઠ્યપુસ્તકો આવામાં થોડો સમય લાગ્યો
શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં બાકીના માધ્યમોમાં ફક્ત એક જ વિષયના પાઠ્યપુસ્તક આપવામાં આવ્યા નથી. જોકે, આ બાબતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન દ્વારા એમ જણાવવામાંં આવ્યું છે કે, જે બાળકોની એકમ કસોટી માટે નિયામકશ્રી તથા શિક્ષણ વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે કે, બાળકોને સમાજવિદ્યાનું પાઠ્યપુસ્તક જે અભ્યાસક્રમમાં છે. અભ્યાસક્રમ ચેન્જ થવાને કારણે પાઠ્યપુસ્તકો આવામાં થોડો સમય લાગ્યો છે. એની એકની પરીક્ષા પણ થોડા સમય પછી લેવામાં આવશે અને બાકીના વિષયની પરીક્ષાઓ લઈ લેવામાં આવશે.
આ પણ વાંચો : પાઠ્યપુસ્તકમાં ગંભીર છબરડો સામે આવતા કોંગ્રેસે સરકાર પર કર્યા પ્રહાર
પાઠ્યપુસ્તકો વિદ્યાર્થી સુધી પહોંચી જાય તેની માટે પ્રયત્નો સરકાર કરી રહી
તેઓએ વધુમાં એમ પણ કહેવામાં જણાવવામાં આવ્યું કે, રાજ્ય સરકારનો પૂરતો પ્રયત્ન ચાલી રહ્યો છે. કોવિંડમાં રાજ્ય અને દેશમાં ખુબ જ તકલીફ પડી હતી. જેને લઈને રાજ્ય સરકાર પણ ખૂબ જ ચિંતિત છે. ખૂબ જલદીથી પાઠ્યપુસ્તકો વિદ્યાર્થી સુધી પહોંચી જાય તેની માટે પ્રયત્નો કરી રહી છે. જે વિષય લઈને અભ્યાસક્રમ થયો છે તે પાઠ્યપુસ્તક પણ આવતા દસ દિવસની અંદર વિદ્યાર્થીઓને મળી જશે.
ધોરણ 1થી 8ના વિધાર્થી ઓનલાઈન અભ્યાસ કરી રહ્યા
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ધોરણ-1થી 8ના બધા જ માધ્યમોના પાઠ્યપુસ્તકો ઓનલાઇન "એક લવ્ય એપ્સમાં" સરળતાથી મળી શકે છે. જોકે, કહી શકાય છેે કે, હજી સુધી રાજ્ય સરકાર દ્વારા ધોરણ 1થી 8 સુધીની સ્કૂલો ખોલવાની મંજૂરી આપી નથી. ધોરણ 1થી 8ના વિધાર્થી ઓનલાઈન જ અભ્યાસ કરી રહ્યા છે. તેમને આ એક લવ્ય એપ્સમાંથી સરળતાથી ઓનલાઇન પાઠ્યપુસ્તકનો અભ્યાસ કરી શકે છે.
આ પણ વાંચો -
- જો આવું થયું તો જામનગરના બે કરોડના પાઠ્યપુસ્તકો પસ્તી બની જશે
- 'દુધના દાઝેલા છાશ ફુંકીને પીએ': ચોરીની ઘટના બાદ નવા પુસ્તકો ગોડાઉનમાં મુકવાની પાઠ્યપુસ્તક મંડળની મનાઈ
- પાઠ્યપુસ્તક મંડળમાં 25 વર્ષથી ચીપકી રહેલા કર્મચારી સાથે 18 કર્મીઓની બદલી, ફટાકડાં ફોડાયા
- Bogus government official: પાઠ્યપુસ્તક મંડળના તત્કાલીન નાયબ નિયામક લીંબચીયા 65 લાખનું ફૂલેકું ફેરવી અમેરિકા ભાગ્યાં
- પાઠ્યપુસ્તક મંડળમાં કૌભાંડ બાદ કરાયેલી બદલીના 3 મહિના બાદ કર્મચારીની વાપસી, અન્ય કર્મીઓમા છુપો રોષ
- ETV Impact: પાઠ્યપુસ્તક ચોરી મામલો, ગોડાઉનના સ્ટોર્સ મેનેજર સહિત 3 કર્મચારી સસ્પેન્ડ