- બાળક રમતા રમતા કારમાં લોક થઈ ગયો
- ઘટના નજીકમાં લાગેલ CCTV કેમેરામાં કેદ
- ગેરેજ ચાલક અને પોલીસે કર્યો રેસ્ક્યૂ
સુરત : શહેરના ઉધના વિસ્તારમાં રમતા રમતા બાળક પાર્ક કરેલી કારમાં લોક થઈ ગયો હતો. જે બાદ પોલીસ ઇન્સપેક્ટર અને ગેરેજ માલિક દ્વારા કારનો કાચ તોડી બાળકને સહી સલામત બહાર કાઢી તેના વાલીને સોંપવામાં આવ્યો હતો.
સચિન વિસ્તારમાં પણ રમતા રમતા કારમાં લોક થઈ જતા એક બાળકનું મોત થયું હતું
સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી. બાળક રમતા રમતા કારમાં બેસી ગયો હતો. જે કાર અંદરથી લોક થઈ જાય છે. જે બાદ નજીકમાં આવેલા ગેરેજના સંચાલક તથા અન્ય લોકોના ટોળા પણ એકત્રિત થઈ જાય છે. જે દરમિયાન ઉધના PI પેટ્રોલિંગમાં હતા. આ ટોળા જોઈને ટોળાને દૂર કરી બચાવ કાર્યમાં જોડાયા હતા. જે બાદ કારનો કાચ તોડી બાળકને સહી સલામત બહાર કાઢી લેવાયો હતો. જે બાદ બાળકને તેના માતા પિતાને સોંપી દેવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં સચિન વિસ્તારમાં બાદ રમતા રમતા કારમાં લોક થઈ જતા મોતને ભેટ્યો હતો.