- ઝાડ પર લટકતી હાલતમાં મળ્યો યુવકનો મૃતદેહ
- આત્મહત્યા કરી હોવાની આશંકા
- પોલીસ તપાસ હાથ ધરાઇ
સુરત : સુરતના પાંડેસરામાં જય-કૃષ્ણ સોસાયટી છે. આ સોસાયટી પાસે ખુલ્લું મેદાન આવેલું છે. આ ખુલ્લા મેદાનમાં ઝાડી-ઝાખરામાં ઝાડ પર લટકતી હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. સવારમાં સ્થાનિકોએ મૃતદેહને લટકતી હાલતમાં જોતા પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ યુવકે આત્મહત્યા કરી હોય તેવી આશંકા સેવાઈ રહી છે. આત્મહત્યાનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.
આત્મહત્યાનું કારણ જાણવા પોલીસ તપાસ શરુ
યુવકનું નામ રાકેશ સીતારામ યાદવ હોવાનું જાણવા મળ્યું છે. મૃતકનું કારણ જાણવા પોલીસે તપાસ શરુ કરી દીધી છે. પરંતુ તે વિસ્તારમાં આ પ્રકારે લટકતી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગયો હતો.