- દુર્ગંધ આવતા તપાસ કરી તો યુવકની મૃતદેહ લટકી રહ્યો હતો
- ત્રણ દિવસથી રૂમ બંધ હતો
- યુવક એકલો રહી કડિયા કામ કરતો હતો
સુરત : બારડોલીના ક્રિષ્ના નગર ભાડેના રૂમમાં રહેતા મૂળ રાજસ્થાનના યુવકની ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. રૂમમાંથી દુર્ગંધ આવતી હોય પાડોશીઓએ મકાન માલિકને જાણ કરી તપાસ કરતાં યુવકનો મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યો હતો.
મૃતકનો પરિવાર રાજસ્થાનમાં રહે છે
બારડોલીના ક્રિષ્ના નગરમાં ભાડેના રૂમમાં એકલો રહેતો ઓમ પ્રકાશ રંગલાલ પ્રજાપતિ કડિયાકામ કરતો હતો. તેનો એક પુત્ર સુરતમાં ટેક્સ્ટાઈલ માર્કેટમાં નોકરી કરે છે, જ્યારે પરિવારના અન્ય સભ્યો રાજસ્થાનમાં રહે છે. શુક્રવારના બપોરના સમયે તેના રૂમમાંથી તીવ્ર દુર્ગંધ આવતી હોવાથી આજુબાજુના રહીશોએ તપાસ કરતાં રૂમ અંદરથી બંધ હતો. આથી પડોશીઓએ મકાન માલિકને જાણ કરી હતી.
આ પણ વાંચોઃ બે દિવસ અગાઉ આત્મહત્યા કરનારા કાંકરેજના યુવકનો મૃતદેહ મળી આવ્યો
આત્મહત્યાનું કારણ જાણી શકાયું નથી
મકાન માલિકે બારીમાંથી જોતાં પ્રકાશ પ્રજાપતિનો મૃતદેહ લટકતો જોવા મળ્યો હતો. તેમણે પોલીસને જાણ કરતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે ફાયરની ટીમ સાથે દરવાજાનું લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને પંખા સાથે લટકી રહેલા યુવકના મૃતદેહને ઉતારી તેને પોસ્ટ મોર્ટમ માટે લઈ જવામાં આવ્યો હતો. યુવકે કયા કારણોસર ગળે ફાંસો ખાધો તે હકીકત જાણી શકાઇ નથી. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ વંથલીના યુવકે વીડિયો બનાવી કરી આત્મહત્યા