ETV Bharat / state

સુરત ACBની ટીમે માંગરોળ મામલતદારને રંગે હાથ લાંચ લેતા ઝડપી પાડ્યો

author img

By

Published : Jul 16, 2020, 9:23 PM IST

ભ્રષ્ટ્રાચારનું પ્રમાણ દિવસેને દિવસે વધતુ જોવા મળી રહ્યું છે. ત્યારે સરકારી અધિકારી કે કર્મચારી લાંચ લેતા ઝડપાય તે કોઈ નવી બાબત રહી નથી. એક આવી જ ઘટના સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં બની હતી. માંગરોળ મામલતદારે જમીન માપણી માટે 1 લાખની લાંચ માંગી હતી.

 ACBની ટીમે સુરત-માંગરોળ મામલતદારને લાંચ લેતા રંગે હાથ ઝડપ્યો

સુરતઃ જિલ્લામાં સરકારી અધિકારી કે કર્મચારી લાંચ લેતો ઝડપાય તે કોઈ નવી બાબત નથી. ભ્રષ્ટ્રાચારનું પ્રમાણ એટલી હદે વધી ગયું છે કે, કોઈ સરકારી કચેરીમાં લાંચ આપ્યા વગર તમારું કામ આગળ વધતું નથી. બુધવારના રોજ આવો જ એક કિસ્સો સુરત જિલ્લાના માંગરોળ તાલુકમાં જોવા મળ્યો હતો. માંગરોળ મામલતદારે જમીન માપણી માટે 1 લાખની લાંચ માગી હતી. પરંતુ એક જાગૃત નાગરિકે ACBમાં ફરિયાદ કરતા ACBએ લાંચિયા મામલતદારને રંગે હાથે ઝડપી પાડ્યા હતો.

માંગરોળ તાલુકાનાં મામલતદાર જમીન માપણીના કેસમાં લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપાયો, જમીન માપણી માટે 25 હજારની લાચ સ્વીકારતા સુરત ગ્રામ્ય ACBની ટીમે તેને રંગે હાથે ઝડપી પાડ્યો હતો. જેને લઇ લાંચિયાઓમાં ફફડાટ પ્રસરી ગયો છે.

માંગરોળ તાલુકામાં એક શખ્સની જમીન માપણી કરવાની હતી. જે અંગે તેઓ માંગરોળ મામલતદાર મંગુભાઈ મોહનભાઈ વસાવા (રહે, પ્રમુખપાર્ક) સોસાયટી, વેલકમનગર સોસાયટી પાસે, ગડખોલ પાટિયા, અંકલેશ્વર, ભરૂચને રૂબરૂ મળ્યા હતા. જેથી મામલતદારે જમીન માપણીનો ઓર્ડર કઢાવવા માટે 1 લાખ રૂપિયાની માંગણી કરી હતી.

ત્યારબાદ લાંબી રકઝકના અંતે 75 હજારમાં બંને વચ્ચે ડીલ થઈ હતી અને જમીન માપણી અંગેની અરજી આપવા આવે ત્યારે મામલતદારે 25 હજારની રકમ લઈ આવવા જણાવ્યુ હતું. જો કે, ફરિયાદી જે રકમ આપવા શક્ષમ ન હતો. જેથી તેણે સુરત ગ્રામ્ય SOG પોલીસને જાણ કરતાં SOG પોલીસે છટકું ગોઠવ્યું હતું. જેમાં માંગરોળ મામલતદાર આ લાચની રકમ સ્વીકારતા ACBના હાથે ઝડપાય ગયો હતો. સમગ્ર મામલે ACB દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.