ETV Bharat / state

બારડોલીમાં તસ્કરોનો આતંક, 7 દુકાનોના તાળાં તૂટ્યા

બારડોલીના તેન ખાતે આવેલી GIDCમાં 7 દુકાનોના તાળા તૂટ્યા હતા. જે પૈકી એક એન્જીનયરીંગ વર્ક્સ કંપનીની ઓફિસમાંથી રૂપિયા 85 હજાર રોકડાની ચોરી થઈ ગઈ હતી. આ ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

બારડોલીમાં
બારડોલીમાં
author img

By

Published : Mar 7, 2021, 7:04 PM IST

  • એક ઓફિસમાંથી 85 હજારની ચોરી
  • ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ
  • 7 દુકાનોના તાળા તૂટ્યા

સુરત: બારડોલીની તેન જીઆઇડીસી વિસ્તારમાં તસ્કરોએ ફરી એક વખત આતંક મચાવ્યો હતો. વિસ્તારમાં આવેલી ઓફિસ, દુકાન અને શો રૂમ સહિત કુલ 7 મિકલતોના તાળાં તોડી ચોરીને અંજામ આપ્યો હતો. એક ઓફિસમાંથી રૂ. 85 હજાર રોકડાની ચોરી થતાં પોલીસે અજાણ્યા શખ્સો સામે ચોરીનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે આગળની તપાસ હાથ ધરી છે.

બારડોલીમાંબારડોલીમાં
બારડોલીમાં

એન્જીનયરીંગ વર્ક્સની ઓફિસમાંથી 85 હજારની ચોરી

બારડોલીના શાસ્ત્રી રોડ પર નીલાંજન બંગલોઝમાં રહેતા અશ્વિનભાઈ બાબુભાઈ પંચાલ તેન જીઆઇડીસીની સામે ઓનેસ્ટ આયર્ન એન્ડ એન્જીનિયરીંગ વર્કસ પ્રા.લી. નામથી કંપની ચલાવે છે. શનિવારે સવારે ઓનેસ્ટ આયર્ન એન્ડ એન્જીનિયરીંગ વર્કસ પ્રા.લી.ના મેનેજર મોતીભાઈ રામકારણ મોરિયા ઓફિસમાં આવતા ઓફિસની બારીની ગ્રીલ તૂટેલી હતી. અને ઓફિસમાં સામાન વેરવિખેર પડેલો હતો. ઓફિસના ટેબલના ડ્રોવરનું તાળું તૂટેલું હતું અને અંદર મૂકેલા રૂપિયા 85 હજાર રોકડા ગાયબ હતા.

અન્ય 6 દુકાનોને પણ નિશાન બનાવી

આ ઉપરાંત GIDCમાં આવેલી અન્ય દુકાનો નિરંજન પટેલની યામાહા કંપનીનું શો રૂમ, સુમિતભાઈ સુશિલભાઈ શાહની આર.ઑ. સિસ્ટમ, કેયૂરભાઈ રામુભાઈ પટેલની ન્યુ યુવા વોટર ટેક્નોલૉજી, બારડોલી બાગાયત સહકારી મંડળી લી, પ્રફુલ રમેશશંકર પંચાલનું ફિલ્ટર પ્લાન્ટ અને આર 9 સિટી શોરૂમમાં તાળાં તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો. જો કે તેમાંથી કોઈ ચોરી થઈ ન હતી. ઘટના અંગે બારડોલી પોલીસે અશ્વિન પંચાલની ફરિયાદને આધારે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.