સુરતના વરાછા બોમ્બે માર્કેટ રોડ સામે આવેલા પાર્ટીચાલની ખુલ્લી જગ્યામાંથી ટેમ્પાની ચોરી કરી અજાણ્યા ઈસમો ફરાર થઇ ગયા હતા. આ ઘટના ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઇ જવા પામી હતી.
CCTV માં દેખાઈ રહ્યું છે કે, 3થી 4 જેટલા ઈસમો ટેમ્પાની ચોરી કરી લઇ જઈ રહ્યા છે. ટેમ્પામાં 200સિમેન્ટની ગુણ હતી. તસ્કરોએ સિમેન્ટની ગુણની ચોરી કરી ટેમ્પાને બિન વારસી હાલતમાં મૂકી દીધો હતો.
આ બનાવની જાણ થતા ટેમ્પોના માલિકે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. હાલ આ મામલે વરાછા પોલીસે CCTV ફૂટેજ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.