સુરતઃ શ્રી સહકાર એજ્યુકેશન ટ્રસ્ટ, સુરત સંચાલિત કેમ્પસ શ્રી ધન્વંતરી ઇન્ટરનેશનલ સ્કૂલ, શ્રી ધન્વંતરી ફાર્મસી કોલેજ, શ્રી ધન્વંતરી કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી, ધન્વંતરી ફાર્માસ્યુટીકલ એનાલીસીસ એન્ડ રિસર્ચ સેન્ટર સફળતા પૂર્વક કાર્યરત છે. જેમાં આજે શ્રી ધન્વંતરી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ઓલપાડ તાલુકાનો શાળાકીય રમતોત્સવ યોજાઈ ગયો.
વોલીબોલ ટૂર્નામેન્ટઃ વોલીબોલ રમત માટે અન્ડર 14, 17, 19 ભાઈઓ-બહેનો માટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકાની બધી શાળાના મળીને કુલ 408 રમતવીરોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં તાલુકાના કન્વીનર ઉમેશભાઈના નેજા હેઠળ વ્યાયામ શિક્ષક મિત્રો અને યજમાન તરીકે શ્રી ધન્વંતરી ફાર્મસી કોલેજના પ્રિન્સીપાલ ડો.એમ એન નુલવી પધાર્યા હતા.
સૌ પ્રથમવાર અમારી શાળામાં તાલુકા કક્ષાના રમતોત્સવ નું આયોજન થયું છે.જેનો અમને ખૂબ જ આનંદ છે.ઓલપાડ તાલુકાની અલગ અલગ શાળાના વિધાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો છે.તાલુકા કક્ષાના રમતોત્સવ ને લઈને શાળા પરિવાર દ્વારા ખાસ વ્યવસ્થાઓ પણ ઊભી કરવામાં આવી છે. રમતોત્સવ ને લઈને છેલ્લા ઘણા દિવસોથી વિદ્યાર્થીઓએ તૈયારીઓ કરી રહ્યા હતા...રૂપાબેન રજનીશ જૈન(વાઈસ પ્રિન્સિપાલ, શ્રી ધન્વંતરી ઈન્ટ.સ્કૂલ)
એથ્લેટિક સ્પર્ધાઓઃ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના કર્મચારીઓએ મહત્વનો ભાગ ભજવ્યો હતો. ધન્વંતરી ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સીપાલ જે. મુથુલક્ષ્મી લાવન્યા અને સહયોગી રૂપા જૈન અને શાળાના પી. ટી શિક્ષક હિતેશ સોમવંશી અને અઝીઝ શેખે આ રમતોત્સવને સફળ બનાવવા મહત્વનો ફાળો રહ્યો હતો. આ રમતોત્સવ હેઠળ આગામી તા. 04/09/2023 ના રોજ અહી એથ્લેટિક સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવેલ છે.