સુરત: ગુજરાત સરકાર તરફથી એક પછી એક સ્પર્ધાત્મક પરીક્ષાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તે જ રીતે આજરોજ સુરત સહીત રાજ્યભરમાં તલાટીની પરીક્ષા યોજવામાં આવી છે. સુરતમાં 74940 જેટલાં ઉમેદવારો 190 શાળા અને 26 કોલેજના 2,498 પરીક્ષા ખંડમાં બપોરે 12:30 થી 1:30 વચ્ચે પરીક્ષા આપશે. દરેક કેન્દ્ર પર 1 નિયામક 1 બોર્ડ પ્રતિનિધિ અને 1સીસીટીવી ઓબ્સવર્સ તેમજ કુલ 49 રૂટ સુપરવાઇઝર અને આસિસ્ટન રૂટ સુપરવાઇઝર હશે.
પોલીસ સુરક્ષા સાથે ઉમેદવારો 216 કેન્દ્રોમાં પરીક્ષા આપશે: પરીક્ષા માં ગેરરીતિ ન થાય તે માટે પોલીસ બન્દોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જે ગાડીઓમાં પેપરો પરીક્ષા કેન્દ્ર સુધી લઈ જવામાં આવી રહ્યા છે તેમાં એક એક પોલીસ કર્મચારીઓને પણ સાથે રાખવામાં આવ્યા છે. તે ઉપરાંત શાંતિપૂર્ણ રૂપે પરીક્ષા સંપન્ન થાય તે માટે વર્ગ 2ના નાયબ કક્ષાના 15 કોઓર્ડિનેટરોની નિમણૂક કરાઇ છે. તેઓ તમામ પરીક્ષા કેન્દ્ર ઉપર સંચાલન કરશે.
સુરત જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.વસાવા જણાવ્યું કે, આજરોજ ગુજરાત જિલ્લા પંચાયત સેવા બોર્ડ દ્વારા તલાટી કમમંત્રી ની પરીક્ષા થવા જઈ રહી છે ત્યારે સુરત સહિત જિલ્લાઓમાં
74940 જેટલાં ઉમેદવારો આપશે તલાટીની પરીક્ષા આપશે. આ તમામ ઉમેદવારો 216 કેન્દ્રોમાં 2498 વર્ગખંડમાં પરીક્ષા આપશે. અહીંથી જે પેપરો રવાના કરવામાં આવ્યા છે. એની માટે માટે 49 જેટલાં રૂઠ નક્કી કરવામાં આવ્યા છે.પેપર અહીંથી નીકળે અને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચે ત્યાં સુધી સતત વિડીયોગ્રાફી કરવામાં આવી રહ્યું છે.તે ઉપરાંત પરીક્ષાથી સુધી પેપર પહોંચે ત્યાં સુધી સતત સીસીટીવી ફૂટેજ ના આધારે તેનું રેકોર્ડિંગ કરવામાં આવી રહ્યું છે.કોઈપણ પ્રકારે ગેરરીત ન થાય તેની માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.