સુરત: માંડવી તાલુકાના તડકેશ્વર ગામે રહેતી પરિણીતાએ પોતાના પતિને ઘરમાં પૈસા આપતાં નથી. એવું કહેતા ઢીક્કા મુક્કીનો માર માર્યો હતો. ત્યારબાદ પરિણીતાએ સાસુ અને નણંદ અને પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
આગળની તપાસ હાથ ધરી: ફરિયાદમાં આપેલી માહિતી જણાવ્યા અનુસાર મને ઘરનું તથા છોકરાઓનું પુરુ કરવામાં તકલીફ પડે છે. આટલું સાંભળતા જ પતિ અબ્દુલ રહેમાન નાલાયક ગાળો આપવા લાગ્યો હતો. ફરિયાદીના સાસુ ફાતેમાબહેન રફીકભાઈ ચૌહાણ તથા નણંદ ફજીલાબહેનને સુલેમાન નાનાબાવા કહેવા લાગ્યા હતાં કે ઘરમાં રૂપિયા નથી તો તારા પિતા પાસેથી લઈ આવ અને ઘરનું પુરુ કર. ત્યારબાદ પતિ તથા નણંદે ઢીક્કા મુક્કીનો માર માર્યો હતો. પતિ ઘરની બહાર નીકળી ગયા હતાં. ફરિયાદી સુરેયાબાનુએ પતિને ફોન કરતાં ગાળાગાળી કરી છુટાછેડા લેવા છે. એવું જણાવેલ જ્યારે પરિણીતા પિયરમાં ગઈ હતી. જે અંગે માંડવી પોલીસને જાણ કરતાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
અંગત ફોટો વાયરલ: અન્ય બનાવની વાત કરીએ તો થોડા મહિના અગાઉ સુરત જિલ્લાના બારડોલીના સુરાલી ગામે રમેશ ઉર્ફે રામુ મિશ્રાના નામથી ઓળખાતા વ્યક્તિએ પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું ફરિયાદ નોંધાઈ હતી. પરિણીતાની ફરિયાદના આધારે બારડોલી ગ્રામ્ય પોલીસે દુષ્કર્મ આચરનાર હવસખોર રમેશ ઉર્ફે રામુ મિશ્રાની ધરપકડ કરી લીધી. વાસના ભૂખ્યા રામુએ દૂરના સંબંધીની એક પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યું હતું. એટલું તો ઠીક પણ તેના અંગત ફોટો પણ વાયરલ કરવાની ધમકી આપતો હતો.
વોટ્સએપ ગ્રૂપમાં શેર: આખરે પરણિતાએ કંટાળી બારડોલી ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ આપી હતી. પરણિતા અને તેના પરિવારજનો પણ રામુ મિશ્રાની હરકત અને ત્રાસથી થાકી ગયા હતા. હવસ ભૂખ્યા રામુ મિશ્રાને પાઠ ભણાવવાનું નક્કી કર્યું હતું. બારડોલી ગ્રામ્ય પોલીસે ગુનો દાખલ કર્યો હતો. ત્યારબાદ હવસખોર રામુ મિશ્રાની ધરપકડ કરી લીધી હતી.