સુરત: વાવાઝોડા બિપોરજોય સુરત જિલ્લા દરિયા કાંઠા કિનારે મોટી અસર નહીં કરશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ આગાહીના કારણે સુરત જિલ્લા તંત્રએ હાશકારો અનુભવ્યો છે તેમ છતાં તંત્ર એલર્ટ મોડ પર છે. વાવાઝોડાના કારણે આગામી 10 થી લઈને 13 જૂન સુધી દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. આ સાથે કાંઠા વિસ્તાર સહિત અન્ય જગ્યાએ 30થી 40 કિલોમીટર ઝડપી પવન ફૂંકાઈ શકે તેવી આશા હવામાન વિભાગે કરી છે.
તાપમાનમાં ફેરફાર જોવા મળશે: અરબી સમુદ્રમાં સક્રિય થયેલા વાવાઝોડા બિપરજોય ઝડપભેર ગુજરાત તરફ આવતા જોઈ તારીખ 9 એટલે આજથી સુરત શહેર જિલ્લાના બે બીજ ડુમસ અને સુવાલી તેમજ ડબારી સહિતના દરિયા કાંઠા પર લોકોને જવા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે. સાથે સુરત જિલ્લાના તમામ 42 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સુરત કામરેજ ખાતે એક એસઆરપીની ટીમને સ્ટેન્ડ બાય મૂકવામાં આવી છે. વાવાઝોડાના કારણે શુક્રવારથી તાપમાનમાં ફેરફાર જોવા મળશે. શક્યતાઓ છે કે વાદળછાયા વાતાવરણને કારણે તાપમાન ઘટશે.
આયોજનની સમીક્ષા: સુરત શહેર જિલ્લા કલેકટર કચેરી પાસેથી મળતી માહિતી મુજબ તમામ બીજને બંધ કરી દેવાયા છે અને અધિકારી તેમજ કર્મચારીઓને હેડ ક્વાટર્સ ન છોડવા આદેશ કરવામાં આવ્યા છે. 10 જૂન સુધીમાં વાવાઝોડા ગુજરાત પહોંચે તે સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. વાવાઝોડાની અસર ન થાય આ માટે રાહત તેમજ બચાવવાની કામગીરી કઈ રીતે કરી શકાય તે અંગે આયોજનની સમીક્ષા અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કરવામાં આવી ચૂકી છે. અધિકારીઓ સાથે પોલીસ અને ફાયર બ્રિગેડને પણ સ્થિતિમાં પહોંચી જવા માટે એલર્ટ કરવામાં આવ્યા છે. મજુરા ઓલપાડ 84 તાલુકાના જે ગામો છે ત્યાં લોકોને આ વાવાઝોડા અંગે તમામ પ્રકારની માહિતી આપવામાં આવી છે અને આશરે સ્થાન અંગે પણ એનાઉન્સમેન્ટ કરી દેવામાં આવ્યા છે.