- ધોરણ 10 પાસ યુવાને MD ડ્રગ્સ બનાવવા લેબોરેટરી બનાવી દીધી
- આરોપી અનેક ડ્રગ્સ પેડલર સાથે સંપર્કમાં છે
- સહેલાઇથી કમાવા માટે સિન્થેટિક ડ્રગ્સ બનાવવા કાવતરું રચ્યું
સુરત : પૂણા નિયોલ ચેક પોસ્ટ પાસેથી પકડાયેલ ડ્રગ્સના કેસમાં સંડોવાયેલ મુખ્ય સુત્રધાર જૈમીન સવાણીની સરથાણા ખાતે આવેલ ઓફીસમાંથી M.D. ડ્રગ્સ તૈયાર કરવા માટે ઉભા કરાયેલા લેબોરેટરી સેટઅપને સુરત પોલીસે ઝડપી પાડયાં ( Synthetic Drugs laboratory Set up Accused jaimin savani caught by Surat SOG ) છે. 9 નવેમ્બરના રોજ સુરત પુના નિયોલ ચેકપોસ્ટ પરથી આરોપી પ્રવીણકુમાર બલવંતારામ બિસ્નોઈને સુરત શહેર એસ.ઓ.જી. દ્વારા મેથાએફેટામાઈન ડ્રગ્સ વજન 58,530 ગ્રામ કિ.રૂ.5,85,300ની મતા સાથે સુરત શહેર એસ.ઓ.જી. દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. આ ડ્રગ્સ સુરત ખાતે રહેતા વોન્ટેડ આરોપી જૈમીન સવાણી દ્વારા મંગાવવામાં આવેલ હોવાનું સામે આવ્યું હતું.
આગવી ઢબે પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી
પોલીસને બાતમી મળી હતી કે વોન્ટેડ આરોપી જૈમીન હાલ ભાવનગર જિલ્લાના ઉમરાળા ગામ ખાતે છે. જેથી આ આરોપીને તાત્કાલીક ઝડપી પાડવા એસઓજી ટીમ ભાવનગર ઉમરાળા ખાતે રવાના થઈ હતી અને આરોપી જૈમીન છગનભાઈ સવાણીને ઝડપી ( Synthetic Drugs laboratory Set up Accused jaimin savani caught by Surat SOG ) સુરત લઇ આવી હતી. ઉચ્ચ અધિકારીઓએ આરોપીની આગવી ઢબે પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે પોતાને લોકડાઉન દરમિયાન ડ્રગ્સની લત લાગી જતાં તે રાજસ્થાન ખાતેથી ડ્રગ્સ ( Drugs ) મગાવી નશો કરતો હતો.
ઓફીસમાં મીની લેબોરેટરી ઉભી
આ સમગ્ર મામલે સુરત પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે જૈમીન ડ્રગ્સનું ( Drugs ) ચોરીછૂપીથી વેચાણ પણ કરતો હતો. ત્યારબાદ તેને એમ.ડી, ડ્રગ્સ જાતે બનાવવાનો વિચાર આવતા યુ-ટ્યુબ ઉપરથી ડ્રગ્સ બનાવવાના વિડિયો જોઈ તેના માટે જરૂરી રો-મટિરિયલ અને લેબોરેટરીના સાધનો ઓનલાઈન મંગાવી તેની સરથાણા વિસ્તારમાં આવેલ ઓફીસમાં મીની લેબોરેટરી ઉભી કરી દીધી હતી. તેની સરથાણા જકાત નાકા, મીતુલ ફાર્મ રોડ પરમ સ્કુલની બાજુમાં, રાજવીર શોપીંગ સેન્ટર ઓફીસ નંબર 207માં રેઇડ કરતા આરોપીની ઓફીસમાંથી ડ્રગ્સ બનાવવા ઉપયોગમાં લેવામાં આવતું કેમીકલ પાવડર, લીક્વીડ તેમજ લેબોરેટરીના સાધનો મળી આવતા કબજે કરવામાં આવ્યાં છે.
જપ્ત સાધનો તથા કેમીકલ/પાવડરની વિગત
ચીપીયો , હોલ્ડર , સપોર્ટર , નોઝલ , ક્લેઇમ , કાચના બુચ
મોનોમીથાઇલ અમાન કેમીકલ પાઉડર 22,500 કીલો ગ્રામ
METHANOL M0151 લીક્વીડ - 1.75 લીટર
P- BENZOQUINONE FOR SYNTHESIS કેમીકલ પાવડર 200 ગ્રામ
કાચના નાના - મોટા બિકર નંગ -3
કાચના અલગ અલગ આકારના ક્લાસ નંગ -2
કાચના એડોપ્ટર નંગ -1
કાચની કસનળી નંગ -1
કાચના કનેક્ટર નંગ -3
કાચની બરણી નંગ -1
ઇલેક્ટ્રીક સગડી -1
ઇલેક્ટ્રીક મોટર -1
ઇલેક્ટ્રીક વજન કાંટો -1
તમામ વસ્તુઓ ઓનલાઇન ઇન્ડિયા માર્ટથી મગાવી
પોલીસ કમિશનર અજય તોમરે ( Police Commissioner Ajay Tomar ) વધુમાં જણાવ્યું હતું કે, આરોપીએ તમામ વસ્તુઓ ઓનલાઇન ઇન્ડિયા માર્ટથી ( India Mart ) મગાવી હતી. આરોપીની વધુ પૂછપરછ કરી તેની સાથે આ ગુનામાં અન્ય કોણ - કોણ આરોપીઓ સામેલ છે તેમજ તેણે આ કેમીકલ તથા પાવડર ક્યાંથી અને કેવી રીતે મગાવેલ છે તે બાબતે ઉંડાણપૂર્વકની તપાસ કરી આ રેકેટની પાછળ રહેલ તમામ ઇસમો અંગે તપાસ કરવામાં આવશે. આરોપી મોટા જથ્થામાં ડ્રગ્સ ( Drugs ) બનાવે તે પહેલાં જ તેની લેબોરેટરી ઝડપી પાડી ડ્રગ્સની બદીને સુરત શહેરમાં ફેલાતી અટકાવવામાં શહેર પોલીસને સફળતા મળી છે . સુરત શહેરમાં આવી ડ્રગ્સની પ્રવૃતિ સાથે સંકળાયેલ તમામ ઇસમો ઉપર કડક કાર્યવાહી કરી ( War Against Drugs ) સુરત શહેર પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલ “ No Drugs In Surat City” અભિયાનને સંપુર્ણ રીતે સાર્થક કરવા માટે સુરત શહેર પોલીસ કટિબદ્ધ છે.
આ પણ વાંચોઃ War Against Drugs : સુરત SOGએ 58.530 ગ્રામ MD ડ્રગ્સ સાથે રાજસ્થાની યુવકને ઝડપી પાડ્યો
આ પણ વાંચોઃ સુરત ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, 19.62 લાખ રૂપિયાના ડ્રગ્સ સાથે 3 આરોપીની ધરપકડ