- સુરતમાં સફાઈ કામદારો હડતાળ પર ઊતર્યા
- કાજીપુરા ખાતે સફાઈ કામદારોએ કર્યો વિરોધ
- ડિમોલિશનનો વિરોધ કરી બોલાવી રામધૂન
સુરત: સુરત મહાનગર પાલિકાની કચેરીમાં અર્ધનગ્ન હાલતમાં કાજીપુરા વાલ્મિકી સફાઈ કામદારોએ વિરોધ નોંધાવ્યો હતો. સ્ટાફ આવાસના ડિમોલિશનનો વિરોધ કરવા સાથે ડિમોલિશન સામે વૈકલ્પિક જગ્યાની માગ સાથે આ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
ડિમોલિશન મુદ્દે સફાઈ કામદારોએ કર્યો વિરોધ
સુરત મહાનગર પાલિકાની કચેરી બહાર સફાઈ કામદારો હડતાળ પર બેઠા હતા. સ્ટાફ આવાસના ડિમોલિશનના વિરોધની સાથે સાથે ડિમોલિશન સામે વૈકલ્પિક જગ્યાની માગ કરવામાં આવી હતી. જો ડિમોલિશન કરવામાં આવશે તો કાજીપૂરા વાલ્મિકી ચાલના 44 પરિવારોને આની અસર થશે અને તેઓ બેઘર થઈ જાય તેમ છે. આથી હાલ જે જગ્યાએ આવાસ છે તેને ડિમોલિશન કરી તે જગ્યાએ બીજા આવાસની માગણી સાથે સફાઈ કામદારો ધરણા પર બેઠા હતા. કામદારોએ આક્ષેપ કર્યો હતો કે, સફાઈ કર્મચારીઓને બેઘર કરવાની નીતિ સામે વિરોધ છે.
સફાઈ કામદારોએ ઢોલક અને મંજિરા સાથે રામધૂન ગાઈને અર્ધનગ્ન હાલતમાં પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો.