ETV Bharat / state

Surat News: મલેકપોરની મીંઢોળા નદીમાંથી વિચિત્ર પ્રકારની માછલી મળી આવતાં અચરજ

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના મલેકપોર ગામથી પસાર થતી મીંઢોળા નદી માંથી એક અજુગતો પ્રકારની માછલી મળી આવી હતી. આ માછલીની ઓળખ સકર માઉથ કેટફિશ તરીકે થઈ હતી. જેને પ્લેકો ફિશ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ફિશ દક્ષિણ અમેરિકાના એમેઝોન નદીમાં જોવા મળે છે.

મલેકપોરની મીંઢોળા નદીમાંથી વિચિત્ર પ્રકારની માછલી મળી આવતા અચરજ

author img

By

Published : Aug 3, 2023, 1:47 PM IST

Updated : Aug 3, 2023, 2:00 PM IST

મલેકપોરની મીંઢોળા નદીમાંથી વિચિત્ર પ્રકારની માછલી મળી આવતા અચરજ

સુરત: મલેકપોર ગામે રહેતા પ્રકાશભાઈ પરસોત્તમભાઈ રાઠોડ મંગળવારના રોજ મીંઢોળા નદીમાં માછલી પકડવા ગયા હતા. ત્યારે તેમની જાળમાં આ વિચિત્ર પ્રકારની માછલી આવી જતાં તે ગભરાય ગયા હતા. વિચિત્ર પ્રકારની માછલી પકડાય હોવાની વાત વાયુવેગે પ્રસરતા પ્રકાશભાઈના ઘરે લોક ટોળું એકત્રિત થઈ ગયું હતું. દરમ્યાન આ અંગેની જાણ બારડોલીની ફ્રેંડ્સ ઓફ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખ જતિન રાઠોડને થતાં તેમણે સ્થળ પર જોઈને માછલીનું નિરીક્ષણ કરતાં આ માછલી સકરમાઉથ કેટફિશ હોવાનું સામે આવ્યું હતું.

"આ માછલી નાની હોય ત્યારે માછલીઘરમાં રાખવામાં આવે છે. તે ફિશટેન્કમાં પાણી ચોખ્ખું રાખતી હોય તેનો ઉપયોગ માછલીઘરમાં થતો હોય છે. પરંતુ તે મોટી થતાં જ અન્ય માછલીઓનો શિકાર કરતી હોય છે. જેને કારણે તે ઇકો સિસ્ટમ માટે પણ જોખમરૂપ છે"-- જતીન રાઠોડ પ્રમુખ, (ફ્રેન્ડસ ઓફ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટ, બારડોલી)

સ્થાનિક જળચર માટે ખતરારૂપ: આવી માછલી મીંઢોળા નદીમાં મળવીએ ચિંતાજનક બાબત કહી શકાય. આ માછલીની ખાસિયત એ છે કે તે એક દિવસ સુધી પાણી વગર અને પાંચ દિવસ સુધી ભૂખી રહી શકે છે. આ માછલી ત્રણ ફૂટથી પણ વધુ લાંબી થઈ શકે છે. મોટી થઈને આ માછલી અન્ય પ્રજાતિની માછલી તેમજ તેના ઈંડા ખાઈ જતી હોય સ્થાનિક જલીય સૃષ્ટિ માટે ખતરારૂપ હોવાનું નિષ્ણાતો માને છે. કોઈએ નદીમાં છોડી હોવાનું અનુમાન માછલીઘરમાં મૂકવા માટે કોઈ લાવ્યું હશે પરંતુ મોટી થઈ જતાં અન્ય માછલીને નુકસાન પહોંચાડતી હોવાથી કોઈએ તેને નદીમાં છોડી દીધી હોવાનું અનુમાન છે. કારણ કે,આ માછલી ભારતના જળસ્ત્રોતમાં જોવા મળતી નથી.

  1. અમેરિકાની માછલી વલસાડની ઔરંગા નદીમાંથી મળી આવતા લોકોમાં કુતુહલ
  2. આશ્ચર્ય! ગુજરાતના આ ગામે થયો માછલીઓનો વરસાદ, જાણો આ પાછળનું વૈજ્ઞાનિક કારણ
  3. વડોદરામાં કોંગ્રેસના કાઉન્સિલરની સોસાયટીમાં પીવાના પાણીમાં માછલી આવી, શુદ્ધ પાણી વિતરણની કરાઇ માગ

Last Updated : Aug 3, 2023, 2:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.