ETV Bharat / state

10 દિવસમાં બીજી આગ, રઘુવીર ટેક્સટાઈલ માર્કેટ બળીને ખાખ

સુરતઃ શહેરના સરોલી વિસ્તારમાં આવેલા ટેક્સટાઈલ માર્કેટમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. જેમાં માર્કેટ બળીને ખાખ થઈ ગઈ હતી. સમગ્ર ઘટનાની જાણ થતાં ફાયર ટીમે વિભાગે મેજર કોલ જાહેર કર્યો હતો. જેથી શહેરની તમામ ફાયર વિભાગની ગાડીઓ ઉપકરણ સાથે ઘટના સ્થળે દોડી ગઈ હતી. હાલ, આગ ઓલવવાની કામગીરી ચાલુ છે, ત્યારે માર્કેટના સ્ટ્રકચરના કારણે આગ ઓલવામાં તકલીફ પડી રહી હોવાનું ફાયર વિભાગ દ્વારા જાણવા મળ્યું છે. નોંધનીય છે કે,  છેલ્લા 10 દિવસમાં રઘુવીર માર્કેટમાં આ બીજી આગ લાગી છે.

surat
સુરત
author img

By

Published : Jan 21, 2020, 10:40 AM IST

સારોલી પાટીયા પાસે આવેલી રઘુવીર ટેક્સટાઈલ માર્કેટમાં વહેલી સવારે 3:30 કલાકે અચાનક આગ ફાટી નીકળી હતી. આ ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી, પરંતુ આગ વધુ વિકરાળ બનતા ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો હતો. જેથી 60થી વધુ ગાડીઓ અને 200થી વધુ ફાયર ફાઈટરો સાથે ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં. જેઓ પાણી મારો ચલાવીને આગ પર કાબૂ મેળવાનો પ્રયાસ કરી રહ્યાં છે, પરંતુ છેલ્લા 4 કલાકથી આગ બેકાબૂ છે. કારણ કે, ફાયર ટીમને બિલ્ડીંગના સ્ટ્રક્ચરના કારણે આગ ઓલવવામાં મુશ્કેલી થઈ રહી છે.

આ અંગે વાત કરતાં ફાયર વિભાગના મેજરે જણાવ્યું હતું કે, ઈમારતના સ્ટીલ સ્ટ્રક્ચરના કારણે 12 અને 13માં માળે આગ ઓલવવામાં તકલીફ થઈ રહી હતી. જેથી આગ વધુ પ્રસરી રહી છે. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી, પણ માર્કેટ બળીને ખાખ થઈ ગયું છે.

સુરતની રઘુવીર ટેક્સટાઈલ માર્કેટમાં ભીષણ આગ

આમ, સુરત ફાયર વિભાગ સહિત ONGC અને અન્ય ઔદ્યોગિક એકમોના ફાયર વિભાગની ગાડીઓ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. સૌ સાથે મળીને લેંડર મશીન, બ્રાઉઝર મશીન, હાઇડ્રોલિક મશીનની મદદથી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યાં છે, પરંતુ માર્કેટનું સ્ટ્રક્ચર બહારથી કરવામાં આવ્યું હોવાથી આગ ઓલવવામાં ફાયર ટીમને મુશ્કેલી થઈ રહી છે. જેથી માર્કેટના સ્ટ્રક્ચરને સવાલ ઉઠી રહ્યાં છે. આ સાથે જ અગાઉ લાગેલી આગની તપાસ અંગે પણ તંત્ર પર ગંભીર આક્ષેપો થઈ રહ્યાં છે.

બીજી તરફ માર્કેટની દુુકાનમાં ACનું કોમ્પ્રેસર બ્લાસ્ટ થઈ રહ્યું હોવાની વિગત સામે આવી છે. જેના કારણે આગ વધુ વિકરાળ બની રહી છે, ત્યારે ફાયર વિભાગ માટે આગ પર કાબૂ મેળવાનું અઘુરું સાબિત થઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, 10 દિવસ પહેલા પણ આ માર્કેટમાં આગ લાગી હતી. જેમાં બે દુકાનો બળીને ખાખ થઈ હતી. તેમ છતાં ટેક્સ્ટાઈલ માર્કેટના તંત્ર દ્વારા કોઈ નક્કર પગલા લેવાયા નહોતા. જેથી આજે આ મોટી દુર્ઘટના સામે આવી છે, ત્યારે સ્થાનિકોમાં માર્કેટની બેદરકારીને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Intro:
સુરત : સરોલી વિસ્તારમાં આવેલા રઘુવીર ટેક્સટાઈલ માર્કેટમાં વહેલી સવારે ભીષણ આગ લાગતાં આખી માર્કેટ બળીને ખાખ થઈ ગઈ હતી.. ભીષણ આગનો મેસેજ મળતા ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યું અને શહેરની તમામ ફાયર વિભાગની ગાડીઓ ઉપકરણ સાથે ઘટના સ્થળે દોડી આવી હતી.. ઉલ્લેખનીય છે કે છેલ્લા દસ દિવસમાં રઘુવીર માર્કેટમાં બીજીવાર આગ લાગી છે..

Body:સારોલી પાટીયા પાસે આવેલ રઘુવીર ટેક્સટાઈલ માર્કેટમાં વહેલી સવારે 3:30 કલાકે અચાનક આગ ફાટી નીકળી હતી ફાયર ને અંગેનો કોલ મળતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી જોકે આગ મોટી હોવાના કારણે ફાયરે મેજર કોલ જાહેર કર્યો હતો 14 માળની આ બિલ્ડિંગનું સ્ટીલનું સ્ટ્રક્ચર એ મુજબનું છે કે ફાયર ને પણ આગ ઓલવવામાં તકલીફ પડી હતી .ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યા અનુસાર બિલ્ડીંગ બારમા અને તેર માં માળે આગ ફાટી નીકળી હતી જોકે દુકાનો બંધ હોવાના કારણે અને કપડા નું માર્કેટ હોવાના કારણે ફાયર બ્રિગેડે આગ ઓલવવામાં મુશ્કેલી પડી રહી છે..

10 દિવસ પહેલા પણ આ માર્કેટમાં આગ લાગી હતી જેમાં બે દુકાનો બળીને ખાખ થઈ હતી તેમ છતાં ટેક્સ્ટાઈલ માર્કેટના તંત્ર દ્વારા કોઈ ઠોસ પગલા ન લેવાતા આજે આ મોટી દુર્ઘટના સામે આવી છે.. સુરત ફાયર વિભાગ સહિત ઓએનજીસી અને અન્ય ઔદ્યોગિક એકમોના ફાયર વિભાગના ગાડીઓ પણ ઘટનાસ્થળે આવી ગયા હતા

Conclusion:રઘુવીર માર્કેટ હાઇલાઇટ

રઘુવીર કાપડ માર્કેટમાં આગની ઘટના..

ગ્રાઉન્ડ પ્લસ તેર માળની ઇમારત માં આગ...

કાપડ માર્કેટ સંપૂર્ણ આગની ઝપેટમાં....

60 થી વધુ સુરત ફાયર વિભાગની ગાડીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે...

200થી વધુ ફાયર વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે

ફાયર ના જવાનો,ફાયર ચીફ ઓફિસર સહિત પાલિકા ના ડેપ્યુટી કમિશનર અને પોલીસ ઘટના સ્થળે...

છેલ્લા ચાર કલાકથી વધુ સમય વીત્યા છતાં આગ બેકાબુ...

કરોડો ના નુકશાન નો અંદાજ...

દૂર દૂર સુધી આગ ના ધૂમાડા ના ગોતેગોટા ....

લેંડર મશીન,બ્રાઉઝર મશીન ,હાઇડ્રોલિક મશીન ની મદદથી આગ પર સતત કાબુ મેળવવાના પ્રયાસ .....
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.