આમ તો, બોલિવૂડના કલાકારોના પ્રશંસકો તો તમને ખૂબ જોવા મળશે. પરંતુ સુરતમાં હવે લોકો રિયલ લાઇફના હીરો એટલે વિંગ કમાન્ડર અભિનંદનને પોતાનો હીરો બનાવી રહ્યા છે. સુરતમાં રહેતા અને સંગીત ક્ષેત્ર સાથે સંકળાયેલા 30 જેટલા કલાકારોએ અભિનંદનને વંદન કરવા માટે એક ખાસ સૉંગતૈયાર કર્યું છે. અભિનંદનનાશૌર્ય અને વીરતા પર આધારિત આ સૉંગસાંભળીદરેક દેશવાસીઓ ગર્વ મહેસૂસ કરશે.
જ્યારે વિંગ કમાન્ડર અભિનંદનપાકિસ્તાનથી ફરી ભારત આવી રહ્યા હતા, ત્યારે ગુજરાતના સંગીત સાથે સંકળાયેલા પ્રોફેશનલ કલાકારોના whatsapp ગ્રુપ ઉપર ગુજરાતના પ્રખ્યાત ગીતકાર તુષાર શુક્લાએ અભિનંદનને વંદન કરવા એક સૉંગ પોસ્ટ કરવામાં આવ્યું હતું.ત્યારબાદ સંગીતના કલાકારોએ આ ખાસ સૉંગતૈયાર કરી youtube પર લોન્ચ પણ કરવામાં આવ્યું છે.
આ સૉંગમાં આશરે 10 જેટલા મુખ્ય અવાજ સાથે કોરસમાં અન્ય 20 કલાકારો છે. ઓસ્ટ્રેલિયામાં રહેતા સુરતના યુવાનો દ્વારા આ ગીત માટે ઇન્સ્ટ્રુમેન્ટ પણ મેનેજ કરવામાં આવ્યા હતા. આ અંગે સુનીલ ગ્રોવરે જણાવ્યું હતું કે, "વિંગ કમાન્ડર અભિનંદનની વીરતા બતાવવા માટે આ સૉંગની રચના કરવામા આવી છે.અભિનંદનની પ્રશંસા કરવા માટેનો આ એક ખાસ પ્રયાસ છે. આ સૉંગઅમે એમને સમર્પિત કરી રહ્યા છીએજેમણે પોતાનું જીવન રાષ્ટ્ર માટે સમર્પિત કર્યું અને દેશની સુરક્ષા માટે વચન આપ્યું. અભિનંદન રાષ્ટ્ર માટે ગૌરવ છે તેમના યોગદાન માટે અમે ખૂબ જ ઋણી છીએ. અમારા સંગીત સાથે સંકળાયેલા કલાકારો પોતાના આર્ટ થકી તેમનો આભાર માની રહ્યા છે."
આ ગીતમાં પોતાનો અવાજ આપનાર પ્રાચી શુક્લાએ જણાવ્યું હતું કે, "આ ગીતના દરેક શબ્દો વ્યક્તિને જોશ અને ઉત્સાહથી ભરી દેશે. જ્યારે તેને ખબર પડી કે વિંગ કમાન્ડર અભિનંદન માટે એક ખાસ સૉંગસુરતના કલાકારો દ્વારા બનાવવામાં આવી રહ્યું છે. ત્યારે તેમાંભાગ લેવા માટે તેખૂબ જ ઉત્સાહિત થઈહતી. આ સૉંગનીદરેક પંક્તિઓ અભિનંદનની વીરતાને દર્શાવે છે. અમે સંગીતના કલાકારો પોતાના કલાના માધ્યમથી વિંગ કમાન્ડર અભિનંદનને આ ગીત અર્પણ કરી રહ્યા છીએ.