પાંડેસરા રહેતા 30 વર્ષીય પ્રફુલ સોમવારે બપોરે ઘરે થી કારખાને પરત જતો હતો. ત્યારે અચાનક કારખાના નજીક DGVCLનો જીવંત વિજતાર તુટીને તેની ઉપર પડતા કરંટ લાગવાથી ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
બનાવની જાણ થતા તેના સાથી કારીગરોને થતાં ઘટના સ્થળે પહોચ્યા હતા અને હોબાળો મચાવી આસપાસના કારખાના બંધ કરાવી દીધા હતા. ઘટનાની જાણ પાંડેસરા પોલીસને થતા ઘટના સ્થળે પહોંચી હતી અને કારીગરોને સમજાવી મામલો થાળે પાડ્યો હતો. મૃતકના સાથી કારીગરોએ DGVCLની બેદરકારીને કારણે પ્રફુલનું મોત થયું હોવાના આક્ષેપ સાથે જે તે જવાબદાર કર્મચારી સામે કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.