સુરત : નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા 52 વર્ષીય મહિલા સર્વન્ટ તારાબેન રમશે સોલંકીએ આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે. કોઈ કારણોસર હોસ્પિટલની જૂની સિવિલની બિલ્ડીંગના ચોથા માળેથી કૂદીને આત્મહત્યા કરી છે. જોકે મહિલાને તાત્કાલિક હોસ્પિટલના ટ્રોમા સેન્ટમાં લઈ જતા ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસી તેમને મૃત જાહેર કર્યા હતો. હાલ આ મામલે ખટોદરા પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : Anand News: આત્મહત્યા કરવા માટે મહિલા હોર્ડિંગ સ્ટેન્ડ પર પહોંચી, ફાયરની ટીમ પણ ચોંકી ગઈ
શુું છે સમગ્ર મામલો : નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા 52 વર્ષીય મહિલા સર્વન્ટ તારાબેન રમશે સોલંકી જૂની બિલ્ડીંગના ચોથા માળેથી પડતું મુક્યું હતું. જેનો અવાજ આવતા જ સિક્યુરિટી ગાર્ડની ટીમ અને હોસ્પિટલનું તંત્ર દોડતું થઇ ગયું હતું. તેમને તાત્કાલિક હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કરતા શોકની લાગણી પ્રસરી હતી. ઘટનાની જાણ થતા જ ખટોદરા પોલીસનો કાફલો હોસ્પિટલ પહોંચ્યો હતો. તે સાથે હોસ્પિટલના તમામ મહિલા સર્વન્ટનું ટોળું ટ્રોમા સેન્ટરમાં એકઠા થઇ ગયા હતા. તેમને ક્યા કારણોસર આત્મહત્યા કરી છે તે હજી સુધી જાણી શકાયું નથી. હાલ આ મામલે ખટોદરા પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : Surat Honey Trap: મોબાઈલમાંથી મળ્યું આત્મહત્યા પાછળનું કારણ, ઝારખંડ સુધી પહોંચી પોલીસ તપાસ
મહિલા સર્વન્ટનનું કામ કરતા : આ બાબતે નવી સિવિલ હોસ્પિટલના પોલીસ ચોકીના પોલીસ કોન્સ્ટેબલ ભરતેે જણાવ્યુ કે, આ ઘટના બપોરે 12 વાગ્યે બની હતી. આ ઘટનામાં મૃતક તારાબેન રમશે સોલંકી જેઓ 52 વર્ષના હતા. તેઓ પાંડેસરાના આશાપુરી સોસાયટીમાં રહેતા હતા. હોસ્પિટલમાં વર્ષોથી મહિલા સર્વન્ટનનું કામ કરતા હતા. તેઓની આજરોજ હોસ્પિટલના જૂની બિલ્ડિંગમાં આવેલું જે ટું વોર્ડ જે હોસ્પિટલના ચોથા માળે આવેલો છે. તેમાં કામ કરી રહ્યા હતા. તેઓ કોઈ કારણોસર ઉપરથી નીચે કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. હાલ આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.