પ્રાપ્ત વિગતો મુજબ, BCCI તેમજ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના નેજા હેઠળ સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશનના નેજા હેઠળ લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં ભારત અને સાઉથ આફ્રીકાની મહિલા ટીમ વચ્ચે 5 T-20 મેચો રમાવવાની છે. આ તમામ મેચ ડે-નાઈટની રહેશે તેમજ અને આજે પ્રથમ મેચ છે. ત્યારે બન્ને ટીમ ઈચ્છે છે કે વરસાદ આ મેચમાં વિઘ્ન ન બને. સુરતની જનતાને ઈન્ટરનેશનલ મેચ જોવાનો લાભ મળી શકે એવા હેતુથી આ મેચો જોવા માટે કોઈપણ ફી રાખવામાં આવી નથી. આ તમામ મેચો સાંજે 7 વાગ્યાથી શરૂ થશે
સાઉથ આફ્રિકા વુમન ટીમ
સુને લુસ (કેપ્તન) તાઝમીન બ્રિટ્સ, ત્રિસા ચેટ્ટી, નાદીન ક્લાર્ક, શબીના ઈસ્માઈલ, લારા ગુડેલ, મીગોન ડે પ્રીઝ,અયાબોન્ગા ખાકા, મારિઝેન કેપ, લેઝલી લી,માલબા, તૂમી શેખુખુને
ઈન્ડિયન વુમન ટીમ
હરમનપ્રીત કૌર(કેપ્ટન), સ્મૃતિ મંધાના, જેમિમાહ રોડરિગ્સ, દિપ્તી શર્મા, તાનિયા ભાટીયા, પૂનમ યાદવ, શિખા પાંડે, અરુંધતિ રેડ્ડી, પૂજા વસ્ત્રારકર, રાધા યાદવ, વેદા ક્રિષ્નામૂર્તિ, હરલીન દેઓલ, અનુજા પાટીલ, શફાલી વર્મા, માનસી જોશી.