ETV Bharat / state

Surat News : ભાજપ યુવા મોરચાના પ્રમુખ પર પથ્થરથી હુમલો થતાં બેહોશ, SMC દ્વારા સીલ મારવા બાબતે થઈ હતી રકઝક

સુરતના પાંડેસરા વિસ્તારમાં VHP અને ભાજપના યુવા મોરચાના પ્રમુખ પર પથ્થરથી હુમલો કરવામાં આવ્યો છે. પાંડેસરામાં આવેલા ગ્રાઉન્ડને SMC દ્વારા સીલ મારવા બાબતે રકઝક થઈ હતી. ત્યારે 100થી 150 લોકોના ટોળામાં કોઈ અજાણ્યા શખ્સે પથ્થરથી હુમલો કરતા ભાજપના પ્રમુખ બેહોશ થઇ ગયા હતા.

Surat News : 100થી 150 લોકોના ટોળામાં ભાજપ યુવા મોરચાના પ્રમુખ પર પથ્થરથી હુમલો થતાં બેહોશ

author img

By

Published : May 22, 2023, 6:16 PM IST

100થી 150 લોકોના ટોળામાં ભાજપ યુવા મોરચાના પ્રમુખ પર પથ્થરથી હુમલો થતાં બેહોશ

સુરત : શહેરના પાંડેસરા વિસ્તાર વોર્ડ નંબર 28ના ભાજપના યુવા મોરચાના પ્રમુખ ચંદનસિંગ રાજપૂત પર પથ્થરથી હુમલો કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત તેમની સાથે વિશ્વ હિન્દુ પરિષદ મહિલા મોરચાના પ્રમુખ કવિતા પાટીલ પર પણ પથ્થરથી હુમલો કરવામાં આવ્યો છે. બંને લોકોને સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈને આવ્યા હતા હાલ તેમની સારવાર ચાલી રહી છે. તો બીજી બાજુ ઘટનાની જાણ થતાં પાંડેસરા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.

શું છે સમગ્ર મામલો : VHP, પ્રમુખ મહિલા મોરચા કવિતા પાટીલે જણાવ્યું હતું કે, પાંડેસરા વિસ્તારના મેદાનમાં આ ઘટના ઘટી છે તે સ્થળે મારી ચાર વર્ષથી દુર્ગાવાહીની શાખા ચાલે છે. અચાનક સુરત મહાનગરપાલિકા દ્વારા દબાણ કરવાના કારણે ત્યાં આજુબાજુના ફુટપાટ પર બેસીને ધંધો કરતા લોકો દ્વારા અમને રજૂઆત કરી હતી કે, અમને આ ગ્રાઉન્ડમાં બે ત્રણ મહિના સુધી બેસવા દો તો તમે આ વાતને લઈને ટ્રસ્ટ સુધી પહોંચાડો. તો અમે એની માટે ટ્રસ્ટીને વાત કરી હતી. તે તેઓને ત્યાં ગ્રાઉન્ડ પર બેસવાની પરમિશન આપી દેવામાં આવી હતી.

ગ્રાઉન્ડની સીલ મારવામાં આવ્યું : વધુમાં જણાવ્યું કે, ત્યારબાદ SMCના અધિકારીઓ દ્વારા અમને નોટિસ પાઠવવામાં આવી હતી. જેને લઈને અમે છેલ્લા 15 દિવસથી ગ્રાઉન્ડ બંધ રાખ્યું હતું. તો આજે સવારે 10:00 વાગ્યાની આસપાસ સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ ગ્રાઉન્ડને સીલ મારવા માટે આવી પહોંચ્યા હતા. તો અમે અધિકારીઓને રિક્વેસ્ટ કરી હતી કે, થોડો સમય આપો અમે અધિકારી ટ્રસ્ટી જોડે વાતચીત કરાવીએ છીએ. ત્યારબાદ તમારે જે કરવું હોય તે કરજો.

SMCના કર્મચારીઓએ અમારી વાત ન માની અને ગ્રાઉન્ડને અંતે સીલ મારી દીધું હતું, ત્યારબાદ અમે કહ્યું કે થોડીક વાર ઊભા રહો અમારા વોર્ડના પ્રમુખ સાથે તમે ચર્ચા કરો. અમારા MLA સાથે વાત કરીને તમે જતા રહો, ત્યારે કર્મચારીઓએ ના પાડી હતી કે, અમારે અહીં ઉભું રહેવું નથી. 100થી 150 લોકોનું ટોળું હતું અને અચાનક જ કોઈ અજાણ્યા શખ્સ દ્વારા પરથી વોર્ડ નંબર 28ના યુવા મોરચાના પ્રમુખ ચંદનસિંહ રાજપૂત પર પથ્થરથી હુમલો કરવામાં આવ્યો હતો. - કવિતા પાટીલ (VHP, પ્રમુખ મહિલા મોરચા)

પથ્થર કોણે માર્યો : વધુમાં જણાવ્યું કે, એ જ પથ્થર મારા મોઢા પર પણ વાગ્યો છે. ત્યારબાદ ચંદનસિંહ ત્યાં બેહોશ થઇ ગયા હતા. પછી ત્યાં પ્રદીપભાઈ આવ્યા અને અમે ત્યાંથી સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે આવ્યા છીએ. પથ્થર કોણે માર્યું છે તે હજી સુધી જાણી શકાયું નથી. તે હવે ત્યાના CCTVમાં ખબર પડશે. હાલ તો ચંદનસિંહ રાજપૂતની હાલત ગંભીર હોવાને કારણે સીટી સ્કેન માટે લઈ જવામાં આવ્યો છે.

અસામાજિક તત્વો દ્વારા ગેર પ્રવૃત્તિઓ : આ બાબતે પાંડેસરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આ ઘટના આજે સવારે 10:00 વાગ્યાની આસપાસ બની હતી. પાંડેસરા વિસ્તારના હાઉસિંગ બોર્ડ પાસે આવેલી નવદીપ સ્કૂલના પાછળના ભાગમાં માલિક સંજય પટેલ તેમના ગ્રાઉન્ડ પર જ પ્રમુખ કવિતા પાટીલ દ્વારા દુર્ગાવાહીની શાખા ચલાવે છે. ત્યારે તે ગ્રાઉન્ડ પર કેટલાક અસામાજિક તત્વો દ્વારા ગેર પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જેની ફરિયાદો વારંવાર પાંડેસરા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે. પરંતુ સુરત મહાનગરપાલિકા કારણસર ગ્રાઉન્ડને સીલ માર્યું છે, હાલ આગળની તપાસ ચાલુ છે. તેમજ કયા શખ્સ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો છે. તેની પણ શોધખોળ કરવામાં આવી રહી છે.

Nepal Shaligram Stones: નેપાળથી અયોધ્યા જઈ રહેલી શાલિગ્રામની શિલાઓ કુશીનગરમાં

Vadodara News : પથ્થરમારાની ઘટનાને લઈને 1 હજારથી વધુ પોલીસ ફોજ મેદાને ઉતરી , 45ની અટકાયત

Vadodara Crime News : વડોદરા પથ્થર મારની ઘટનાના આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, 5 આરોપીઓના થયા રિમાન્ડ મંજૂર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.