ETV Bharat / state

તમિલનાડુના વાવાઝોડાની અસર સુરત ટેક્સટાઇલ માર્કેટ પર જોવા મળી - સુરત ટેક્સટાઇલ માર્કેટ પર જોવા મળી

તમિલનાડુમાં વાવાઝોડાની સ્થિતિના કારણે સર્જાયેલા ભારે વરસાદની પરિસ્થિતિ થી માત્ર ત્યાંના (Surat textile market) સ્થાનિકો જ નહીં, પરંતુ સુરતના કાપડ વેપારીઓ પણ ચિંતિત થઈ ગયા છે. દર વર્ષે પોંગલ પર્વની ખરીદી માટે મોટી સંખ્યામાં વેપારીઓ સુરત આવતા હતા પરંતુ ત્યાં ભારે વરસાદના કારણે સર્જાયેલ હાલાકી થી આ વર્ષે પોંગલની ખરીદી પર સીધી અસર પડી છે. માત્ર 40 થી 50 ટકા ઘરાકી આ વખતે સુરત ટેક્સટાઇલ માર્કેટમાં જોવા મળી રહી છે.

તમિલનાડુ વાવાઝોડાની અસર સુરત ટેક્સટાઇલ માર્કેટ પર જોવા મળી

author img

By

Published : Dec 11, 2022, 12:30 PM IST

સુરત: સુરતનો કાપડ ઉદ્યોગની સ્થિતિ દિન પ્રતિદિન કથળતી જતી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે પહેલા તોSurat textile market) દિવાળીના પર્વ પર ગ્રાહકી નહિ જોવા મળતા વેપારીઓની હાલત દયનીય બની હતી. ત્યારે આ વખતે પોન્ગલના તહેવારને લઈને વેપારીઓને ખરીદીની આશા ક્યાંક ને ક્યાંક બંધાઈ હતી. જોકે વાવાઝોડાના પગલે સાઉથમાં ભારે વરસાદના કારણે ખેતીને ભારે નુકસાન જવા પામ્યું છે. તો બીજી તરફ લોકો ભેટમાં આપવામાં આવતા કપડાની ખરીદી ઘટાડી દીધી છે. આ વર્ષે માત્ર 40 થી 50 ટકા જ ગ્રાહકી જોવા મળતા વેપારીઓમાં નિરાશા નો માહોલ જોવા મળ્યો હતો.

તમિલનાડુ વાવાઝોડાની અસર સુરત ટેક્સટાઇલ માર્કેટ પર જોવા મળી

1500 કરોડની ખરીદી: ફેડરેશન ઓફ ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસીએશનના ડિરેક્ટર રંગનાથ શારદાએ જણાવ્યું હતું કે, સુરતના કાપડ બજારમાં છેલ્લા ચાર મહિનાથી મંદીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે દિવાળીના પર્વમાં લોકો ધૂમ ખરીદી કરશે તેવી ધારણા વેપારીઓ દ્વારા બાંધવામાં આવી હતી. જોકે દિવાળીના પર્વમાં ઘરાકી જોવા મળી ન હતી અને વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું .ત્યારે દિવાળી બાદ સાઉથ ના મુખ્ય પર્વ એવા પોંગલના પર્વમાં રૂપિયા 1500 કરોડની ખરીદી નીકળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. પરંતુ આ વખતે 500 થી 600 કરોડ સુધીની ખરીદી થશે એવું લાગી રહ્યું છે.

ખરીદી કરવાનું ટાળ્યું: તમિલનાડુના કાનજીપુરમ થી સુરત ખરીદી કરવા માટે આવેલા વેપારી મૂર્ગેશન મૂર્દલિયારે જણાવ્યું હતું કે, આ પર્વમાં ખેડૂતો, મજૂરો તેમજ કંપનીમાં કામ કરતા કારીગરોને ભેટ માં કપડાં આપવામાં આવતા હોય છે જોકે આ વખતે જે રીતે સાયકલોનની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે ભારે વરસાદ સાઉથમાં જોવા મળી રહ્યો છે .જેને કારણે ખેતીના પાકને ભારે નુકસાન જવા પામ્યો છે જે રીતે હાલની પરિસ્થિતિ છે તેને લઈને લોકોએ ખરીદી કરવાનું ટાળ્યું છે જે વેપારીઓ પહેલા સો ટકા માલી ખરીદી કરતું હતું તે આ વખતે માત્ર 40 થી 50 ટકા જ ખરીદી કરી રહ્યું છે. વેપારીઓની હાલત ખૂબ જ કફોડી બની ગઈ છે હાલ વેપારીઓ એક જ આસ લઈને બેઠા છે કે ઈશ્વર તેમને સાથ આપે અને ફરીથી માર્કેટમાં ખરીદીનો માહોલ જોવા મળે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.