સુરત : એશિયાનો સૌથી મોટો કાપડનું હબ સુરત શહેર છે, અહીં દરેક રાજ્યને ધ્યાનમાં રાખીને સાડી અને અન્ય કાપડનું ઉત્પાદન થતું હોય છે. વર્ષોથી અહીં આસામની મહિલાઓ જે પરંપરાગત સાડી પહેરે છે તેવી મેખલા ચાદર સાડીનો ઉત્પાદન થાય છે. પરંતુ આ સાડીનો ઉત્પાદન કરનાર વેપારીઓ હાલ ચિંતામાં મુકાય ગયા છે. કારણ કે, આસામ સરકાર દ્વારા મેખલા ચાદર સાડીના વેપાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આસામની મહિલાઓને ધ્યાનમાં રાખી સુરતમાં આ ખાસ સાડીઓ તૈયાર થતી હોય છે. હવે આસામમાં 14મી એપ્રિલના રોજ બીહુ પર્વને ધ્યાનમાં રાખી એડવાન્સમાં જ વેપારીઓએ આ સાડીના ઉત્પાદન માટે ગ્રે કાપડ સહિતના તૈયારીઓ કરી લીધી હતી, પરંતુ સરકાર દ્વારા પ્રતિબંધ મુકાતા તેઓ હવે ચિંતામાં મુકાયા છે.
28 ફેબ્રુઆરીના રોજ એક નોટિફિકેશન જાહેર : ફેડરેશન ઓફ ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશનના ડિરેક્ટર રંગનાથ શારદાએ જણાવ્યું હતું કે, મેખલા ચાદર નામની સાડીઓ સુરતના વેપારીઓ બનાવે છે. આસામ સરકારે 28 ફેબ્રુઆરીના રોજ એક નોટિફિકેશન જાહેર કરીને એક માર્ચથી મેખલા ચાદર સાડીની ખરીદી પર પ્રતિબંધ મૂકી દીધો છે. પોતાના સ્વદેશી કારીગરોને પ્રોત્સાહન આપવા માટે તેઓએ આ નિર્ણય લીધો છે. 1985 નોટિફિકેશન મુજબ તેઓએ જણાવ્યું છે કે, કોઈપણ આ સાડી ખરીદશે તો તેની પર કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો : TAMANNAAH BHATIA BLUE MING : તમન્ના ભાટિયાએ ઓર્ગેન્ઝા સાડીમાં જોઈને ચાહકો કહે છે 'વિજય વર્મા તો ગિયો'
30થી 35 ટકાનો વેપાર : સાથે તેઓએ જણાવ્યું હતું કે, આશરે 1000 કરોડ રૂપિયાનું સુરત કાપડ ઉદ્યોગને નુકસાન થયું છે. તેની પાછળના કારણ છે કે આસામમાં બિહુ ફેસ્ટિવલ લોકો ધામધૂમથી ઉજવતા હોય છે. આ પર્વને જોઈને વેપારીઓએ અગાઉથી જે તૈયારી કરી લીધી હતી. કારણ કે, આ પર્વ પર માર્ચ અને એપ્રિલમાં સુરતથી મોટી સંખ્યામાં સાડીઓ મોકલવામાં આવે છે અને પેમેન્ટ ક્લિયર થાય છે. આ પર્વ પર સુરતના વેપારીઓનો 30થી 35 ટકાનો વેપાર થતો હોય છે. અચાનક જ આ નિર્ણયના કારણે આસામમાં મોકલવામાં આવેલા માલ પરત આવી રહ્યો છે. રેપીયર મશીનમાં જે લોકોએ પ્રોગ્રામ કરીને રાખ્યું છે. તેમજ જે લોકોએ યાર્ન ખરીદીને મૂક્યું છે તે તમામ લોકો હાલ ચિંતામાં છે.
આ પણ વાંચો : Surat news: મેખલા સાડી પર આસામમાં પ્રતિબંધ મુકતા સુરતના 1 હજારથી વધુ વીવર્સને સીધી અસર
હાઈ ડિજીટાઈજેશનથી સાડી : સાથે તેઓએ કહ્યું હતું કે, આ ખાસ સાડી આસામની મહિલાઓ પહેરતી હોય છે. ત્યાંના કારીગરો આ સાડી બનાવે છે. તેની કિંમત 3000થી 14000 સુધીની હોય છે. આ જ સાડી જ્યારે સુરતમાં હાઈ ડિજિટલાઈઝેશનથી તૈયાર કરે છે. તેની કિંમત 700થી લઇ 1500 રૂપિયા સુધીમાં તૈયાર થઈ જતી હોય છે. જેથી ત્યાંની સાડીઓનું વેચાણ મુશ્કેલીથી થાય છે. મોટી સંખ્યામાં ત્યાના કારીગરો સાડીઓ તૈયાર પણ કરી શકતા નથી.