ETV Bharat / state

Surat Temples : કતારગામનું શિવાલય જ્યાં દસ પેઢીઓથી મહિલા પંડિતો જ કરાવે છે ભોળાનાથની પૂજાઅર્ચના - કતારગામમાં સ્થિત કામનાથ મહાદેવ મંદિર

સુરતના કતારગામમાં સ્થિત કામનાથ મહાદેવ મંદિરના દર્શને જતા ભક્તો ભોળાનાથના દર્શને આવે ત્યારે અન્ય મંદિર કરતાં કંઇ જુદું નિહાળતા હોય છે. કારણ કે 800 વર્ષ જૂના મંદિરમાં પેઢીઓથી મહિલાઓ દ્વારા મહાદેવની પૂજાઅર્ચના કરવામાં આવે છે.

Surat Temples : કતારગામનું શિવાલય જ્યાં દસ પેઢીઓથી મહિલા પંડિતો જ કરાવે છે ભોળાનાથની પૂજાઅર્ચના

author img

By

Published : Apr 29, 2023, 7:00 PM IST

પેઢીઓથી મહિલાઓ દ્વારા મહાદેવની પૂજાઅર્ચના

સુરત : આમ તો મંદિરોમાં પૂજા અર્ચના અને મંત્રોચ્ચાર કરતાં પુરુષ પંડિતો જ જોવા મળતા હોય છે વર્ષોથી મંદિરોની પૂજા અર્ચનામાં પુરુષ પંડિતોના અધિપત્ય રહ્યો છે પરંતુ સુરતના એક શિવાલયમાં પેઢીઓથી મહિલાઓ દ્વારા મહાદેવની પૂજાઅર્ચના કરવામાં આવતી હોય છે. સુરત શહેરના કતારગામ વિસ્તાર ખાતે આવેલા 800 વર્ષ જુના મહાદેવ મંદિરમાં મંત્રોચ્ચાર સાથે મહિલાઓ પૂજા અર્ચના કરે છે.

પેઢીઓથી મહિલાઓ જ પૂજા અર્ચના કરે છે : હાલ દરેક ક્ષેત્રમાં મહિલાઓ આગળ છે. પરંતુ પરંપરા મુજબ દરેક જગ્યાએ રોજે મંદિરમાં અર્ચના કરતા પુરુષો જ જોવા મળતા હોય છે. વર્ષોથી ચાલતી આવતી પરંપરા પુરુષ પ્રધાન છે, તેમ છતાં સુરત શહેરના કતારગામ વિસ્તાર ખાતે આવેલા મહાદેવના મંદિરમાં અલગ જ નજારો જોવા મળે છે. અહીં કોઈ પુરુષ પંડિત કે મહારાજ દ્વારા નહીં પરંતુ પેઢીઓથી મહિલાઓ જ પૂજા અર્ચના કરતી આવી છે. સુરત શહેરમાં આમ તો અનેક મંદિરો છે પરંતુ સુરત શહેરના કતારગામ દરવાજા ખાતે આવેલા શ્રી સોમનાથ મહાદેવ અને શ્રી કામનાથ મહાદેવ મંદિરમાં ગોસ્વામી પરિવારની મહિલાઓ હાલ પૂજા અર્ચના કરાવી રહી છે.

આ પણ વાંચો Pipaleshwar Mahadev : લાંઘણજના સાલડી ગામે સ્વયંભૂ શ્રી પીપળેશ્વર મહાદેવનો જાણો ઈતિહાસ, પુનઃપ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

મંદિરમાં સ્વયંભૂ શિવલિંગ : મહાદેવના મંદિરમાં મહિલા પંડિતો આશરે 10થી પણ વધુ પેઢીઓથી મહાદેવની પૂજા કરી રહી છે. 63 વર્ષીય રક્ષાબેન ગોસ્વામી મંદિર મેનેજમેન્ટ સંભાળી રહ્યા છે જ્યારે તેમની વહુ પૂનમ ગોસ્વામી મહાદેવની સેવામાં તલ્લીન રહે છે. આ મહાદેવ મંદિરની વાત કરવામાં આવે તો સોમનાથ મહાદેવ અને કામનાથ મહાદેવ મંદિરમાં સ્વયંભૂ શિવલિંગ છે. 800 વર્ષ જુના મહાદેવ મંદિરમાં લોકો દરરોજે મોટી સંખ્યામાં પૂજા અર્ચના કરવા માટે આવતા હોય છે. અહીં ભક્તો પણ કોઈ પ્રકારના ભેદભાવ વગર મહિલા પંડિતો દ્વારા કરવામાં આવતા પૂજાપાઠને ભક્તિભાવપૂર્ણ સ્વીકાર કરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે મહિલા પંડિત રક્ષા શૈલેષગીરી ગોસ્વામીના પતિ અને તેમના પુત્ર હાર્ટ અટેકથી મૃત્યુ પામ્યા હતા. આજે આ મંદિરમાં તેઓ અને તેમની પુત્રવધૂ પૂજા કરાવે છે.

સાસુ આ મંદિરમાં પૂજા અર્ચના કરતાં : મંદિરના મહિલા પંડિત રક્ષાબેને જણાવ્યું હતું કે, મંદિર 800 વર્ષ જેટલો જૂનો ઇતિહાસ ધરાવે છે. હું પોતે અહીં આશરે 42 વર્ષથી પણ વધુ સમયથી મંદિરની અંદર પૂજા વિધિ કરતી આવી છું. મંદિરની સેવા મને સાસુના પિયર પક્ષથી વારસામાં મળી છે. અગાઉ અહીં કોઈ વસ્તી નહોતી પહેલા અહીં ખેતીવાડી હતી. અહીં માત્ર એક જ મંદિર હતું. અગાઉ મારી સાસુ આ મંદિરમાં પૂજા અર્ચના કરતા હતાં. પહેલા જે પણ શાકભાજી થતું તેઓ આ મંદિરમાં મૂકતા અને ત્યાર પછી લઈને જતાં. અમે પૂજા અર્ચના કરીએ છીએ તો લોકો અમને સન્માન આપે છે. અહીંની પ્રથા છે કે માત્ર મહિલાઓ જ પૂજા કરે છે. મહાદેવની પૂજા કરવા પર માત્ર પુરુષોજનો અધિકાર છે એવું નથી. આ જમાનામાં દરેક ક્ષેત્રે સ્ત્રીઓ આગળ છે. મહિલાઓ તમામ ક્ષેત્રે આગળ વધી શકે તો શું મહાદેવની પૂજા નહીં કરી શકે ? મહાદેવ સાથે પાર્વતી તો છે જ. દરેક પુરુષને સ્ત્રી જ જન્મ આપે છે.

આ પણ વાંચો Hanuman Jayanti : ભાવનગર અધેવાડાનું ઝાંઝરીયા હનુમાનજી મંદિર, સંત અને ઈશ્વરના સંગમનું સ્થળ

ભક્તોની પ્રતિક્રિયા : કામનાથ મહાદેવના દર્શને આવતાં ભક્તો પણ અહીં ભોળાનાથની પૂજાઅર્ચના કરી મહિલાઓ પ્રત્યે સન્માન ધરાવે છે. ભક્ત ભાનુબેન પરમારે જણાવ્યું હતું કે તેઓ છેલ્લા દસ વર્ષથી મંદિરે આવે છે. અહીં એક મહિલા પૂજા અર્ચના કરે છે અને અમને સારી રીતે તેનું મહત્વ સમજાવે છે. તેઓ સારી રીતે દર્શન કરાવે છે અને અમને પૂજા અર્ચના પણ કરાવે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.