સુરતના SVINIT કંપનિમાં પગાર, પેન્શન સમયસર નહીં મળતા 400 જેેેટલા કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. આ અંગે SVINIT ઓથોરિટી ડાયરેક્ટ રજીસ્ટ્રરને રજૂઆત કરાઈ હતી. સમયસર પગાર અને પેન્શન ન મળતા કર્મચારીઓ વિફર્યા હતા. આ બાબતે નિવૃત્ત કર્મચારી બી.જે.બાટલીવાળાએ જણાવ્યું હતું કે, SVINITમાં 32 વર્ષ સુધી નોકરી કર્યા બાદ રિટાયર્ડ થયો છું. પગાર અને પેન્શન હંમેશાથી મોડા મળે છે. જૂન માસનું પેંશન અત્યાર સુધી મળ્યું નથી. જેથી પેન્શનરો અને રેગ્યુલર સ્ટાફ આર્થિક હાલત ખરાબ છે. તમામ 275 પેન્સનરો, 182 ટીચર અને 67 રેગ્યુલર નોન ટીચિંગ સ્ટાફ સહિત અન્ય 100 સ્ટાફ છે. જે રજુઆત કરવા આવ્યા છે.
જ્યારે SVINITમાં આસિસ્ટન્ટ તરીકે કામ કરતી શ્વેતા પાઠકે જણાવ્યું કે, તેમણે પગાર સમયસર મળી રહ્યો નથી. અગાઉ સર્ક્યુલર કાઢતા હતા કે પગાર મોડો થશે, જ્યારે હવે સર્ક્યુલર પણ કાઢતા નથી. કોઈ પણ જાણકારી વગર તેઓ દ્વારા આ વિલંબ કરવામાં આવી રહ્યો છે.
જ્યારે રજૂઆત કરવા આવેલા લોકોને SVINIT દ્વારા કહેવામાં આવ્યું કે, અત્યારસુધી તેમને બે ગ્રાન્ટ મળી નથી. હાલ તેમને પેન્શન અથવા પગાર અપાય તેમ નથી.