ETV Bharat / state

Surat News : છેલ્લા 112 વર્ષથી બંદૂકની ધાતુમાંથી તૈયાર મશીન, ગરમીમાં લોકોને શેરડીના રસ થકી આપે છે રાહત

author img

By

Published : May 24, 2023, 4:56 PM IST

સુરતમાં એક વ્યક્તિ 112 વર્ષથી બંદૂકની ધાતુમાંથી બનાવેલા મશીનમાંથી શેરડીનો રસ પીવડાવી રહ્યા છે. શહેરના ઝાપા બઝારમાં આવેલી આ દુકાનમાં અંગ્રેજોના જમાનાનો ચાલુ પંખો છે, જે ક્યારે રિપેર કરવાની જરૂર પડી નથી. આ વિસ્તારમાં દિવાલો પર તસવીરો જોવા માટે વિદેશી લોકો ખાસ આવે છે.

Surat News : 112 વર્ષથી બંદૂકની ધાતુમાંથી તૈયાર મશીન ગરમી આપે છે રસથી રાહત, દુકાન પાછળ અનેક રહસ્ય

છેલ્લા 112 વર્ષથી બંદૂકની ધાતુમાંથી તૈયાર મશીન, ગરમીમાં લોકો ને શેરડીના રસ થકી રાહત આપે છે

સુરત : કહેવાય છે ઓલ્ડ ઇસ ગોલ્ડ...ત્યારે મોજીલા શહેરમાં ઓલ્ડ વસ્તુઓને પસંદ કરવા વાળાઓની કમી નથી. જો તમે ઓલ્ડ વસ્તુઓ પસંદ કરો છો તો ભીષણ ગરમીમાં એક શેરડીની દુકાન બાબતે સાંભળીને આશ્ચર્યમાં મુકાઇ જશો. આ શેરડીની દુકાન સુરતના ઝાપા બજાર વિસ્તારમાં આવેલી છે. જેની કોઈ બ્રાન્ડ નેમ નથી તેમ છતાં છેલ્લા 112 વર્ષથી ગરમીમાં લોકોને શેરડીના રસ થકી રાહત આપે છે.

112 વર્ષ જુનું મશીન : સુરતમાં ગરમીની શરૂવાતની સાથે પારો 40 ડીગ્રી સુધી પહોંચી ગયો છે અને આવી ગરમીમાં એક નાનકડી રસની દુકાન છેલ્લા 112 વર્ષથી લોકોને શેરડીનો રસ પીવડાવી રાહત આપી રહ્યું છે. એક સદી કરતાં જૂનું, દિલખૂશ રસ હાઉસ ઝાપા બઝારમાં આવેલું છે. આ સ્થળ કંઇ ફેન્સી નથી, પરંતુ ચોક્કસપણે જે લોકો ઓલ્ડ ઇસ ગોલ્ડમાં માને છે, તેઓ આ સ્થાનને ખૂબ જ પસંદ કરે છે. દિલસુખ રસ હાઉસની ખાસ વાત એ પણ છે કે, છેલ્લા 112 વર્ષમાં શેરડીના રસનો સ્વાદ વર્ષોથી જેમનો તેમ છે. તેની પાછળ એક રહસ્ય છે. છેલ્લા 112 વર્ષથી શેરડીનો રસ કાઢનાર મશીનને બદલવામાં આવ્યુ નથી. આ ખાસ મશીન 112 વર્ષ જૂનું છે એટલું જ નહીં આ બંદૂકની બુલેટમાં જે ધાતુ વપરાય છે તે ધાતુનું આ મશીન છે. જેના કારણે તેને ક્યારેય પણ કાટ લાગતો નથી અને ત્યાં હંમેશા તાજો રસ નીકળતો હોય છે.

આ દુકાનની સ્થાપના વર્ષ 1911માં કરી છે. સુરતના સૌથી જૂનાં મકાનો પૈકી એક છે. તેમણે ઉમેર્યું હતું કે, ઉપયોગમાં લેવાતું મશીન બંદૂકની ધાતુમાંથી બનાવવામાં આવેલું છે અને તેને રસ્ટ કરતો નથી. આ કારણ છે કે રસ હંમેશા તાજો રહે છે. હું શેરડીના રસને પ્રેમ કરું છું, કારણ કે ગરમીથી રાહત આપવા માટે આ વધારે ખર્ચ કરાવતી નથી અને માત્ર 10 રૂપિયામાં આ તીવ્ર ગરમીમાં તમારી તરસને છીપાવે છે. તેનાથી ઘણા લાભો મળે છે તે ઇન્સ્ટન્ટ ઉર્જા બૂસ્ટર છે અને શરીર માટે પાચન ટોનિક તરીકે કામ કરે છે. ખાસ શેરડી નાસિકથી મંગાવવામાં આવે છે કારણ કે તેની ક્વોલિટી ખૂબ જ સારી હોય છે. - જોહેરભાઈ (દુકાનના માલિક)

અંગ્રેજોના જમાનાનો પંખો : આ સ્થળ માત્ર શેરડીના રસ કરતાં વધુ તક આપે છે. તે તમને પ્રાચીન સમયમાં લઈ જશે. આ સ્થાનની દિવાલો પર સામાન્ય ચિત્રો નથી. તેને 1968થી 2006 સુધી સુરતમાં પૂરની તસવીરો પણ જોવા મળી રહે છે. આફ્રિકા, દુબઈ, લંડન અમેરિકામાં રહેવા માટે ગયેલા સુરતીઓ જ્યારે પરત આવે ત્યારે અહી છે. તો ચોક્કસ આ દુકાનમાં શેરડીનો રસ પીવા આવતા હોય છે. આ દુકાનમાં એક જૂનો અને તે જ રફતારથી ચાલનાર પંખો છે જે અંગ્રેજોના જમાનાનો છે. આજે પણ તે સારી રીતે કામ કરે છે એને પણ ક્યારેય રિપેર કરવાની જરૂર પડી નથી.

Gujarat Weather: હજુ પાંચ દિવસ ગરમી રહેશે યથાવત, જરૂરી કામ સિવાય બહાર ન નીકળવા સલાહ

Summer Season: કાળઝાળ ગરમીમાં હૈયાને ઠંડક આપતા શેરડીનો રસ છે અક્સીર, આવા મસ્ત છે ફાયદા

Price per ton of sugarcane : શેરડી ફેક્ટરીઓએ ભાવ કર્યાં જાહેર, પાછલાં વર્ષની સરખામણીએ શું મળ્યા ભાવ જાણો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.