ETV Bharat / state

CA Foundation Result: સુરતના વિદ્યાર્થીએ અત્યાર સુધીના હાઈએસ્ટ માર્ક મેળવી રચ્યો ઈતિહાસ - Surat Student get highest score in CA Foundation

સુરતમાં સીએ ફાઉન્ડેશનના પરિણામમાં એક વિદ્યાર્થીએ ઈતિહાસ રચી દીધો (CA Foundation Result DEC 2022) છે. આ વિદ્યાર્થી 400માંથી 364 ગુણ સાથે પહેલા ક્રમાંકે આવ્યો છે. તેનો આ સ્કોર અત્યાર સુધીનો હાઈએસ્ટ સ્કોર સાબિત થયો છે. ત્યારે આવો જાણીએ વિદ્યાર્થીઓએ આ સિદ્ધિ મેળવવા માટે કેટલી મહેનત (Surat Student get highest score in CA Foundation) કરી હતી.

CA Foundation Result: સુરતના વિદ્યાર્થીએ અત્યાર સુધીના હાઈએસ્ટ માર્ક મેળવી રચ્યો ઈતિહાસ

author img

By

Published : Feb 3, 2023, 10:04 PM IST

રિશી મેવાવાલાને એકાઉન્ટસમાં 100માંથી 100 ગુણ

સુરતઃ સુરતીલાલાઓ ક્યાંય પાછા ન પડે તેનું ઉત્તમ ઉદાહરણ દેખાડી દીધું છે અહીંના વિદ્યાર્થીઓએ. અહીં CA ફાઉન્ડેશનના પરિણામમાં રિશી મેવાવાલા સુરતમાં પહેલા ક્રમાંકે આવ્યો છે. તથા તેણે એકાઉન્ટમાં 100માંથી 100 ગુણ મેળવી સુરતમાં ઈતિહાસ રચ્યો છે. આ ઉપરાંત આયૂષી પંજાબીએ 400માંથી 344 ગુણ મેળવી સુરતમાં બીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે.

આ પણ વાંચો Gujcet Exam : આવી ગઇ ગુજકેટ પરીક્ષાની તારીખો, સેન્ટર સહિતની વિગત એક ક્લિકમાં જાણો

રિશી મેવાવાલાનો અત્યાર સુધીનો હાઈએસ્ટ સ્કોરઃ ઈન્સ્ટિટયૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઑફ ઇન્ડિયા દ્વારા સીએ ફાઉન્ડેશનની ડિસેમ્બર 2022માં પરીક્ષા લેવામાં આવી હતી, જેનું આજે (શુક્રવારે) પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ પરિણામમાં સુરતના રિશી મેવાવાલાએ 400માંથી 364 ગુણ મેળવીને ઈતિહાસ રચ્યો છે. તેનો આ સ્કોર અત્યાર સુધીનો હાઈએસ્ટ સ્કોર છે. તેની સાથે ઘણા બધા વિદ્યાર્થીઓએ 300થી ઉપર માર્ક્સ મેળવ્યા છે અને 125 કરતા વધારે વિદ્યાર્થીઓએ 280 માર્ક્સ મેળવ્યા છે.

રિશી મેવાવાલાને એકાઉન્ટસમાં 100માંથી 100 ગુણઃ આ અંગે સીએ માર્ગદર્શકે જણાવ્યું હતું કે, રિશી મેવાવાલાએ એકાઉન્ટસમાં 100માંથી 100 ગુણ મેળવ્યા છે અને આ માર્ક્સ પણ સુરતના ઈતિહાસમાં પહેલી વખત આવ્યા છે.

લેન્ગ્વેજ સમજવાની અને તેને લખવાની મહેનત કરવી ખૂબ જ જરૂરી હોય છેઃ આ અંગે વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, પરીક્ષામાં ધ્યાનથી અભ્યાસ કરવો ખૂબ જ જુરૂરી છે. અભ્યાસ દરમિયાન જો એક દિવસ છૂટી જાય તો તે અભ્યાસને બીજા દિવસે કવર કરી લેવું એ જરૂરી છે. આ પરીક્ષા માટે પ્રેક્ટિસની ખૂબ જ જરૂર હોય છે. સાથે જ સતત પ્રેક્ટિસ કરતા રહેવું જોઈએ. સીએ ફાઉન્ડેશનની પરીક્ષામાં બિઝનેસ લોનનો જે વિષય હતો. તેં મારી માટે નવું પેપર હતું. તો તેની માટે લોનું લેંગ્વેજ સમજવાની અને તેને લખવાની મહેનત કરવી ખૂબ જ જરૂરી હોય છે.

એકાઉન્ટમાં સતત પ્રેક્ટિસ કરવી ખૂબ જ જરૂરી છેઃ આ અંગે વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે, હું નવસારીથી સુરત અપડાઉન કરીને સીએનો અભ્યાસ કરવા આવતી હતી. મેં સીએ ફાઉન્ડેશનની પરીક્ષામાં 400માંથી 344 ગુણ મેળવ્યા છે. આ પરીક્ષામાં એકાગ્રતાથી અભ્યાસ કરવો ખૂબ જ જરૂર છે અને એકાઉન્ટમાં સતત પ્રેક્ટિસ કરવી ખૂબ જ જરૂરી છે. તથા તેની સાથે લખવાની અને મોઢે રાખવાની પ્રેક્ટિસ જરૂરી છે. જો આ તમામ વસ્તુ આપણે ધ્યાનથી કરીશું તો આપણને ચોક્કસથી સારા ગુણ સાથે પાસ થઈશું. મારા એકાઉન્ટમાં 100માંથી 96 અને ઈકોનોમિક્સમાં 100માંથી 92 માર્ક્સ છે.

આ પણ વાંચો CA Foundation Results: ઉમેદવારો વેબસાઈટ પર જોઈ શકશે પરિણામ

ચાલુ ટ્રેનમાં જ મારો અભ્યાસ ચાલુ રાખતી હતીઃ વિદ્યાર્થિનીએ વધુમાં જણાવ્યું હતું કે હું નવસારીથી સુરત અપડાઉન કરતી હતી. ટ્રેનમાં પણ હું મારો અભ્યાસ ચાલુ રાખતી હતી. ત્યારબાદ અહીં આવીને લાઇબ્રેરીમાં અભ્યાસ કરતી અને ઘરે જઈને ફરી પાછી અભ્યાસ કરતી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.