ETV Bharat / state

Surat News : વાવાઝોડા વચ્ચે લોકોને સુરક્ષા આપનાર વ્યક્તિએ મૃત્યુ બાદ છ લોકોને નવજીવન આપ્યું - સુરતમાં હોસ્પિટલ

ભરુચના સિક્યુરિટી ગાર્ડએ મૃત્યુ બાદ છ લોકોના જીવનમાં પ્રકાશ પાથર્યો છે. મૃતક દયાનંદ વર્મામાં સિક્યુરિટી ગાર્ડમાં નોકરી કરતા હતા. દયાનંદ વર્મા બેભાન થઈ જતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરે મૃત જાહેર કર્યા બાદ વાવાઝોડાની પરિસ્થિતિ વચ્ચે વર્મા પરિવાર દ્વારા અંગદાન કરવાનો નિર્ણય લીધો હતો.

Surat News : વાવાઝોડા વચ્ચે લોકોને સુરક્ષા આપનાર વ્યક્તિ એ મૃત્યુ બાદ છ લોકોને નવજીવન આપ્યું

author img

By

Published : Jun 15, 2023, 5:38 PM IST

લોકોની સુરક્ષા માટે હંમેશા તત્પર રહેનાર સિક્યુરિટી ગાર્ડએ મૃત્યુ બાદ છ લોકોને નવજીવન આપ્યું

સુરત : લોકોની સુરક્ષા માટે હંમેશા તત્પર રહેનાર સિક્યુરિટી ગાર્ડએ મૃત્યુ બાદ છ લોકોને નવજીવન આપ્યું છે. બ્રેનડેડ સિક્યુરિટી ગાર્ડ દયાનંદ વર્માના મૃત્યુ બાદ તેમના પરિવારએ દયાનંદના હૃદય લીવર, કિડની અને આંખોનું દાન કરી છ લોકોને નવજીવન આપ્યું છે. બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિ વચ્ચે ખાસ વ્યવસ્થા ગ્રીન કોરિડોર બનાવી સુરત પોલીસ અને ડોનેટ લાઈસ સંસ્થા દ્વારા દાનની ઘટનાને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.

કોણ છે આ વ્યક્તિ : મૂળ ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના રહેવાસી અને હાલ ભરૂચના હાંસોટ તાલુકામાં રહેતા 42 દયાનંદ વર્મા સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા. તો ખરજ ખાતે આવેલા GSFC ફાઇબર યુનિટની કોલોનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવી રહ્યા હતા. તારીખ 12મી જૂનના રોજ સવારે તેઓ બાથરૂમમાં પડી જતાં બેભાન થઈ ગયા હતા. દયાનંદના પુત્ર રવિ અને દયાનંદના અન્ય સાથી અજય કુમાર સિંહ તેમને કોસંબા ખાતે આવેલા અપેક્ષ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા. એમને વધુ સારવાર માટે સુરત મૈત્રી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના હાજર ડોક્ટરોએ તેમને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા.

દયાનંદ વર્મા
દયાનંદ વર્મા

અમે સામાન્ય પરિવારના લોકો છે. ચીજ વસ્તુ દાન કરવાની ક્ષમતા મારી અંદર નથી, પરંતુ આજે જ્યારે પતિ બ્રેઈન ડેડ છે અમે દરેક વ્યક્તિનું મૃત્યુ નિશ્ચિત છે તો અમે તેમના શરીરના અંગોના દાન થકી કોઈ અન્ય વ્યક્તિને જીવનદાન આપવા માંગીએ છીએ. અન્ય વ્યક્તિને જીવનદાન મળશે તો તેમનું જીવન પણ ફલિત થઈ જશે. - શાંતિ દેવી (મૃતકની પત્ની)

બે ગ્રીન કોરિડોર : હોસ્પિટલના ડોક્ટરોએ અંગદાન માટે કાર્યરત સંસ્થા ડોનેટ લાઈફના પ્રમુખ નિલેશ માંડલેવાલાને કરી હતી. ત્યારબાદ ડોનેટ લાઈટની ટીમ મૈત્રી હોસ્પિટલ પહોંચી હતી અને દયાનંદના પુત્ર રવિ અને તેમના સાથી કર્મચારીઓને અંગદાન અંગેનું મહત્વ સમજાવ્યું હતું. જેના કારણે દયાનંદના પરિવાર અંગદાન માટે પોતાની સંમતિ બતાવી હતી. દયાનંદના પરિવારમાં તેમની 39 વર્ષીય પત્ની શાંતિ દેવી 23 વર્ષીય પુત્ર રવિ અને 18 વર્ષીય પુત્ર રાજ છે. તમામ દયાનંદના અંગદાન માટે તૈયાર થઈ ગયા હતા. દયાનંદનું હૃદય ટ્રાન્સપ્લાન્ટ મુંબઈના રહેવાસી 65 વર્ષીય દર્દીમાં કરવામાં આવ્યું છે. લીવર અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ જયારે બન્ને કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની હોસ્પિટલમાં કરવામાં આવશે. અંગદાનની પ્રક્રિયા માટે બેક ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યા.

  1. Organ Donation in Surat : 24 કલાકમાં આ ત્રણ બ્રેઇનડેડ તરફથી અંગદાનનો ઇતિહાસ રચાયો, પ્રથમવાર હૃદયનું દાન મેળવતી નવી સિવિલ હોસ્પિટલ
  2. Organ Donation in Surat : પોતે મોતને વ્હાલું કર્યું, સાથે અંગદાન થકી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષી ગયો યુવાન
  3. Transplant Operation : અંગોના ટ્રાન્સપ્લાન્ટ મામલે સરકારનો કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.