ETV Bharat / state

Surat Crime News: આસામથી અભ્યાસ માટે આવેલી સગાની 7 વર્ષીય બાળાનો હવસખોર કરતો રહ્યો બળાત્કાર - પોલીસ ફરિયાદ

વાડ જ ચીભડા ગળે ત્યારે કોણે કહેવા જવું. 7 વર્ષિય છોકરી પર દૂરના કહેવાતા સગાએ દાનત બગાડી હતી. સતત બે મહિના સુધી તે નરાધમ આ માસૂમ પર બળાત્કાર ગુજારતો રહ્યો. આસામની વતની એવી 7 વર્ષીય છોકરી સુરતમાં સગાને ત્યાં અભ્યાસાર્થે રહેવા આવી હતી. જેના ઘરે રહેતી હતી તે હવસખોરે આ માસૂમની માસૂમિયતને પીંખી નાખી. ડરી ગયેલી છોકરીએ પાડોશી મહિલાને સમગ્ર ઘટના જણાવતા પાપીનું પાપ છાપરે ચડીને પોકાર્યુ હતું. વાંચો ઘરે રહેવા આવેલી 7 વર્ષની માસુમ બાળા પર દાનત બગાડનાર હેવાનની હેવાનિયત વિશે વિસ્તારપૂર્વક

સગાની 7 વર્ષીય દીકરીને નરાધમે 2 મહિના સુધી પીંખી

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 23, 2023, 6:52 PM IST

સુરત: શહેરના સચીન-નવસારી મેઈન રોડ વિસ્તારમાં 44 વર્ષીય મોહમ્મદ અનવર હુસૈન રહે છે. તેના ઘરે દૂરના સંબંધીની આસામની વતની 7 વર્ષીય બાળા અભ્યાસાર્થે રહેવા આવી હતી. થોડા દિવસ બધુ બરાબર ચાલ્યું હતું. બે મહિના અગાઉ રાત્રીના સુમારે અનવર હુસૈને પહેલીવાર 7 વર્ષીય મહેમાન બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી. અત્યંત ડરેલી બાળકી કંઈ બોલી ન શકી. તેથી અનવર હુસૈનની હિમ્મત ખુલી ગઈ. તેણે બે મહિના સુધી આ બાળકીને પીંખી હતી. આ હવસખોર સંબંધમાં બાળકીનો દૂરનો 'નાના' થાય છે.

ડરેલી બાળકીએ પાડોશી મહિલાને જણાવી હકીકતઃ આ માસૂમ બાળકીએ બે મહિના સુધી આ ત્રાસ સહન કર્યો. આખરે બાળકીએ હિમ્મત દાખવી આ મામલે પડોશમાં રહેતી મહિલાને જણાવી દીધું. પડોશી મહિલાએ બાળકીને સાંત્વના આપી અને સમગ્ર મામલો ઉજાગર કર્યો. બાળકીના મુખેથી હકીકત સાંભળી સોસાયટીની મહિલાઓ ચોંકી ગઈ હતી. બાળકી સાથે આ પાપ કરનાર પ્રત્યે સમગ્ર વિસ્તારમાં રોષ ફાટી નીકળ્યો હતો. આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ થઈ છે. પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી અને અનવર હુસૈનની ધરપકડ કરી લીધી છે.

બાળકીના માતા-પિતા આસામમાં વસવાટ કરે છે. તેઓએ બાળકી મદરેસામાં અભ્યાસ કરવા માટે છેલ્લા એક વર્ષથી મોહમદ અનવર હુસેનના ઘરે મૂકી ગયા હતા. હુસેને પોતાના ઘરમાં જ બે માસ સુધી આ બાળકીને હવસનો શિકાર બનાવી હતી. અમે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. બાળકીને તબીબી પરીક્ષણ માટે સિવિલ હોસ્પિટલમાં પહોંચાડી છે...આર. આર. દેસાઈ(પીઆઈ, સચિન પોલીસ સ્ટેશન)

  1. Rajkot Crime: રાજકોટના લોકમેળામાં 2 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ
  2. Vadodara Crime News : હચમચાવી દે તેવા સમાચાર, હવસખોર ડોક્ટરે દર્દીની પત્નીને હવસનો શિકાર બનાવી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.