ETV Bharat / state

Cyclist Police: સુરતના આ પોલીસ કોન્સ્ટેબલ યુવાનો માટે બન્યા આદર્શ, DGPએ કર્યું સન્માન - Cyclist Police Constable

સુરત ગ્રામ્ય પોલીસના હેડ કોન્સ્ટેબલના એક કામે ડીજીપીનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. આ કોન્સ્ટેબલ છેલ્લા 5 વર્ષથી 16 કિલોમીટર સાઈકલ ચલાવીને ફરજ પર હાજર થાય છે. આ રીતે તેઓ યુવાનો માટે આદર્શ બન્યા છે ને ડીજીપીએ તેમનું સન્માન કર્યું હતું.

Cyclist Police: સુરતના આ પોલીસ કોન્સ્ટેબલ યુવાનો માટે બન્યા આદર્શ, DGPએ કર્યું સન્માન

author img

By

Published : Feb 7, 2023, 5:34 PM IST

Updated : Feb 7, 2023, 5:45 PM IST

પરિવારને પણ કામમાં મદદ કરે છે ભોપાભાઈ મીર

સુરતઃ પોલીસકર્મીઓ હંમેશા જનતાની સેવા કરવા માટે તત્પર રહેતા હોય છે. આમાંથી કેટલાક પોલીસકર્મીઓ તો એવા છે, જે આદર્શ બનીને યુવાનો અને સમાજને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આવું જ એક ઉદાહરણ પૂરું પાડ્યું છે સુરત ગ્રામ્ય પોલીસ મથકે ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ ભોપાભાઈ મીરે. તેઓ એક, બે નહીં, પરંતુ છેલ્લા 5 વર્ષથી સાઈકલ લઈને ફરજ પર આવે છે. આ અંગેની નોંધ રાજ્યના ઈન્ચાર્જ ડીજીપી વિકાસ સહાયે લઈ તેમને સન્માનિત કર્યા ને તેમની કામગીરીને બિરદાવી હતી.

આ પણ વાંચો Surat Police : ખોરડાનો અનોખો ખાખીધારી, 16 કિલોમીટર સાયકલ ચલાવીને જાય છે ફરજ પર

રાજ્યના પોલીસ વડાએ હેડ કોન્સ્ટેબલ ભોપા મીરનું સન્માન કર્યુંઃ સુરત ગ્રામ્યમાં પોલીસ મુખ્ય મથક ખાતે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ભોપાભાઈ મીર લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે તે માટે સાઈકલ લઈને ફરજ પર આવે છે. તેઓ દરરોજની 16 કિલોમીટર સાઈકલ ચલાવે છે. ત્યારે થોડા દિવસ પહેલા ETV BHARATએ આ અંગે ખાસ અહેવાલ પ્રસારિત કર્યો હતો. આ અહેવાલની નોંધ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે પણ લીધી હતી. ને તેમણે હેડ કોન્સ્ટેબલ ભોપાભાઈ મીરની કામગીરી બિરદાવી તેમનું સન્માન કર્યું હતું. રાજ્યના ઈન્ચાર્જ પોલીસ વડા વિકાસ સહાયે તેમને હેલ્મેટ પણ ભેટ આપ્યું હતું.

સપના પણ વિચાર્યું નહતું મારું સન્માન થશેઃ ETV BHARAT સાથેની વાતચીતમાં હેડ કોન્સ્ટેબલ ભોપાભાઈ મીરે જણાવ્યું હતું કે, મે ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહતું કે, રાજ્યના પોલીસ વડાના હસ્તે મારું સન્માન થશે. સન્માન થતા ખૂબ ગર્વની લાગણી અનુભવું છું. મારું સન્માન થયાના સમચાર મળતા જ પોલીસ પરિવારમાં તેમ જ મારા કુટુંબના હર્ષની લાગણી પ્રસરી છે. વધુમાં હેડ કોન્સ્ટેબલ ભોપા ભાઈએ ETV BHARATનો પણ ખાસ આભાર માન્યો હતો.

સાયણ સુગર નજીક પરિવાર સાથે રહે છે ભોપાભાઈઃ ઓલપાડ તાલુકાના સાયણ ગામ નજીક સાયણ સુગર ખાતે પડાવ પારીને રહેલા માલધારી સમાજના સામાન્ય પરિવારના જીવણભાઈ મીર કે, જેઓ પશુપાલન કરી પરિવારનું ગુજરાન ચલાવતા હોવાથી તેમના દિકરા ભોપાભાઈને બાળપણથી પોલીસ વિભાગમાં ફરજ બજાવવાનું સપનું હતું. બાળપણથી માતાપિતાને પશુપાલન કામગીરીમાં મદદ કરી સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષણ મેળવ્યા બાદ સ્વપ્રયતને સાચી લગનથી વર્ષ 2007માં ગુજરાત પોલીસમાં પસંદગી પામ્યા હતા. એક વર્ષની તાલીમ અને ત્યારબાદ પ્રથમ નિમણૂક સુરત ગ્રામ્ય પોલીસ મુખ્ય મથક ઘલુડી ખાતે થયા બાદ 3 વર્ષ સુધી કેદી પાર્ટીમાં ફરજ બજાવ્યા બાદમાં જનરલ કામગીરી સાથે હેડ કોન્સટેબલ તરીકે પ્રમોશન મેળવ્યું હતું. સારી કામગીરીના કારણે તેમની એકાઉન્ટ રાઈટર તરીકે નિમણૂક કરવામાં આવી હતી.

અગાઉ પણ એકવાર સન્માનિત કરવામાં આવ્યા હતાઃ એટલું જ નહીં, પણ સુરત ગ્રામ્ય પોલીસ મુખ્ય મથક ઘલુડી ખાતે ફરજ બજાવતા હેડ કોન્સટેબલ ભોપાભાઈ મીરની એકાઉન્ટ રાઇટર તરીકે શ્રેષ્ઠ કામગીર બદલ વર્ષ 2020માં સુરત ગ્રામ્ય પોલીસના શ્રેષ્ઠ એકાઉન્ટ રાઇટર તરીકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. જ્યારે 8 ફેબ્રુઆરી 2022 સુધી ગુજરાત પોલીસ વિભાગમાં પોલીસકર્મીઓને પગારમાં રૂપિયા 20 સાઈકલ એલાઉન્સ આપવામાં આવતું હતું. ત્યારે પોલીસ વિભાગના સાઈકલ એલાઉન્સનો લાભ લેતા પોલીસકર્મી સાઇકલ ચલાવવાનું શીખે અને આ રીતે કરીને સ્વસ્થ આરોગ્ય સાથે સ્વચ્છ પર્યાવરણ બનાવવામાં સહભાગી થાય તેવી કામગીરી કરવાનું કોન્સ્ટેબલ ભોપાભાઈ મીરે વિચાર્યું હતું. આ કામગીરીની પોતાનાથી શરૂઆત કરવાના ભાગરૂપે 5 વર્ષથી પોતે સાઈકલ ચલાવતા થયા. કામરેજ તાલુકાનાં ઘલુડી ગામ ખાતે આવેલા સુરત ગ્રામ્ય પોલીસ મુખ્ય મથકથી ભૂપાભાઈ મીરનું સાયણ સુગર રોડ પર આવેલું ઘર 8 કિલોમીટર દૂર પડે છે.

પરિવારને પણ કામમાં મદદ કરે છે ભોપાભાઈ મીરઃ માલધારી સમાજમાંથી આવતા ભૂપાભાઈ વહેલી સવારે ઊઠી પોતાના ઘરે રાખેલી ગાયો દોહવા સાથે દૂધ ડેરીમાં ભરી અન્ય કામો કરી નિત્ય કર્મ મુજબ સવારે સાઈકલ લઈને ફરજ પર આવે છે. જ્યારે સાંજે સાઈકલ લઈને ઘરે જાય છે. આમ, રોજ 16 કિલોમીટર સાઈકલ હંકારી પોલીસ મુખ્યમથક ખાતે ફરજ પર આવે જાય છે.

પોલીસકર્મીએ તંદુરસ્ત રહેવું જરૂરીઃ આ અંગે પોલીસ હેડ કોન્સટેબલ ભૂપાભાઈ મીરે જણાવ્યું હતું કે, પોલીસમાં નોકરી કરવી હોય તો પોલીસકર્મીએ આરોગ્યની દ્રષ્ટિએ તંદુરસ્ત રહેવું ખૂબ જરૂરી છે. પોલીસ વિભાગમાં કામના ભારણ સાથે અન્ય બાબતોએ પોલીસકર્મીઓ સ્વાસ્થ્યનું ધ્યાન રાખી સકતા નથી. ત્યારે વહીવટી કામગીરી સિવાય ફરજ દરમિયાન અથવા ફરજ પર આવતા જતા સાઇકલ હંકારી સ્વાસ્થ્ય સાથે પર્યાવરણની રક્ષા કરવામાં મદદરૂપ થઈ શકે છે. મહત્વની વાત એ છે કે, સાઈકલ ચલાવવું એ સ્વાસ્થ્ય માટે ખૂબ લાભ કારી છે. તેમણે ઉમેર્યું કે, છેલ્લા 5 વર્ષના સમયગાળામાં તેમને સાઈકલ ચલાવી ફરજ પર આવતા હોવાનું જાણી સુરત ગ્રામ્ય પોલીસમાં ફરજ બજાવતા કેટલાક પોલીસ અધિકારીઓ પણ સાઇકલ ચલાવતા થયા છે.

દરરોજનું 16 કિમી સાઈકલિંગઃ “સ્વસ્થ્ય આરોગ્ય અને સ્વચ્છ પર્યાવરણ” જાગૃતિ માટે રોજ 16 કિલોમીટર સાઇકલ હંકારી ફરજ પર આવતા જતાં પોલીસ હેડ કોન્સ્ટેબલ ભૂપાભાઈ મીર કે, જેઓ છેલ્લા 16 વર્ષથી પોલીસ મુખ્યમથક ખાતે ફરજ બજાવતા હોય તે પણ પોલીસ વિભાગ માટે નોંધનીય બાબત છે. સામાન્ય રીતે પોલીસમાં વિભાગમાં ફરજ મોકૂફી દરમિયાન પોલીસ કર્મીને શિક્ષાના ભાગરૂપે પોલીસકર્મી કે, અધિકારીને પોલીસ મુખ્યમથક ખાતે મૂકવામાં આવતા હોય છે. ત્યારે પોલીસ સ્ટેશન અને આઉટ પોસ્ટ પર નિમણૂક માટે લાઈજનિંગ કરતાં પોલીસકર્મી માટે ભોપાભાઈ મીર ઉદાહરણરૂપ છે. પોલીસમાં ભરતી થયા બાદ 16 વર્ષથી મુખ્ય પોલીસ મથક ખાતે ફરજ પર રહી પોલીસકર્મીને ફરજ દરમિયાન શિક્ષાત્મક કાર્યવાહીના ભાગરૂપે મુખ્યમથક ખાતે ફરજ પર મૂકવામાં આવતા હોવાની માન્યતા પણ તેમણે ખોટી સાબિત કરી છે.

Last Updated : Feb 7, 2023, 5:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.