સુરત: તાજેતરમાં પાંડેસરા વિસ્તારમાં ફરી એક વખત નાની બાળકી સાથે દુષ્કર્મની (Surat Rape Case)ઘટના પ્રકાશમાં આવી છે. બાળકીએ માતાને કહ્યું મેરે સાથ ગંદા કામ કિયા જેથી પરિવારને ખબર પડી કે બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની છે. આ અંગે પોલીસને (Surat Pandesara Police)જાણ કરવામાં આવી છે અને પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ Surat Rep Case : સુરતમાં ફરી એકવાર પાંચ વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ
7 વર્ષની બાળકી હારે દુષ્કર્મની ઘટના - પાંડેસરા વડોદ ગામ બાપુ નગરમાં હચમચાવી દેનાર ઘટના પ્રકાશમાં આવી છે. એક 7 વર્ષની બાળકીનું નિદ્રાવન અવસ્થામાં કાકાના બગલમાંથી અપહરણ કર્યા બાદ દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. મળસ્કે 3 વાગે બાળકી રડતી રડતી ઘરે આવતા પરિવાર ઉઘમાંથી ઉઠતા હોબાળો થયો હતો. બાળકીનો ગુપ્તભાગ લોહીથી ખરડાયેલી હાલતમાં મળી આવતા પરિવાર આશ્ચર્યમાં મુકાયો હતો.
આ પણ વાંચોઃ કળયુગ હજી કેટલું દેખાડશે..! સુરતમાં મામા કંશને પણ શરમાવે એવું કર્યું કૃત્ય
100-150 મીટરમાં જ બાળકી સાથે દુષ્કર્મ કરાયું - બાળકીએ માતાને મારી ગંદુ કામ કર્યું હોવનું જણાવ્યું હતું. 100-150 મીટરમાં જ બાળકી સાથે દુષ્કર્મ કરાયું હતું. વહેલી સવારે પોલીસને જાણ કરાતા પોલીસે શકમંદને પકડી પાડ્યો છે. બાળકીને મેડિકલ તપાસ માટે સિવિલ લવાયા હતા. બાળકીને વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ત્યારે શકમંદથી પૂછપરછ પાંડેસરા પોલીસે શરૂ કરી છે.