સુરત : સુરતમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદ શરૂ થયો છે. જોકે આ પહેલા હવામાન વિભાગ દ્વારા 18થી 20 જૂન દરમ્યાન ચોમાસું બેસી જવાની આગાહી કરી હતી. પરંતુ બિપરજોય વાવાઝોડાના કારણે સાઉથ-વેસ્ટ મોન્સુનની સિસ્ટમ નબળી પડી જતાં ચોમાસું ખેંચાઇ ગયું હતું જેને કારણે ચોમાસું મોડું આવશે તેવી આગાહી કરવામાં આવી છે.
કયા વિસ્તારોમાં વરસાદ : પરંતુ અચાનક વાતાવરણમાં પલટો આવતા શહેરના વેસુ, પીપલોદ, અડાજણ, અઠવાલાઇન્સ, પાંડેસરા, ભેસ્તાન, કતારગામ, અમરોલી, મોટા વરાછા કાપોદ્રા સમગ્ર સુરત શહેરમાં વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને બફારાભરી ગરમીથી રાહત મળી છે. જોકે વધુ સારા વરસાદની અપેક્ષા છે.
હા આજે ઠંડક છે. બાકી તો છેલ્લા ચાર પાંચ દિવસોથી ખૂબ જ ગરમી પડી રહી હતી. જેને કારણે ખુંબ જ બફારો પણ લાગી રહ્યો હતો. બીજું કે વરસાદ વરસે છે પરંતુ મન મૂકીને વરસાદ નથી વરસતો. જેને કારણે એવું થાય છે કે વરસાદ પડ્યા બાદ અતિશય ગરમી લાગવા લાગે છે. વરસાદ જો બરોબર પડે અને જમીનની અંદર સુધી જાય તો ઠંડક રહે છે અને વરસાદ ઓછો પડે તો વખત જમીન ભીંજાય છે અને ત્યારબાદ તડકો આવે અને ભારે બફારો અનુભવાય છે...અજય શાહ(સ્થાનિક)
રથયાત્રામાં ન આવ્યો વરસાદ તેમણે વધુમાં કહ્યું કે હવે આજે એક કલાક જેટલો વરસાદ પડ્યો છે પરંતુ ઠંડક લાગી રહી છે. પણ જો આપણે ત્યાં વાવાજોડું નઈ આવતે તો અત્યાર સુધી ચોમાસું બેસી ગયું હોત અને વરસાદ પડી રહ્યો હોત. વરસાદ ભારે પવનો સાથે આવતે તો વરસાદ ખેંચાઈ ગયો હોત. હાલ તો મહિનાના અંતમાં વરસાદ આવશે તેવું કહી શકાય છે. બીજું કે દર વર્ષે જે જગન્નાથ ભગવાનની રથયાત્રા નીકળે છે ત્યારે વરસાદ પડે જ છે. પરંતુ આ વખતે એ વરસાદ પણ પડ્યો નથી.
પ્રિમોન્સુન ગતિવિધિ હજુ બાકી : આ વરસાદે સુરતીઓને રાજી પણ કર્યાં હતાં કારણકે છેલ્લા ચાર દિવસોથી ખુંબ જ ગરમી પડી રહી છે. જેને કારણે લોકોને ભારે બફારો અનુભવી રહ્યા હતાં. બિપરજોય વાવાઝોડાને કારણે પાછલા દિવસોમાં ઝાપટાં પડ્યા હતાં પરંતુ પ્રિમોન્સૂન ગતિવિધિ હજુ બાકી છે. હવે વરસાદ જૂનના અંતમાં આવે તેવી સંભાવનાઓ હવામાંન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
ઉત્તર ગુજરાત અને કચ્છના જળાશયોમાં સંગ્રહિત પાણીનો જથ્થો પાછલાં 15 વર્ષોની સરખામણીમાં સૌથી વધુ છે. રાજયમાં 206 જળાશયો પૈકી 04 જળાશય હાઈ એલર્ટ 01 એલર્ટ પર તેમ જ 03 જળાશય વોર્નિંગ પર છે....સિંચાઇ નિભાગ અધિકારી(ગાંધીનગર)
તંત્ર કામે લાગ્યું : હવામાન વિભાગના જણાવ્યાનુસાર આમ તો ગુજરાતમાં 22 જૂનથી સત્તાવાર ચોમાસાની શરૂઆત થવાની આગાહી કરવામાં આવી છે. ચોમાસુ 2023ની સ્થિતિને ધ્યાનમાં લઈને સ્ટેટવાઇઝ અને ડિસ્ટ્રિક્ટનું સરકારી તંત્ર વિવિધ તૈયારીઓમાં પડ્યું છે. ચોમાસાને લઇ ગાંધીનગરમાં વેધર વોચ કમિટીની અઠવાડિક બેઠક યોજાશે. આજે પણ વેધર કમિટીની મીટિંગ થઇ હતી. જેમાં બિપરજોય વાવાઝોડામાં થયેલા નુકશાન સંદર્ભે તમામ વિભાગો પાસે વિગતો મેળવીને કામગીરીની સમીક્ષા કરાઇ હતી. તેમ જ રાજ્યના ઓછા વરસાદવાળા વિસ્તારોના જળાશયોમાં પાણીનો કેટલો સંગ્રહ વગેરે બાબતોનું આકલન કરવામાં આવી ર્યું છે. દક્ષિણ ગુજરાતમાં સામાન્યપણે પાણીની સમસ્યા ખાસ હોતી નથી ત્યારે આજથી વરસાદની શરુઆત થતાં તંત્રને રાહતનો અનુભવ થઅ શકે છે.
જળાશયોની સ્થિતિ : વરસાદ પહેલાંની હવામાનની ગતિવિધિ જોઇને વેધર વોચ બેઠકમાં સિંચાઇ વિભાગના અધિકારીએ જળાશયોની સ્થિતિની માહિતી આપતા જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાત અને કચ્છના જળાશયોમાં સંગ્રહિત પાણીનો જથ્થો પાછલાં 15 વર્ષોની સરખામણીમાં સૌથી વધુ છે. રાજયમાં 206 જળાશયો પૈકી 04 જળાશય હાઈ એલર્ટ 01 એલર્ટ પર તેમ જ 03 જળાશય વોર્નિંગ પર છે....સિંચાઇ નિભાગ અધિકારી(ગાંધીનગર)