ETV Bharat / state

Surat News : સુરતમાં ચાલુ ટ્રેને યાત્રી પ્લેટફોર્મના ગેપમાં પડી જતા RPF જવાન દેવદૂત બન્યો

સુરત રેલવે સ્ટેશન પર ચાલતી એક્સપ્રેસમાં ટ્રેનમાં ચડતી વખતે પ્રવાસીએ સંતુલન ગુમાવતા પ્લેફોર્મના ગેપમાં પડી ગયો હતો. પ્રવાસી પડી જતાં આશરે 10 મીટર સુધી ખેંચાઈ ગયો હતો. આ ઘટનાને જોતા જ પ્લેટફોર્મ પર ઉભેલા RPF જવાન સતર્ક દાખવીને પ્રવાસીનો જીવ બચાવ્યો હતો.

Surat News : સુરતમાં ચાલુ ટ્રેને યાત્રી પ્લેટફોર્મના ગેપમાં પડી જતા RPF જવાન દેવદૂત બન્યો
Surat News : સુરતમાં ચાલુ ટ્રેને યાત્રી પ્લેટફોર્મના ગેપમાં પડી જતા RPF જવાન દેવદૂત બન્યો
author img

By

Published : May 29, 2023, 10:13 PM IST

સુરતમાં ચાલુ ટ્રેને યાત્રી પ્લેટફોર્મના ગેપમાં પડી જતા RPF જવાન દેવદૂત બન્યો

સુરત : રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર ચાલતી અમદાવાદ-હાવડા એક્સપ્રેસમાં ચડતી વખતે પ્રવાસીએ પોતાનું સંતુલન ગુમાવ્યું હતું. યાત્રી ચાલુ ટ્રેન અને પ્લેફોર્મના ગેપમાં પડી ગયો હતો. આશરે 10 મીટર સુધી ખેંચાઈ ગયો હતો. આ ઘટનાને જોતા જ પ્લેટફોર્મ પર ઉભેલા RPF જવાન સતર્ક થઈ ગયો અને RPF જવાને તેનો જીવ બચાવ્યો હતો.

અવારનવાર ઘટના : સુરત રેલ્વે સ્ટેશન પર ચાલતી ટ્રેનમાં ચડવામાં પ્રવાસીઓ ઉતાવળમાં ભૂલો કરી રહ્યા છે. જેના કારણે તેમનો જીવ જોખમમાં છે, પરંતુ સતર્ક RPF જવાનો સમયસર આવી ઘટનાઓને અટકાવી રહ્યા છે. આવી જ એક ઘટના 29મી મેના રોજ સામે આવી હતી. RPF જવાન સી.ટી.બાલકરને સવારે 06:00થી બપોરે 02:00 સુધી પ્લેટફોર્મ નંબર 01, સુરત ખાતે બંદોબસ્ત ડ્યુટી પર તૈનાત હતા. પ્લેટફોર્મ નંબર 01 ના પેટ્રોલિંગ દરમિયાન, તેમને ટ્રેન નંબર 01ના પેસેન્જર પ્રાગ અશોક કુમારને જોયો, જે ચાલતી ટ્રેનમાં ટ્રેન નંબર 12834 હાવડા-અમદાવાદ એક્સપ્રેસમાં ચડવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

સતર્કતા અને સમય સૂચકતાના કારણે જીવ બચ્યો : જેના કારણે તે પ્લેટફોર્મ અને ચાલતી ટ્રેન વચ્ચેના ગેપમાં પડી ગયો હતો, જે દરમિયાન તેને ટ્રેનની સાથે 10 મીટર સુધી ખેંચવામાં આવ્યો હતો. પરંતુ સતર્ક આરપીએફ જવાન સીટી બલકરે તાત્કાલિક કાર્યવાહી કરીને તેને ગેપમાંથી બહાર કાઢ્યો અને તેનો જીવ બચાવ્યો. જ્યારે યાત્રીને RPF જવાને પડતાં જોયું ત્યારે તે દોડીને યાત્રી પાસે પહોંચી ગયો હતો એટલું જ નહીં RPF જવાનને દોડતા જોઈ પ્લેટફોર્મ પર હાજર યાત્રીઓ પણ ત્યાં એકત્રિત થઈ ગયા હતા. જો RPF જવાને સમય સૂચકતા અને સતર્કતા નહીં બતાવી હોત તો યાત્રીનો જીવ જોખમમાં મુકાઈ ગયો હોત.

આ અગાઉ પણ ઘટના બની ચૂકી છે : ઉલ્લેખનીય છે કે, અગાઉ 30 એપ્રિલના રોજ સુરત સ્ટેશનના પ્લેટફોર્મ 1 પર વડનગર એક્સપ્રેસમાં ચડતી વખતે પ્રવાસીએ પોતાનું સંતુલન ગુમાવ્યું હતું અને તે ગાબડામાં પડી ગયો હતો, પરંતુ સતર્ક RPF જવાને સમયસર પ્રવાસીનો જીવ બચાવ્યો હતો.

  1. Surat News : ચાલુ ટ્રેને ચડવા જતા યુવકનો RPFના જવાન બચાવ્યો જીવ, જૂઓ વિડીયો
  2. Surat Exclusive News : યુપી બિહારના શ્રમિકો દંડા લાફા ખાઈને ટ્રેનની મુસાફરી કરવા મજબૂર, પ્લેટફોર્મ રણભૂમિ જેવું બન્યું
  3. Surat Railway News : હોળી પર્વ પર વતન જવા ટ્રેન ટિકિટ પામવા પરપ્રાંતીયો લગાવી રહ્યાં છે 24 કલાકની લાઇન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.