ETV Bharat / state

સુરત રેલ્વે સ્ટેશનની થશે કાયાપલટ, વર્લ્ડક્લાસ બનાવવાની કામગીરી શરૂ - સુરત રેલ્વે સ્ટેશનનો રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ

સુરત રેલ્વે સ્ટેશનને વર્લ્ડક્લાસ(Surat railway station become world class) બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. 877 કરોડના ખર્ચે રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ(Surat railway station Re-development project) આખરે 6 વર્ષે શરૂ થયો છે. સિમેન્ટ યાર્ડને ખાલી કરીને બેરીકેટ લગાવી દેવાયા છે. આગામી દિવસોમાં હાલના સ્ટેશનના પ્લેટફોર્મનું ક્રમશ: ડિમોલીશન કરી બાંધકામ શરૂ કરાશે. (Re-development project Work started )સુરત સ્ટેશનનું કામ શરૂ થશે ત્યારે ઉધના સ્ટેશન ઉપર બનાવાયેલા બે નવા પ્લેટફોર્મનો ઉપયોગ ટ્રેનોને ડાયવર્ટ કરવા માટે કરી શકાશે.

ક્લાસ બનાવવાની કામગીરી શરૂ
ક્લાસ બનાવવાની કામગીરી શરૂ
author img

By

Published : Dec 15, 2022, 3:19 PM IST

સુરત: સુરતમાં રેલ્વે સ્ટેશનનો રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ(Surat railway station Re-development project) આખરે 6 વર્ષે શરૂ થયો છે. 2016માં 877 કરોડના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી હતી. ડિઝાઈન સહિત અનેક ફેરફારો કરાયા બાદ આ પ્રોજેક્ટના શ્રીગણેશ કરવામાં આવ્યા છે. (Re-development project Work started )આ પ્રોજેક્ટ 48 મહિનામાં પુરો કરી દેવાનો ટાર્ગેટ છે.

877 કરોડનો પ્રોજેક્ટ : સુરત રેલ્વે સ્ટેશનને વર્લ્ડક્લાસ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જેમાં સિમેન્ટ યાર્ડને ખાલી કરીને બેરીકેટ લગાવી દેવાયા છે. હવે ત્યાં નવા પ્લેટફોર્મ બનાવાશે. હવે અહીં 2016માં જાહેર કરાયા મુજબ 877 કરોડના ખર્ચે નવું રેલવે સ્ટેશન તૈયાર કરાશે.

આ પણ વાંચો - શહેરની સુંદરતામાં સરકારે લીધો વધુ એક નિર્ણય

હાલના પ્લેટફોર્મનું ડિમોલીશન: આગામી દિવસોમાં હાલના સ્ટેશનના પ્લેટફોર્મનું ક્રમશ: ડિમોલીશન કરી બાંધકામ શરૂ કરાશે. હાલમાં સુરતથી ઉપડતી ટ્રેનો ઉધનાથી ઉપડશે.આ માટે રેલવે બોર્ડની પાસેથી મંજૂરી માંગી છે. સુરત સ્ટેશનનું કામ શરૂ થશે ત્યારે ઉધના સ્ટેશન ઉપર બનાવાયેલા બે નવા પ્લેટફોર્મનો ઉપયોગ ટ્રેનોને ડાયવર્ટ કરવા માટે કરી શકાશે. હાલમાં સુરત સ્ટેશનથી તાપ્તી ગંગા એક્સપ્રેસ, સુરત અમરાવતી એક્સપ્રેસ, સુરત મુઝફ્ફરપુર એક્સપ્રેસ સહિતની અનેક ઇન્ટરસિટી અને મેમુ ટ્રેનો ઉપડી રહી છે. આ તમામ ટ્રેન ચોથા નંબરના પ્લેટફોર્મ ઉપરથી ઉપડે છે, પરંતુ હવે આ ટ્રેનને ઉધના ડાયવર્ટ કરીને ત્યાંથી ઉપાડવા માટે તજવીજ શરૂ કરાઈ છે.

નવા રેલવે સ્ટેશનમાં શું હશે સુવિધા:

અલગ એન્ટ્રી-એક્ઝિટ સાથે કોન્કોર્સ અને VIP લાઉન્જ હશે.

ઈન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટેશન હેઠળ બસ સ્ટેશન પણ બનાવાશે.

18 મીટરની ઊંચાઈ પર રૂફ પ્લાઝા-કોમર્શિયલ પ્લાઝા પણ હશે.

મલ્ટિ-મોડલ ટ્રાન્સપોર્ટેશન હબ રેલ્વે, બસ, મેટ્રો, BRTS, ખાનગી વાહનો, રસ્તાઓને એકીકૃત કરાશે.

મુખ્ય આકર્ષણો:

ઇન્ટરસિટી બસ સ્ટેશન, આંતરરાજ્ય બસ સ્ટેશન, વ્યાપારી ટાવર, 4 વધારાના પ્લેટફોર્મ તથા મોલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.