ETV Bharat / state

Surat Railway Station : પરપ્રાંતિયો માટે નવી ટ્રેનોની માંગણી, જો નહીં મળે ટ્રેન તો ધરણાં પ્રદર્શન - સુરત રેલવે આંદોલન

સુરતમાં પરપ્રાંતિયો માટે ઈનટુકએ રેલવે સુપ્રીટેન્ડેન્ટને આવેદન આપી નવી ટ્રેનોની માંગણી કરી છે. જો પરપ્રાંતિયો માટે નવી ટ્રેનો શરૂ નહી કરાય તો ધરણાં પ્રદર્શન સાથે રેલ્વે સ્ટેશનની કામગીરી અટકાવાની ચિમકી ઉચ્ચારી છે. (Surat Railway Station)

Surat Railway Station : પરપ્રાંતિયો માટે નવી ટ્રેનોની માંગણી, જો નહીં મળે ટ્રેન તો ધરણાં પ્રદર્શન

author img

By

Published : Feb 3, 2023, 2:31 PM IST

સુરતમાં પરપ્રાંતિયો માટે નવી ટ્રેનોની માંગણી

સુરત : એપ્રિલ અને મે મહિનામાં ઉનાળાની સીઝન દરમિયાન શાળાઓમાં રજા હોય છે અને લાખોની સંખ્યામાં લોકો પોત પોતાના વતન જતા હોય છે આ સમયે સૌથી વધુ હાલાકી સુરતમાં રહેતા પરપ્રાંતિય લોકોને થતી હોય હોવાનું સામે આવ્યું છે. ઉત્તરપ્રદેશ, બિહાર અને મધ્યપ્રદેશ સહિત ઝારખંડ માટે ટ્રેનોના અભાવના કારણે લોકોને હાલાકી ભોગવવી પડતી હોય છે. આ જ કારણ છે કે, ઈનટુકએ રેલવે સુપ્રીટેન્ડેન્ટને આવેદન આપી નવી ટ્રેનોની માંગણી કરી છે અને જો આ માંગણી પૂર્ણ નહીં થાય તો રેલ લોકોની ચીમકી આપી છે.

શું માંગણી કરવામાં આવી : ઇન્ટુક (ઇન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસ) દ્વારા રેલવે સુપ્રિટેન્ડન્ટને આવેદન આપી જણાવવામાં આવ્યું છે કે, સુરતમાં 20 લાખથી વધુ લોકો યુપી, બિહાર, ઝારખંડ સહિતના રાજ્યોમાંથી આવે છે. ટ્રેનોની સંખ્યા ઓછી હોવાથી ઘેટા-બકરાની જેમ પ્રવાસ કરાય છે. તાપ્તી લાઇનની ટ્રેનો ફુલ જ રહે છે. જેથી સુરતથી ઉધના, ભુસાવલ, ઈટારસી, કટની, શંકરગઢ, પ્રયાગરાજ, પ્રતાપગઢ, સુલતાનપુર, વડોદરા, રતલામ, ઉજ્જૈન, સેજલપુર, ઝાંસી, કાનપુર, લખનઉ, જૌનપુર, વારાણસી, વારાણસી, રાંચી માટે ડાયરેક્ટ ટ્રેન મળે તેવી માંગણી કરવામાં આવી છે.

લાખોની સંખ્યામાં પ્રવાસી : ઉલ્લેખનીય છે કે, ઉનાળાની સિઝનમાં લાખોની સંખ્યામાં સુરતથી લોકો પોતાના વતન યુપી, બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ જતા હોય છે. રેગ્યુલર ટ્રેન ના હોવાના કારણે લોકોને પરિવાર સહિત જવામાં હાલાકી ભોગવવી પડતી હોય છે. 12થી 15 કલાક લોકો રેલવે સ્ટેશન પર લાઈનમાં ઊભા રહેતા હોય છે. જેથી તેઓ ટ્રેનમાં બેસી શકે. જોકે, અનેકવાર નવી ટ્રેનની માંગણી પણ કરવામાં આવી છે અને અગાઉ ભૂતકાળમાં પણ ટ્રેન નહીં તો ચેન નહીં આંદોલન પણ શહેરમાં થઈ ચૂક્યું છે.

આ પણ વાંચો : Indian Railways : દક્ષિણ ભારતના યાત્રાધામના દર્શન કરવામાં હવે નહીં પડે અગવડ, IRCTCએ શરૂ કરી નવી ટ્રેન

ધરણાં પ્રદર્શન કરીશું : ઇનટુકના શહેર પ્રમુખ ઉમાશંકર સિંહે જણાવ્યું હતું કે, સુરતથી અયોધ્યા માટે નવી ટ્રેન શરૂ કરવાની માંગણી અમે કરી હતી અને આ સાથે વધુ એક આવેદનપત્ર રેલવે સુપરિન્ટેન્ડન્ટને આપ્યું છે. જેમાં જણાવ્યું છે કે, સુરત જલગાંવ વચ્ચે ડબલ ટ્રેક નાંખી દીધા હોવા છતાં ટ્રેનો શરૂ કરાઇ નથી. જો હવે ટ્રેન શરૂ નહીં થાય તો સુરતના નવા રેલવે સ્ટેશનનું કામ અટકાવી દેવાશે. 22મી ફેબ્રુઆરી સુધી જો અમારી માંગણી પૂર્ણ કરવામાં નહીં આવશે તો રેલવે સ્ટેશન પર હજારોની સંખ્યામાં અમે ઉપસ્થિત રહીને ધરણાં પ્રદર્શન કરીશું.

આ પણ વાંચો : Bullet Train Surat Station: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ગુજરાતમાં તેજ ગતિએ, સુરતમાં પિલર નાખવાનું કામ પૂર્ણ

રેલ રોકો આંદોલન કરીશું : સાથે ઇન્ટુકના સભ્ય શાન ખાને જણાવ્યું હતું કે, વર્ષ 1990થી તાપી ગંગા ટ્રેનની શરૂઆત કરવામાં આવી હતી. આજ દિન સુધી એકમાત્ર ઉત્તર પ્રદેશમાં જનાર એકમાત્ર રેગ્યુલર ટ્રેન છે. અમે વારંવાર માંગણી કરી છે તેમ છતાં રેલવે તરફથી આ માંગણીઓ પૂર્ણ કરવામાં આવી નથી. દસ વર્ષથી કોઈપણ એક રેગ્યુલર ટ્રેન સુરતના પરપ્રાંતીય લોકો માટે શરૂ કરાઈ નથી. જેથી આવનાર દિવસોમાં રેલ રોકો અને નવા રેલ્વે સ્ટેશનની કામગીરી અટકાવી દેવાશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.