સુરત: લોકડાઉન ભંગ કરનારા સામે હવે સુરત પોલીસ સોશિયલ મીડિયાનો સહારો લઈ રહી છે. હવે લોકડાઉન ભંગ કરનારા લોકોની તસ્વીર શહેરીજનો ફેસબુક અને ટ્વીટર પર ફરિયાદ કરી શકશે. જો કોઈ ચારથી વધુ લોકો ભેગા થાય તો અન્ય વ્યક્તિ તેની તસ્વીર અને સમય સહિત લોકેશન સુરત પોલીસના ફેસબુક પેજ અને ટ્વીટર પર અપલોડ કરી ફરિયાદ કરી શકે છે.
સુરત પોલીસની અપીલ બાદ અત્યાર સુધી 8 ફરિયાદો મળી હતી. એક સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. જ્યારે અન્ય 3ને પોલીસ દ્વારા સમજાવી જવા દેવામાં આવ્યા છે. જ્યારે અન્ય ચારની ઓળખ કરવામાં આવી રહી છે.