ETV Bharat / state

પોલીસ-પબ્લીક ભાઈ ભાઈ : આ રીતે પોલીસ અને પ્રજા વચ્ચે સમન્વય સ્થાપવા કરાયું સરાહનીય કાર્ય - Planning a carrom competition

સુરત પોલીસે ડીંડોલી પોલીસ મથક દ્વારા કેરમ સ્પર્ધાનું આયોજન (Surat Police organized a carrom competition )કરવામાં આવ્યું હતું. કેરમ સ્પર્ધામાં પોલીસ કર્મચારીઓ અને સ્થાનિક પ્રજાએ ભાગ લીધો હતો. રમત સ્પર્ધાના માધ્યમથી લોકો પોલીસ સાથે એકદમ માનવીય અભિગમ સાથે જોડાય આ હેતુથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સુરત શહેર પોલીસે રમત સ્પર્ધાનું આયોજન કર્યું, પોલીસ કર્મચારીઓ અને સ્થાનિક પ્રજાએ ભાગ લીધો

author img

By

Published : Jul 14, 2022, 4:57 PM IST

સુરત: શહેર પોલીસના આયોજન અંતર્ગત આજે ડીંડોલી પોલીસ મથક( Surat Police)દ્વારા કેરમ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ કર્મીઓ અને સ્થાનિક જનતા એકબીજા સાથે મળીને રહે અને ક્રાઈમ રેટ ઓછો( Planning a carrom competition)થાય આ હેતુથી સુરત પોલીસ દ્વારા અનેક રમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ રમત સ્પર્ધાની સાથે જનતા દરબાર પણ યોજીને પોલીસ કમિશનર સ્થાનિક સમસ્યા અંગે જાણકારી મેળવી રહ્યા છે.

આ પણ વાંચોઃ કુખ્યાત આરોપીને પકડવા પોલીસે એવો રસ્તો કાઢ્યો કે આરોપી પણ ચોંકી ગયો

કેરમ સ્પર્ધામાં ભાગ લીધો - કમિશનર અજય તોમર સહિત IPS ઉષા રાડા અને SP જે.ટી. સોનાર હાજર હતા. કેરમ સ્પર્ધામાં પોલીસ કર્મચારીઓ અને સ્થાનિક પ્રજાએ ભાગ લીધો હતો. રમત સ્પર્ધાના માધ્યમથી લોકો પોલીસ સાથે (Surat Police organized a carrom competition )એકદમ માનવીય અભિગમ સાથે જોડાય આ હેતુથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડિવિઝનના અન્ય અધિકારીઓ પણ હાજર હતા.પોલીસ પ્રશાસન સાથે સ્થાનિક કોર્પોરેટરોએ પણ હાજરી આપી હતી.

કેરમ સ્પર્ધાનું આયોજન

આ પણ વાંચોઃ Surat Police Cycle Patrolling: સુરત પોલીસે સ્થાનિકો લોકો સાથે રાત્રે સાયકલ પેટ્રોલિંગની પહેલ શરૂ કરી

150થી વધુ લોકો હાજર રહ્યા - ડીંડોલી વિસ્તારમાં કેરમની સ્પર્ધા યોજવામાં આવી હતી. કેરમ રમનાર 16 ટીમોએ પણ ઉપસ્થિતિ દર્શાવી હતી. રમતમાં ભાગ લેનારા સ્પર્ધકોને ટ્રોફી આપી સમ્માન કરાયું હતું. ઈનામ વિતરણ સાથે જનતા દરબારનું પણ આયોજન કરવામાં આવેલ હતું. જનતા દરબારમાં 150થી વધુ લોકો હાજર રહ્યા હતા. પોલીસ કમિશનરે દરેકને તેમના વક્તવ્ય થી સંબોધ્યા હતા. તેમના જીવન અંગે ચર્ચા કરી લોકોનો ઉત્સાહ વધાર્યો હતો. જનતા દરબારમાં લોકોએ પોતાને પડતી અવગડતા પણ વર્ણવી હતી. ત્યારે ડીંડોલી સર્વેલન્સ સ્ટાફ માટે એક ચોકીની પણ માંગણી કરવામાં આવી હતી. કમિશનર અજય તોમરે ત્વરીત એક્શન લેવા અને એક પીસીઆર ની વ્યવસ્થા તાત્કાલિક ધોરણે કરવા હુકમ કર્યો હતો. આ પ્રશ્ને જરૂરી નિર્ણય લેવા ઉચ્ચ અધિકારીઓને હુકમ કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.