ETV Bharat / state

8 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનારા ફરાર આરોપીને સુરત પોલીસે આગ્રાથી ઝડપી પાડ્યો - Gujarat News

સુરત સચિન GIDC વિસ્તારમાં 8 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરી ફરાર થઇ જનારા નરાધમને પોલીસે આગ્રાથી ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો કામે લાગાડી હતી અને આખરે પોલીસને આરોપીને પકડવામાં સફળતા મળી હતી.

8 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનારા ફરાર આરોપીને સુરત પોલીસે આગ્રાથી ઝડપી પાડ્યો

author img

By

Published : Dec 15, 2020, 12:13 PM IST

  • સુરત સચિન GIDC વિસ્તારમાં બની દુષ્કર્મની ઘટના
  • 8 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરી આરોપી થયો ફરાર
  • આરોપીને પકડવા પોલીસે અલગ-અલગ ટીમો તૈયાર કરી

સુરતઃ સચિન GIDC વિસ્તારમાં 8 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરી ફરાર થઇ જનારા નરાધમને પોલીસે આગ્રાથી ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો કામે લાગાડી હતી અને આખરે પોલીસને આરોપીને પકડવામાં સફળતા મળી હતી.

5 વર્ષની બાળકી પર દુષ્કર્મ

સુરતના સચિન GIDC વિસ્તારમાં શ્રમજીવી પરિવાર રહે છે. 5 દિવસ અગાઉ શ્રમજીવી પરિવારની 8 વર્ષીય બાળકીને નરાધમ યુવક રાત્રીના સમયે ઉપાડી ગયો હતો અને ઝંડી ઝાખરામાં લઇ જઈ દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં ત્યાં જ કડક્ડતી ઠંડીમાં તેને મૂકી ફરાર થઇ ગયો હતો. બીજા દિવસે સવારે બાળકી નહી મળતા પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી અને પોલીસે બાળકીને શોધવા ટીમો કામે લગાડી હતી. આ દરમિયાન એક ચાની લારી ચલાવતા ઈસમને બાળકી મળી હતી અને તેણે પોલીસને જાણ કરી હતી. બાળકીનું મેડીકલ પરીક્ષણ કરાવતા બાળકી પર દુષ્કર્મ થયું હોવાનું બહાર આવ્યું હતું.

આરોપીની કરી ધરપકડ

આ દરમિયાન પોલીસે આરોપીને પકડવા કામે લાગી હતી. તે દરમિયાન પોલીસને CCTV ફૂટેજ હાથ લાગ્યા હતા. જ્યાં એક ઇસમ શંકાસ્પદ હાલતમાં દેખાયો હતો. પોલીસે CCTV ફૂટેજના આધારે ત્યાં આવેલા તમામ કારખાનામાં તપાસ કરી હતી. દરમિયાન એક કારીગર ફરાર હોવાની માહિતી મળી હતી. પોલીસે ફરાર યુવકનો મોબાઈલ નબર શોધી કાઢ્યો હતો અને તેના આધારે પોલીસે આરોપીને આગ્રા ખાતે આવેલા રેલવે સ્ટેશન પાસેથી ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીનું નામ પૂછતાં તેણે પોતાનું નામ મુકેશ બુધઈ સાહ જણાવ્યું હતું અને તે મૂળ બિહારના પીપરહિયા ગામનો વતની છે. હાલ પોલીસે તેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગ કરશે અને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.