ETV Bharat / state

Surat Crime: પોલીસે ISI એજન્ટ દિપક સાળુંખે સામે કોર્ટમાં દાખલ કરી 2100 પાનાની ચાર્જશીટ - સુરત પોલીસે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી

સુરતમાં ઝડપાયેલો પાકિસ્તાની જાસુસી એજન્સી ISIનો એજન્ટ દિપક સાળુંખે અત્યારે જેલમાં છે. ત્યારે પોલીસે આ કુખ્યાત આરોપી સામે કોર્ટમાં 2,100 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. ત્યારે હવે આ મામલે ઝડપથી કેસ ચલાવવામાં આવશે.

Surat Crime: પોલીસે ISI એજન્ટ દિપક સાળુંખે સામે કોર્ટમાં દાખલ 2100 પાનાની કરી ચાર્જશીટ

author img

By

Published : Mar 10, 2023, 3:55 PM IST

સુરતઃ શહેરના ડિંડોલી વિસ્તારમાંથી પોલીસે પાકિસ્તાની જાસુસી એજન્સી ISIના એજન્ટ દિપક સાળુંખેની ધરપકડ કરી હતી. સુરત એસઓજી અને ક્રાઈમબ્રાન્ચની ટીમે 13 ડિસેમ્બર 2022ના દિવસે આ કુખ્યાત આરોપીને ઝડપી પાડ્યો હતો. ત્યારે પોલીસે આ મામલે આરોપી સામે નામદાર કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.

આ પણ વાંચોઃ નૂર વહાબે દીપકને અનેકવાર નાણાં મોકલ્યાં, પાકિસ્તાનની જાસૂસી એજન્સી ISIના ઇશારે શું થયું વધુ જાણો

આરોપીને ભારતીય આર્મીની ગુપ્ત માહિતી બદલ મળી હતી ઑફરઃ આ આરોપી પાકિસ્તાન સ્થિત હમીદ નામના ISI એજન્ટ સાથે પહેલાં સોશિયલ મીડિયાના માધ્યમથી પૂનમ શર્માના નામે કોન્ટેક્ટમાં આવ્યો હતો. બાદમાં પોતે ISI એજન્ટ હોવાની ઓળખ જાહેર કરી ભારતીય આર્મીની ગુપ્ત માહિતી સામે નાણાકીય લાભની ઑફર કરતાં દિપક તૈયાર થઈ ગયો હતો, જેથી એસઓજી અને ક્રાઈમબ્રાન્ચ પોલીસે તેની ધરપક કરી હતી. ત્યારબાદ કોર્ટે તે સમયે આરોપીના માત્ર 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

પોલીસે રિમાન્ડ દરમિયાન ઘણી માહિતી બહાર કઢાવીઃ સુરત એસઓજી પોલીસે પાસેથી આરોપી દિપક સાળુંખેની 13 ડિસેમ્બરે ધરપકડ કર્યા બાદ તેને નામદાર કોર્ટ પર રજૂ કરવામાં આવ્યો હતો. તે સમયે પોલીસે કોર્ટ પાસેથી 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા, પરંતુ કોર્ટે ફક્ત 7 દિવસના રિમાન્ડ આપ્યા હતા. પોલીસને આ 7 દિવસ દરમિયાન આરોપી પાસેથી ઘણું બધું જાણવા મળ્યું હતું કે, આરોપીએ પાકિસ્તાન સ્થિત હમીદ નામનો ISI એજન્ટ સાથે પહેલાં સોશિયલ મીડિયાના માધ્યમથી પૂનમ શર્મા નામે કોન્ટેક્ટમાં આવ્યો હતો અને ત્યારબાદ પોતે ISI એજન્ટ હોવાની ઓળખ જાહેર કરી ભારતીય આર્મીની ગુપ્ત માહિતી સામે નાણાકીય લાભની ઑફર કરતાં દિપક તૈયાર થઈ ગયો હતો.

75,000 રૂપિયામાં દેશ સાથે ગદ્દારીઃ સાથે જ આરોપી દિપક સાળુંખેએ ઈન્ટરનેટ પરથી ભારતીય આર્મીની માહિતી મેળવી પાકિસ્તાની શખ્સને મોકલ્યા હતા. ઉપરાંત ભારતીય સીમકાર્ડ પણ મોકલવાનું જણાવી પાકિસ્તાન તથા તેના માટે કામ કરતાં લોકો પાસેથી 75,000 રૂપિયા મેળવ્યા હતા.

સૌથી વધુ પૈસા રાજસ્થાનની નૂર ફાતેમાના એકાઉન્ટમાંથી જમા થયા હતાઃ ઉપરાંત પોલીસને એમ પણ જાણવા મળ્યું હતું કે, આ પૈસા અલગઅલગ એમ કુલ 5 એકાઉન્ટમાંથી જમા થયા હતા, જેમાં પોલીસે સૌથી વધુ પૈસા રાજસ્થાનની નૂર ફાતેમાના એકાઉન્ટમાંથી જમા થયા હોવાનું જાણ્યું હતું. તેમના એકાઉન્ટમાંથી કુલ 30,000 રૂપિયા જમા કરવામાં આવ્યા હતા. ત્યારે પોલીસે નૂર ફાતેમાનાની પણ પૂછપરછ કરી હતી. તેણે પણ પાકિસ્તાનના હમીદના ઈશારે પૈસા જમા કરાવ્યા હોવાનું જણાવ્યું હતું, પરંતુ તે પૈસા જાસૂસી માટે મોકલે છે. તે વાત તેને ખબર નહતી એવું જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ 'હનીટ્રેપ, ક્રિપ્ટોકરન્સી અને ડાર્કનેટ' ભારતની સંવેદનશીલ માહિતી મેળવવા ISI એજન્સીના હથિયાર

2 આર્મી જવાને પણ આરોપીના એકાઉન્ટમાં પાકિસ્તાનના હમીદના ઈશારે પૈસા જમા કરાવ્યા હતાઃ એટલું જ નહીં, 2 આર્મી જવાનોએ પણ આરોપીના એકાઉન્ટમાં પાકિસ્તાનના હમીદના ઈશારે પૈસા જમા કરાવ્યા હતા. તે વાત પણ બહાર આવતા પોલીસે તેમને સમન્સ પાઠવ્યા હતા. જોકે, તેઓ સુરત પોલીસ સમક્ષ હાજર થયા નહતા. બીજી તરફ આર્મી પણ આ તપાસમાં લાગી ગઈ હતી. અમે આ લોકો પણ દિપકના સંપર્કમાં હોવાનું બહાર આવ્યું હતું. એસઓજી પોલીસે ચાર્જશીટમાં આરોપી દિપક સાળુંખે વિરુદ્ધ પાકિસ્તાની ISI સાથેના સંપર્ક, ક્યાં નંબરથી વાત કરતો, પૂનમ શર્મા નામનું સોશિયલ મીડિયા એકાઉન્ટ, તથા જે એકાઉન્ટમાંથી પૈસા જમા કરવામાં આવ્યા હતા. તે એકાઉન્ટના સાક્ષીઓ તેમાંથી 2 સાક્ષીઓ ખૂદ પોતે આર્મી જવાનો છે. તમામ માહિતીઓ આ ચાર્જશીટમાં દાખલ કરી છે. જો આ 2 આર્મી જવાનોનું નિવેદન લેવામાં આવે તો મોટો ખૂલાસો થઈ શકે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.