ETV Bharat / state

ખાખી કરી રહી છે ખેતી, સુરત પોલીસનો નવતર પ્રયોગ - સંક્રમણ મુક્ત શાકભાજી

હાથમાં દંડો લઈને જોવા મળતી પોલીસ પાવડા અને કોદાળી સાથે જોવા મળી રહી છે. પોલીસને અત્યાર સુધી તમે આરોપીને પકડતી અને લોકોને દંડ ફટકારતા જોઈ હશે, પરંતું પોલીસ ખેતી કરે? હા, સુરત પોલીસે ખેતી શરૂ કરી છે. પોલીસ સ્ટેશનની ફાજલ જગ્યાનો સદુપયોગ કરી અધિકારી સાથે તમામ સ્ટાફ પણ ખેતીમાં જોડાયા છે.

સુરત પોલીસનો નવતર પ્રયોગ
સુરત પોલીસનો નવતર પ્રયોગ
author img

By

Published : Jul 29, 2020, 5:59 PM IST

સુરત : કોરોના મહામારી વચ્ચે સુરત પોલીસે એક નવતર પ્રયોગ શરૂ કર્યો છે. જેમાં પોતાના પોલીસ સ્ટેશનમાં આવેલી ફાજલ જમીનમાં ઓર્ગેનિક ખેતી શરૂ કરી છે. જેને લઈને પોલીસ સ્ટેશનમાં હરિયાળી પણ મળી રહે. સુરતના ઉધના વિસ્તારમાં આવેલા રોકડીયા હનુમાન પાસે આવેલી ટ્રાફિક રિજિયન-1ની ઓફિસમાં ઓર્ગેનિક ખેતીનું આ કામ શરૂ કરવામાં આવ્યું છે. અહીંના ACP શેખ અને સ્ટાફને ખાસ કરીને લોકડાઉન વચ્ચે એક વિચાર આવતા તેમને પોતાના પોલીસ ચોકીમાં ફાજલ પડેલી જગ્યામાં ખેતી શરૂ કરી છે. અહીં અનેક પ્રકારના શાકભાજીનું વાવેતર કર્યુ છે. અધિકારી બાદ ધીરે ધીરે સ્ટાફના માણસો પણ આ કામમાં જોડાતા ગયા અને જોત જોતામાં શાકભાજી સાથે અનેક પ્રકારની ભાજીનું પણ વાવેતર કર્યું છે.

હાથમાં દંડો લઈને જોવા મળતી પોલીસ પાવડો અને કોદાળી સાથે જોવા મળી

અહીં જ્યારે પહેલા શાકભાજી આવ્યા ત્યારે મંદિરમાં અર્પણ કર્યા હતા અને બાદમાં દરરોજ સ્ટાફનાં એક એક કર્મચારીને આ શાકભાજી આપવાનું શરૂ કર્યું છે. અધિકારી ઈચ્છતા હતા કે, સ્ટાફ પોતાના ઘરે પણ ફાજલ જગ્યામાં આવી ઓર્ગેનિક ખેતી કરે. ઉચ્ચ અધિકારીને આ રીતે કામ કરતા જોઇ અન્ય પોલીસ કર્મચારીઓ પણ આગળ આવ્યા અને ઓર્ગેનિક ખેતી સાથે શુદ્ધ શાકભાજી ઉગાડવામાં મદદ કરવામાં લાગી ગયા હતા. જ્યારે કોઈ પણ પોલીસ કર્મીને સમય મળે ત્યારે તરત જ નાનકડા ખેતરમાં જે કામ બાકી હોય તે કામ કરવા લાગી જાય છે.

અહીંયા આવતા લોકો પોલીસને વર્દીમાં ખેતીનું કામ કરતા જોઈને વિચારમાં ચોક્કસ પડી જાય છે. ગ્રીનરીમાં તેમને શુદ્ધ હવા સાથે સકારાત્મક ઉર્જાનો અનુભવ થાય છે. અહીંયા રીંગણ, ટામેટા, પાપડી, ગુવાર, મરચા, ભીંડા, ચોળી, ગલકા, તુરીયા, કારેલા અને દૂધીનું વાવેતર કરવામાં આવ્યું છે. આ સાથે જ તાંદલજાની ભાજી, પાલક, મેથીનું પણ વાવેતર કરવામાં આવ્યું છે. અહીંયા એક સિસ્ટમથી અહીંના શાકભાજી આપવા આવે છે. આ કાર્ય કરવાથી પર્યાવરણ પ્રેમ વધે છે. આ સાથે કેટલાક કર્મચારીએ તો પોતાના ઘરના ધાબા પર પોતાની ઓર્ગેનિક ખેતી શરૂ કરી છે.

ટ્રાફિક ACP ઝેડ. એ. શેખ કહે છે કે, લોકડાઉનના સમયમાં મોટાભાગનો સમય પોલીસ સ્ટેશન અને બાજુના વિસ્તારમાં હોવાથી એ સમયે વિચાર આવ્યો હતો. જેથી સંક્રમણ મુક્ત શાકભાજી પણ મળી રહે અને સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે. પોલીસ પરિવાર અને TRB જવાનોને કોરોના સંક્રમણથી બચાવી શકાય તેમજ તેમનો શ્રમદાન કરી તેમનું સ્વાસ્થ સારું રહે એ હેતુથી અમે ઓર્ગેનિક ખેતી શરૂ કરી છે. આ ખેતી માટે ત્રણ ફૂટ માટી ખોદીને નવી માટી પુરી દેશી ખાતરનો ઉપયોગ કરી શાકભાજીનું વાવેતર કરાયું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.