સુરત: લિંબાયત વિસ્તારમાં આપરાધિક ગતિવિધિ કરનાર અને લોકોમાં આતંક મચાવનાર માથાભારે સલમાન લસ્સીનું લિંબાયત પોલીસે સરઘસ કાઢી તેના જ વિસ્તારમાં ફરાવ્યું હતું. પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરી ને સ્થાનિક લોકો બિરદાવી રહ્યા છે. પોલીસે આરોપી સલમાનના હાથમાં હથકડી પહેરાવી લિંબાયતના સમગ્ર વિસ્તારમાં ફેરવ્યો હતો એટલું જ નહીં લોકોને માફી માંગવા પણ કહ્યું હતું જેથી સલમાનને માફી પણ માંગી હતી. પોતાને મોટો ડોન સમજનાર ટપોરી લસ્સીની શાન ઠેકાણે આવી ગઈ હતી.
ગુનાહિત ઇતિહાસ: સલમાન લસ્સી સુરત શહેરના લિંબાયત ડીંડોલી વિસ્તારમાં આતંક મચાવતો હતો. તેની ઉપર 10 થી પણ વધુ ગંભીર ગુના નોંધાઈ ચૂક્યા છે. વર્ષ 2017 થી લઈ વર્ષ 2022ના સમયગાળામાં તેને તમામ પ્રકારના અપરાધિક ગતિવિધિને અંજામ આપ્યા છે. ખાસ કરીને વર્ષ 2022 થી તે પોતાની ગેંગની શરૂઆત કરી વધુ બેફામ બની ગયો હતો. આ અંગે સ્થાનિક પોલીસને અને એક ફરિયાદો પણ મળી હતી.
અસામાજિક તત્વો વિરુદ્ધ લોકો સામે આવે.
'સલમાન લસ્સી ઉપર ગંભીર માત્ર એક વર્ષમાં તેની ઉપર લીંબાયત પોલીસ સ્ટેશનમાં સાત તેમજ ડીંડોલી પોલીસ મથકમાં એક ફરિયાદ નોંધાઈ ચૂકી છે. સલમાન પોતાના વતન માલેગાવ તેમજ લીંબાયતમાં આટાફેરા મારે છે આ અંગેની માહિતી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને મળી હતી અને ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી ધરપકડ બાદ એસોજીની તેણે તેને લીંબાયત પોલીસમાં સોંપ્યો હતો.' -પીએસઓ, લિંબાયત પોલીસ મથક
સરઘસ કાઢ્યું: મૂળ મહારાષ્ટ્રના માલેગાંવ ખાતેના સલમાન ઉર્ફ લસ્સી સુરત શહેરના લિંબાયત ખાતે આવેલા ઈસ્લામી ચોક ખાતે રહેતો હતો પરંતુ પોલીસના પકડથી દૂર હતો. લોકોમાં ભય ઉત્પન્ન કરનાર સલમાન લસ્સીનું પોલીસે લિંબાયત વિસ્તારમાં જ સરઘસ કાઢ્યું હતું. મોટી સંખ્યામાં સ્થાનિક લોકો સલમાન લસીનું સરઘસ જોવા માટે એકત્ર થઈ ગયા હતા. પોલીસે લસ્સીને લોકો પાસે માંગવા જણાવ્યું હતું. લસ્સીએ હાથમાં હથકડી પહેરીને લોકો પાસે માફી પણ માંગી હતી પોલીસે લોકોને અપીલ કરી હતી કે આવા અસામાજિક તત્વો સામે લોકો સામે આવે અને ભયમુક્ત થઈ ફરિયાદ નોંધાવે.